Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 216
________________ સુધર્મા સ્વામીનાં સાનિધ્યમાં ચતુર્વિધ સંઘનું મિલન થાય છે અને કારતક સુદ ત્રીજનો દિવસ સંઘ મિલનનો દિવસ બની જાય છે. વૈશાલીનાં અધિપતિ પોતાની બહેન સુદર્શના અને બીજા બધાં નગરવાસીઓ પોત પોતાના રાજ્યોચિત અપાર વૈભવ સાથે નિવેદનમાં સામેલ છે. શ્રી સંઘ સહિત સુધર્મા પ્રભુ ચોથને દિવસે પોતાના વિશાળ શ્રમણ સંઘ સાથે રાજગૃહિ નગરનાં ગુણશીલ ચૈત્યમાં પધારે છે. સુધર્મા સ્વામીનો પ્રતિનિવેદનનો શુભ સંદેશ સાંભળતા જ જંબુકુમારનાં હર્ષનો પાર ન રહ્યો. તેઓ એક પવન વેગી અને ધાર્મિક અવસરોચિત રથ પર સવાર થઇ સુધર્મા સ્વામીની સેવામાં પહોંચ્યા. એમણે સુધર્મા સ્વામીને અગાધ શ્રધ્ધા અને પરમભકિત સાથે વિધિવત વંદન નમસ્કાર કરી તેમના સાનિધ્યમાં યથાસ્થાને બેસી ગયા. ઘટાદાર અમૃતવૃક્ષ (આમ્રપલ્લી) પાસેથી જેમ અમૃત ફળની જ અપેક્ષા રખાય, તેમ અરિહંત ભગવાનની જેમ સમગ્ર તત્ત્વોની વિધિવત્ વ્યાખ્યા કરવાવાળા આર્ય સુધર્માને જબુકુમારે સવિનય નિવેદન કર્યું. ભગવાન તમારો દર્શનાર્થે આવતી વખતે નગરનાં દ્વારે સંકટ સમયે શત્રુઓથી નગરની રક્ષા માટે વિશાળ પથ્થર અને ગોળાયંત્રો મુકવામાં આવ્યા હતાં. એ જોઇને મને એવું લાગ્યું કે એમાથી એકાદો પથ્થર ફે ગોળો મારી પર આવી પડે તો અવ્રતીદશામાં મારું મૃત્યુ થઇ શકે. એમ વિચારી મેં તમારી પાસે આહતી દીક્ષા ગ્રહણ કરી એ પરમપદની પ્રાપ્તિ હેતુ પ્રયત્ન કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. કૃપા કરી તમે મને દીક્ષિત થવાની આજ્ઞા આપો. હવે હું મારા માતા-પિતા પાસેથી આજ્ઞા મેળવી આપના શ્રી ચરણોમાં આવી દીક્ષા લઇ આત્મ કલ્યાણ કરવા માગું છું. આર્ય સુધર્માએ કહ્યું સૌમ્ય !જેનાથી તમને સુખ થાય. તેવું જ કામ કરો. શુભા કાર્યમાં વિલંબકરવો સારો નહીં. માતા પિતાની આજ્ઞા લઇ જંબુકુમારે મહાભિનિષ્ક્રમણ કર્યુ. જંબુકુમારનાં મહાભિનિષ્ક્રમણ નોંધ (જુલુસ) નગરનાં મુખ્ય માર્ગો પર ક્રમાનુસાર આગળ વધતું નગર બહાર આવેલા એક આરામગૃહ પાસે પહોચ્યું, જ્યાં સુધર્મા સ્વામી પોતાના શ્રમણ સંઘ સાથે બિરાજમાન હતાં. પાલખી માંથી ઉતરી જંબુકુમાર પર૭ મુમુક્ષોની સાથે સુધર્મા સ્વામીની સન્મુખ પહોંચ્યા અને એમના ચરણો પર પોતાનું મસ્તક મૂકી પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુ! આપ મારા પરિજનો સહિત મારો ઉધ્ધાર કરો. દીક્ષાર્થીઓ દ્વારા દીક્ષા લેતાં પહેલાં કરવામાં આવતી જરૂરી બધી જ ક્રિયાઓને સંપાદિત કરાવી આપનાર અનન્તર આર્ય સુધર્મા સ્વામીએ જંબુકુમાર એમના માતા પિતા, આઠે પત્ની, પત્નીઓનાં માતા પિતા, પ્રધાનો તથા પ્રધાનોનાં ૫૦૦ સાથીઓને વિધિવત્ ભગવતી દીક્ષા આપી. દીક્ષા આપ્યા પછી સુધર્મા સ્વામીએ જંબુકુમારની માતા આઠે પત્નીઓની માતાઓને સુવતા નામની આર્યાનાં આજ્ઞાનુવર્તિની શિષ્યા બનાવી દીધા.સુધર્મા સ્વામીએ પ્રભવમુનિને એમના [ 197]

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226