Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 217
________________ સાથીઓ સહિત જંબુસ્વામીનાં શિષ્યો બનાવ્યાં. પર૬ સાધકો સાથે દીક્ષિત જંબુસ્વામી ગુરુદેવનાં શ્રી ચરણોમાં માથું મૂકી દિનચર્યાની આજ્ઞા લેતા લેતા “પુછેજ્જા પંજલિઉડો કિં કાયવં મએ ઇહં?” હાથ જોડીને પૂછયું “ભંતે હવે મારે શું કરવાનું રહેછે?” વત્સ! દિવસને ચાર વિભાગમાં વહેંચી દે. પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરો. બીજા પ્રહરમાં ધ્યાન કરો. ત્રીજા પ્રહરમાં ભિક્ષા વહોરો અને ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરો. વત્સ! એવી જ રીતે રાતને પણ ચાર વિભાગમાં વહેચી દો. પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન. ત્રીજામાં નિદ્રા અને ચોથામાં સ્વાધ્યાય કરો. ભરત ક્ષેત્રનાં છેલ્લા કેવળી ૧૬ વર્ષનાં નવદીક્ષિત મુનિ જંબુએ પોતાના પરમ ગુરુ સુધર્મા સ્વામીનાં ચરણોમાં મસ્તક મૂકી નિવેદન કર્યું ગુરુદેવ! મને ભગવાના મહાવીરનાં દર્શન કરાવી દો. તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરાવી દો. જવાબમાં આર્ય સુધર્માસ્વામીએ કહ્યું વત્સ!જંબુ! તે જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સ્વામી નિરાગી નિર્વિકારી હતા.સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી હતાં. અનંતજ્ઞાની અને અનંતદર્શી હતાં. પરમ મહર્ષિ હતાં. વૈલોકય પ્રકાશક હતાં, લોક નાયક હતાં. લોકના નાથ હતાં. અનેકોની સાથે હતાં. એરીતે તેઓ દીપ પણ હતાં અને દ્વિપ પણ હતાં. જંબુસ્વામીએ પૂછયુંશું હું એમને જોઇ શકું છું? હા વત્સ! કેવી રીતે પ્રભુ? તમે ધર્મથી એમને જાણી શકો છો અને ધૈર્યથી એમને જોઇ શકો છો. આ રીતે ચોથનો દિવસ ગરશુષ્યનાં સંવાદનો દિવસ બની જાય છે. યાદોથી ભરાયેલા ઇતિહાસનો આ દિવસ પૂરો થતાં જ જંબુસ્વામી પ્રભુમિલનની ઉત્કંઠંતામાં રાત્રિ સમાચારીમાં પ્રવેશ કરે છે. રાત્રી પસાર થાય છે. સુપ્રભાત થાય છે. આજની પાંચમ જગતનાં લાભનાં હિતની પાંચમ છે. રાજગૃહીનું ગુણશીલ ઉધાન પ્રભુ મહાવીરની યાદમાં ખોવાયેલું છે. પૂર્વે કેટલીયે વાર જાત જાતની જિનવાણી અહીંના વિશાળ સભા મંડપમાં ગુંજતી હતી. આ એજ ગુણશીલ ઉધાન છે જ્યાં પરમાત્મા મહાવીરનાં શિયળનાં ગુણોથી પલ્લવિત અહીં વિશાળ જન સમુદાયે પરમાત્મા મહાવીરની પ્રત્યક્ષ પરિણામી. સાક્ષાત્કારની ક્ષણો વીતાવી હતી. આજે ભગવાન મહાવીરનાં સમવસરણની જગ્યાએ સુધર્મા સ્વામીનો સભા મંડપ બનેલો છે. આ નૂતન અને પ્રથમ સભા મંડપમાં સુધર્મા સ્વામી પાટ પર બિરાજમાન છે. સભાનું આયોજન થઇ ગયું છે. [ 198]

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226