Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 220
________________ કુંથું અરં ચમલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિનિણં ચા વંદામિ રિવ્રુનેમિ, પાસ તહ વધ્ધમાણં ચ ૪ એવંમએ અભિળ્યુઆ, વિહુયરમલાપહીણઝરમરણા. ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ ાપા કિશ્વિય-વંદિય-મહિયા,જે એ લોગસ્સ ઉત્તમા સિધ્ધાા આરુગ-બોહિ-લાભ, સમાવિવરમુત્તમ દિ0 TI૬ : ચંદુસુનિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસરા સાગર-વર-ગંભીરા, સિધ્ધાસિધ્ધિ મમ દિસંતુTI૭I મન, વચન અને કાયામાં ત્રણે યોગોમાં એકરૂપ થવાથી ત્રણ ગણી ઉર્જાઓ સંપાદિત થવા લાગી. સભાજનોમાંથી અનેકોને દેહમાં રહીને પણ દેહાતીતા અવસ્થાનું જ્ઞાન થવા લાગ્યું. શરીર સ્થાનથી સ્થિર થઇ ગયું. વાણી મૌનમાં પરિણમી. મન ધ્યાનસ્થ થઇ ગયું. મન, વચન અને કાયાનાં ત્રણે યોગ સંક્ષિપ્ત બનતાં જ આત્મસ્થિરતાની શરૂઆત થવા લાગી. કેટલાક જિજ્ઞાસુઓ હજી પણ ધ્યાનસ્થ નહોતાં થઇ શકયાં. એમને મન, વચન, કાયાની સ્થિરતા માટે સુધર્મા સ્વામીએ લોગસ્સ સૂત્રમાં પ્રતિપાદિત ત્રિક રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું કે કાયાની સ્થિરતા કાયોત્સર્ગ છે. વાણીની સ્થિરતા મૌન છે અને ચિતની સ્થિરતા ધ્યાન છે. સાડા ત્રણ વર્તુળોની ઉર્જાયાત્રાનાં આલંબનથી ત્રિલોકની યાત્રા પૂરી કરી ત્રિલોકીનાથનાં ચરણકમળોમાં સિધ્ધાલયનો આનંદ કરાવવાવાળા લોગસ્સ સૂત્રમાં પ્રેરિત ત્રિકો દ્વારા પરમનું અદ્ભુત સાનિધ્ય પ્રાપ્ત થઇ શકે છે. આ સૂત્ર દેહમાં રહેવા છતાં દેહાતીતની અનુભૂતિ મેળવવા માટે કાયોત્સર્ગ રૂપે રજુ થયું છે. ભકત અને ભગવાનની વચ્ચે ભકિત રૂપ કીર્તન અને ચતુર્વિશતિ સંસ્તવન સ્વરૂપે રજુઆત પામેલું છે. સંસારમાં રહીને સિદ્ધાવસ્થાનાં આનંદની અનુભૂતિ કરાવવામાં સૂત્ર સિધ્ધાંત સ્વરૂપે આ લોગસ્સ મન, વચન અને કાયાએ ત્રણેનાં શોધનની, ગોપનની, પવિત્રીકરણની પ્રક્રિયા છે. આ ત્રિકોમાં લયબધ્ધ થઇ જવાથી સંસારનો નાશ થાય. છે. આવો આપણે જોઇએ લોગસ્સ સૂત્રમાં રજુ થયેલી ત્રિકોનું સામંજસ્ય. ૧. પરમત્રિક - તિત્યયરે-જિણે-અરિહંતે-ગાથા-૧ આ ત્રિકમાં પરમ આરાધ્યનાં ત્રણ સ્વરૂપ રજુ કરવામાં આવ્યા છે. ૨.પ્રતિષ્ઠાનત્રિક :- ગાયા ૨,૩,૪ની ગાથાત્રિકમાં સાડા ત્રણ પ્રદક્ષિણામાં ૨૪ તીર્થંકરોનાં નામ જિર્ણ મંત્ર દ્વારા પ્રતિસ્થાપિત છે. ૨૪ તીર્થકરોનાં નામની પ્રતિષ્ઠા આપણને ચક્રોમાં ' [201]

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226