Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 222
________________ સિદ્ધત્વ પ્રાપ્ત કરી ગયાં. હવે એમનું કેવી રીતે વર્ણન કરીએ? લોકની અત્યંત નજીક પ્રકૃતિ છે. પ્રકૃતિમાં મુખ્ય સૂર્ય, ચંદ્ર અને સમુદ્ર છે. એટલે પરમાત્માને આ ત્રણે ઉપમાઓથી પણ વધારે ઔપવાળા કહેવા માટે આ ત્રિકનો પ્રયોગ થયો છે. ૯. પ્રભાવ પ્રસારણગિક - “નિમલયરા પયાસરા-ગંભિરા”-ચંદ્રથી પણ નિર્મળ સૂર્યથી પણ વધારે પ્રકાશ કરવાવાળા અને સાગરથી પણ વધારે ગંભીર કહીને પરમાત્માને ઉપમિત કરી એમનો પ્રભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. નિર્વાણ પ્રાપ્તિ અર્થે આપણાં માટે અહી શું રહી જાય છે ? આ ત્રણે પરમાત્માનાં ગુણો છે. ગુણો ગુણીમાં જ રહે છે. એ વાત તો નિર્વિવાદ છે. જેમ સુગંધ પુષ્પમાં જ નિહિત છે. પરંતુ પ્રસરવાના માધ્યમ દ્વારા એ બહુ દૂર સુધી પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત કરે છે. એવી જ રીતે નિર્મળતા, પ્રકાશતા અને ગંભીરતા આ ત્રણે પરમાત્માની ગુણત્રિકોનો પ્રભાવ પોતાની પૂર્ણ પ્રસારણ પ્રભાવના કરે છે. આ રીતે આ ત્રિક પરમાત્માનાં ગુણોની પ્રસારણ પ્રભાવનાસિક છે. આ દેશનાં આજનાં યુગનો સ્વાધ્યાય છે, ખીર્યકરો જે બોલે-છે તે દેશના છે, જ્યારે આપણે સાંભળીએ છે ત્યારે એ સિધ્ધાંત બની જાય છે. સુધર્મા સ્વામીની પ્રથમ દેશનાં પ્રભુનાં કેવળજ્ઞાનનાં સ્વરૂપે શ્રુતરૂપે અવતરિત થઇ. એ દિવસે અવતરિત થઇ હોવાને લીધે એ પંચમીને જ્ઞાનપંચમી અને શ્રુતપંચમી કહેવાય છે. પરમાત્માનાં નિર્વાણ પછી પણ આ દેશનાનો લાભ લઇ લોગસ્સ સૂત્રથી લાભાન્વિત થવાનું હોવાથી એને લાભપાંચમ પણ કહેવામાં આવે છે. લોગસ્સનો મહિમા સાંભળી જંબુસ્વામી ભાવવિભોર બની જાય છે. સર્વપ્રિય સમ્મોહક વ્યકિતખાવાળા કમળોમાં પરમ મંત્રોષધિ રૂપ, પરમ મંગળ સ્વરૂપ લોગસ્સ સૂત્ર સ્વીકાર કરે છે. માથે ચઢાવી ચતુર્વિશતિ સ્વરૂપને સાકાર કરે છે. એમાં એમને હિતપ્રદાયી, વાત્સલ્યમયી, અમીધારાની અનુભૂતિ થઇ. આંખો બંધ કરી એ ચોવીસે જિનોનાં સંસ્તવનમાં ધ્યાનસ્થ તથા આત્મસ્થ થવાની આજ્ઞા લેવા ઉભા થયા. જિજ્ઞાસા સાથે જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછયું ભંતે! આ ચોવીસ જિનનાં સંસ્તવનપીજીવશું મેળવી શકે છે? સુધર્મા સ્વામીએ કહ્યું ચોવીસ જિનોનાં સંસ્તવનથી જીવ દર્શનની વિશુધ્ધિને પ્રાપ્ત કરે છે. [203]

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226