Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 218
________________ ભગવાન મહાવીરનાં વિરહથી વિષાદિત જનસમુદાયને જિનવાણી દ્વારા ભગવાનનાં સાનિધ્યનું અનુદાન પ્રસ્તુત કરવું છે. પ્રથમ વ્યાખ્યાનમાં પરમાત્માની દિવ્યતાના દર્શન કરાવવા છે. સંપૂર્ણ દ્વાદશાંગીનાં ચૌદપૂર્વનાં સાર રૂપ સૂત્રનાં મંગલાચરણ કરવાના પ્રયોજનથી સુધર્મા સ્વામીએ ભગવાન મહાવીરને પ્રણામ કર્યા. મહાપ્રભુ ગૌતમસ્વામીની આજ્ઞા લીધી. દેવયુગલનો આભાર માન્યો. અને પ્રવચનનો પ્રારંભ કર્યો. નવદીક્ષિત શ્રમણ, શ્રમણીઓની સાથે ચતુર્વિધ સંઘને સંબોધિત કરતા કરતા આર્ય સુધર્મા સ્વામીએ ફરમાવ્યું. આયુષ્યમાન શ્રમણ, શ્રમણીઓ અને ભગવાન મહાવીરનાં ધર્મપ્રેમી શ્રાવક, શ્રાવિકાઓ! શ્રમણ ભગવાન મહાવીરે સામાયિકાદિ દ્વાદશાંગીમાં સમગ્રમોક્ષમાર્ગનીપ્રરુપણા કરી છે. એ વખતે સાત હાથની ઉંચાઇવાળા કાશ્યપગોત્રીય જંબુ અણગાર આર્ય સુધર્મા સ્વામીથી બહુ દૂર નહીં બહુ નજીક નહીં એમ ઘુંટણો ઉંચા અને માથું નીચે કરી ધર્મ ધ્યાન, શુકલ ધ્યાન રૂપી કોષ્ઠ (આકર અથવા પ્રકોષ્ઠ) માં સ્થિત, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવવિભોર કરતાં બિરાજમાન હતાં. સંજોગવશાત્ આર્ય જંબુનાં મનમાં શ્રધ્ધા, સંશય અને કુતુહલ પેદા થયું. તેઓ ઉઠયાં અને જ્યાં આર્ય સુધર્યા હતાં ત્યાં આવ્યાં. આર્ય સુધર્માને વંદન નમસ્કાર કર્યા અને તેમનાથી વધારે નજીક નહીં અને વધારે દૂર નહીં એમ બેસીને સાંભળવાની ઇચ્છાથી એમની સમક્ષ જઇ બેઠા. પછી વિનય પૂર્વક બોલ્યા. ભગવન! શ્રમણ ભગવાન મહાવીરે જે દ્વાદશાંગી આપી છે તેના સાર સ્વરૂપ સૂત્ર તમે અમને આપો. જેનું અમે ફીર્તન, સ્તવન કરી શકીએ. એમની સિધ્ધ સ્થિતિ સુધીનો સમ્પર્ક અને સ્થાપિત કરી શકીએ. તેમના પ્રત્યક્ષ મિલનની અનુભૂતિ અમે કરી શકીએ. નમસ્કારથી સાક્ષાત્કારની યાત્રા કરીસ્વયં સિધ્ધાવસ્થા પ્રગટ કરી શકીએ. - આર્ય સુધર્માએ જંબુ અણગારને સંબોધિત કરતાં કહ્યું હે! જંબુ શ્રમણ ભગવાન મહાવીરે દ્વાદશાંગીમાં જે કંઇ પણ કહ્યું એ બધું જ લોગસ્સ સૂત્રમાં સાર સ્વરૂપ આવી ગયું છે. એનું કીર્તન સ્તવન પણ થઇ શકે છે અને પરમાત્માની સિધ્ધ સ્થિતિ સુધીનો સંપર્ક પણ સ્થાપિત કરી શકાય છે. એટલું જ નહીં પણ પોતાની સિધ્ધઅવસ્થાનું ઉદ્ઘાટન પણ આમાં જ છે. આ સૂત્ર કૈવલ્યબીજ છે. એને સાંભળો અને સ્વીકાર કરો. આ પાંચમે પંચાગુલી દેવી દ્વારા અંજલિમાં આકર્ષિત કરવાનું અદ્ભત રહસ્ય પ્રગટ કરતા સુધર્મા સ્વામીએ કહ્યું વત્સ! સંપૂર્ણ પંચેન્દ્રિય પ્રાણી જગતનાં જીવોમાં ભલે પાંખ હોય કે પૂછડી હોય, તેઓ પાણી પર તરતા હોય કે પેટ ઘસડીને ચાલતા હોય તો પણ એ બધાંમાં માનવ પ્રાણી સહુથી શ્રેષ્ઠ પ્રાણી સમજવું ઘણું જ વ્યાજબી છે. માનવ જ જગતમાં ઉભો છે. બન્ને હાથ જમીનને અડતા હોવાથી જીવ ચાર પગવાળો કહેવાય છે. માનવીનાં બન્ને હાથ જમીનની ઉપર અલગ લટકે છે. જે આકાશ તરફ [ 199]

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226