________________
પરમ તત્વનાં મિલનનું અદ્ભુત રહસ્ય આ સૂત્ર રજુ કરે છે. આપણાથી સાત રાજલોક દૂર રહેતા પરમાત્માનું સા..રે..ગ..મ..નાં સપ્ત સૂરોનાં લયયી નામ સ્મરણ કરવાનું છે. સપ્તરંગી વિવિધ રંગોમાં પરમાત્માનું સ્વરૂપ ધ્યાન કરવાનું છે. સાત તીર્થંકરોની સાત ચક્રોમાં પ્રતિષ્ઠા કરી, સ્થાપના કરી “જિણું” શબ્દથી ઉર્જાને ફેરવવાની પાછી વાળવાની મહાન પ્રક્રિયા અહીં ઉપલબ્ધ છે. ઓડીયો/વિડીયો કેસેટમાં જેમ એ સાઇડ બી સાઇડ ફેરવ્યે રાખીને આપણે આપણાં વિષયને પકડી શકીએ છીએ કંઇક એવું જ આયોજન અહીં કરવામાં આવ્યું છે.
મૂળાધાર :- આપણી ઉર્જાનો મૂળઆધાર છે. અહીં મૂળાધારથી સાદ કરવાથી આપણો અવાજ પરમાત્મા સુધી સરલતાથી પહોંચી શકે છે. એ સાંભળી ને પૂછશે બોલો શું કામ છે ? તો આપણે કહીશું અનાદિકાળથી યાકેલા અમે કેમેય કરી ને અડધી યાત્રા પૂરી કરી પ્રભુ ! હવે સાત રાજલોક પાર કરી તારી સમીપે પહોંચવું છે. એટલે તું કોઇ સાધન-સહારો આપ. ત્યારે તેઓ રસ્તો બતાડશે, એ માર્ગ પર ચાલવા માટે અહીં ત્રણ વ્યવસ્થા રાખવામાં આવી છે. એક સૂર્ય નાડી, બીજી ચંદ્રનાડી અને ત્રીજી મધ્યમા અથવા સુષુમ્યા નાડી. આ નાડીઓ આપણા શરીરમાં લિફ્ટનું કામ કરે છે.
મૂળાધાર કહેવાય છે તલઘર ને. અહીં એ ભાવના ભાવવાની છે કે મારી અંદરના લોકનાં મૂળાઆધાર પરમાત્માને હું આમંત્રિત કરું છું. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથા આમંત્રણ પત્રિકા છે. એના દ્વારા પરમાત્માને આમંત્રણ મોકલવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે પ્રસંગ આવે ત્યારે કેટલી બધી જાતનાં આમંત્રણ કાર્ડ ભેગા કરીએ છીએ. ગૌતમ સ્વામીએ આપણને તૈયાર કાર્ડ આપ્યાં છે. એમણે કહ્યું કે આમાં ભાવ અને ભક્તિ તમારા છે. મન વચન અને કાયાની કલમથી તમે પોતે લખો. પરમાત્મા તમારા છે તમે પરમાત્માનાં છો. પરમાત્માને તમે જાતે જ આમંત્રિત કરો. નિમંત્રિત કરો. તમારા બુલંદ અવાજથી એમનું આહ્વાન કરો.
સ્વાધિષ્ઠાન :- સ્વ નો અર્થ આપણું પોતાનું. અધિષ્ઠાન અર્થાત પ્રતિષ્ઠાન. આ આપણને પોતાને રહેવાની જગ્યા છે. આત્માનાં અસંખ્ય આત્મ પ્રદેશનાં કર્માણુઓથી આચ્છાદિત છે. એમ આઠ રોચક પ્રદેશ હોય છે. જે કાયમ ખાલી હોય છે, આ પ્રદેશો પર ક્યારેક કોઇ કર્માણુઓનો સ્પર્શ નથી થયો હોતો. આજ આઠ રોચક પ્રદેશોને લીધે આપણને આપણાં નિજનું જ્ઞાન થાય છે. જેમ સિધ્ધોનાં સમ્પૂર્ણ આત્મપ્રદેશ કર્માણુ રહિત હોય છે. એવી જ રીતે આપણાં આ આઠ રોચક પ્રદેશ કર્મોથી રહિત હોય છે. સ્વાધિષ્ઠાનનું આ સ્થાન મૂળાધારથી થોડું ઉપર પ્રજનન સ્થાનની નજીક હોય છે. અવેદી અવસ્થાના વેદનનું ધ્યાન અહીં જ સિધ્ધ થાય છે. અહી પરમાત્માનાં ચ્યવનનું ધ્યાન કરવાનું છે. મારા સ્વાધિષ્ઠાનમાં પરમાત્માનું ચ્યવન થઇ રહ્યું છે. પરમાત્માનાં ચ્યવનનાં સમયે ત્રણેય લોકમાં ઉધોત થાય છે.
[44]