Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 223
________________ ભંતે! આ સ્તવન કેવી રીતે કરવામાં આવે છે? આયુષ્યમા! લોગસ્સનાં સ્તવનની બે વિધિઓ રજુ થયેલી છે. કીર્તન અને કાયોત્સર્ગ. ભંતે! કાયોત્સર્ગ કરવાથી શું લાભ મળે છે? એ કયારે અને કેવી રીતે કરી. શકાય છે.? વત્સ! કાયોત્સર્ગથી સર્વદુ:ખોનો નાશ થાય છે. ક્રિયા વિસર્જન અને મમત્વ વિસર્જન થાય છે. દેહની જડવૃત્તિ સમાપ્ત થાય છે. મતિની જડતા પણ સમાપ્ત થાય છે. સુખ દુઃખની તિતિક્ષા થાય છે. જુદા જુદા વિષયોની અનુપ્રેક્ષા થાય છે અને ધ્યાન લાગી જાય છે. વત્સ! દેહની સ્થિરતા કાયોત્સર્ગ છે અને ચિત્તની સ્થિરતા ધ્યાન છે! કાયોત્સર્ગનો અર્થ છે કાયાનો ઉત્સર્ગ-ત્યાગ. આમ તો જ્યાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધી કાયાનો ઉત્સર્ગ-ત્યાગ થઇ શકતો નથી. પરંતુ આ શરીર મારું નથી, હું એનો નથી, હું જુદો છું શરીર જુદુ છે. આ રીતે વિચાર કરવાથી શરીર પ્રત્યે મમત્વ ઓછું થઇ જાય છે. આ સ્થિતિનું નામ છે કાયોત્સર્ગ. જ્યારે કાયામાં મમત્વ નથી રહેતું ત્યારે કાયા પરિત્યકત થઇ જાય છે એને કાયોત્સર્ગ કહે છે. શાસ્ત્રમાં કાયોત્સર્ગને આભ્યન્તર તપનું સર્વશ્રેષ્ઠ અને અંતિમ તપ કહેવામાં આવ્યું છે. કાયોત્સર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય છે, આત્માનું કાયાપી વિયોજન. કાયા સાથે આત્માનો જે સંયોગ હોય છે એનું મૂળ છે પ્રવૃતિ. જે એનો વિસંયોગ ઇચ્છે છે અર્થાત આત્માનાં સાનિધ્યમાં રહેવા માગે છે. એ સ્થાન, મૌન અને ધ્યાન દ્વારા સ્વનો વ્યુત્સર્ગકરે છે. સ્થાન :- કાયાની પ્રવૃતિનું શિથિલિકરણ-કાયગતિ. મીન :- વાણીનું સ્થિરકરણ-વાકગુપ્તિ. ધ્યાન :- મનની વૃતિનું એકાગ્રીકરણ-મનગુપ્તિ. કાયોત્સર્ગની વ્યાખ્યા છે. આત્માનું દેહ સાથે સર્વથા એકત્વ-નિંદ્રા છે. આત્માનું દેહસાથે સર્વથા અલગ–-મરણ છે. આત્માનું દેહની સાથે રહેવું છતાં ભિન્નત્વ-કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ પ્રવૃતિ હોય છે. બાકી પ્રવૃતિનો નિષેધ કરવામાં આવે છે. અતિચાર શુધ્ધિ માટે કરવામાં આવતા કાયોત્સર્ગનાં અનેક વિકલ્પ હોય – દેવસિક રાત્રિક પાક્ષિકિ ચાતુર્માસિક કાયોત્સર્ગ કાયોત્સર્ગ કાયોત્સર્ગ કાયોત્સર્ગ [ 204]

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226