________________
લોભ, હાસ્ય, ભય, શોક, રાગ, દ્વેષ અબ્રહ્મભાવ (વેદાદિ).
શિષ્ય પૂછે છે એને કેવી રીતે દૂર કરવા. ત્યારે ઉપાય બતાવતા કહે છે બોધિ અને સમાધિથી એ દૂર થાય છે. એનો નાશ થાય છે. બોધિ અર્થાત્ ગુરુપ્રાપ્ત બોધ જે આત્મબોધ પ્રગટ કરે. સમાધિ એટલે કે આત્મામાં રહેલી અનંત અવ્યાબાધ પરમ સમાધિ સુખને પ્રગટ કરવાવાળી વીતરાગતા. વીતરાગદશા સ્વયંની દશા છે. સંપૂર્ણ યાત્રા દરમિયાન અર્ધા રસ્તાની એટલે કે ૫૦% જવાબદારી સગુરુની હોય છે. હવે વાત રહી વીતરાગતા પ્રગટ કરવાની અને શિષ્યએ પોતાના પ્રયત્નથી પ્રગટ કરવાની હોય છે કેમકે એ સ્વદશા છે. આત્મસિધ્ધિમાં કહ્યું છે,
કર્મો અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠા કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્રનામ,
હણે બોધવીતરાગતા. અચૂક ઉપાય આમા આજે આપણે સંબોધિ પ્રાપ્ત કરવાની છે અને સમાધિ સુધી પહોંચવાનું છે. એટલે આજે પ્રારંભમાં આપણે પ્રભુ સાથે વાતની શરૂઆત કરશું. સંવાદ નથી. કરવાનો પ્રસાદ લેવાનો છે. આજે આપણે એમને બોલાવવાના છે. બૂમ પાડવાની છે. એમણે આવવાનું છે. હાથ પકડવાનો છે. સાથે લઇ જવાના છે. સમાધિ અપાવવાની છે, હવે પ્રશ્ન નહીં કરતા કે શું વીતરાગ પરમાત્મા કંઇક આપે છે? પણ એ નિર્ણયને સ્વીકારીને આગળ વધજો કે ભગવાન કોઇ ભૌતિક ચીજ નથી દેતાં. પરંતુ સમાધિ એમના સિવાય બીજુ કોઇ આપી પણ નથી શકતું.
હવે આપણે રાજા શ્રેણિકનું જીવન જોઇએ. જેમાં પરમાત્માનાં બધાં જ સંબંધો અત્યંત સ્પષ્ટ છે. એકવાર શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરમાં પધાર્યા. સમવસરણ તૈયાર થયું. કીર્તન વંદન ઉપદેશ હેતુ પરિષદ આવી. શ્રેણિક રાજા પણ ગયા. અચાનક એક કોઢીયો શ્રેણિકરાજા પાસે આવીને બેસી ગયો. નિયમ અનુસાર સમવસરણમાં વૃણા કે તિરસ્કાર ન કરી શકાય તેવી રાજા ચૂપ રહ્યાં. અચાનક રાજા શ્રેણિકને છીંક આવી અને કોઢીયાએ કહ્યું “ચિરંજીવ રહો”. એટલામાં અભયકુમારને છીંક આવી એટલે એણે ફરીથી કહ્યું “મરો કે જીવો”. કાળસૌકરિક કષાયને છીક આવી તો બોલ્યા “ન મર ન જીવ”. એટલામાં ચોથી છીંક ભગવાનને આવતી હોય તેમ લાગ્યું અને એ બોલ્યો “મરી જા”. રાજાને ક્રોધ આવ્યો. પેલા પુરુષને પકડવા માટે બેઠા થયા. તો એ અલોપ થઇ ગયો. શ્રેણિકરાજા એ આ છીંકોનાં રહસ્યને ખોલવાની ઇચ્છા વ્યકત કરી.
ભગવાને કહ્યું આ કોઢીયો પૂર્વજન્મમાં અતિભોજનની લાલચમાં કોઢીયો થઇ ગયો. પૂણ્યયોગે એક સર્વોષધિ લબ્ધિધારી શ્રમણનાં એને દર્શન અને ચરણ સ્પર્શ
[ 116 ]