________________
હાર્ટ”હાયોથી ઇંટ, સીમેન્ટ, યુનાનાં મકાન બાંધી શકાય છે પણ ઘર તો હદયથી જ બંધાય છે. પહેલાંના જમાનામાં પત્નીને એટલે તો ઘરવાળી કહેવામાં આવતી. ભરેલા ઘરમાં પણ કુંવારા છોકરાઓને લગ્ન કયારે કરવા છે? એમ પૂછવાની બદલે ઘર કયારે બાંધવુ છે? એમ પૂછવામાં આવતું.
આ ઘર નહીં પણ પ્રભુનો દરબાર છે. અહીં તો સર્વસ્વ ચઢાવી દો. લોગસ્સ સૂત્ર ત્રિકોથી ભરેલુછે. આ ગાથામાં બેત્રિકો છે. પ્રથમ ત્રિક છે – ચંદ્ર,સૂર્ય, સાગર. બીજી ત્રિકપ્રભુગુણની છે–નિર્મળતા, પ્રકાશ, ગંભીરતા.
નિસર્ગજગતમાં સૂર્ય, ચંદ્ર અને સાગર છે. સહજ સંચાલનમાં પ્રકૃતિની આ ત્રણે ઉપમાઓ પરમાત્મા માટે ઉપયોગમાં લેવાય છે. સ્વનિયોજીતમાં ચંદ્ર અમારા મસ્તકમાં, સૂર્ય હદયમાં સાગર આપણા પેટનું પ્રતીક છે. તમે જોયું હશે કે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે. આ ભરતી ઓટનું સંચાલન ચંદ્રના કિરણો દ્વારા થાય છે. તિથિઓ અનુસાર એ વધતા ઓછા થતાં રહે છે. સમુદ્રમાં મીઠું છે. અને ચંદ્રના કિરણોને મીઠા અને પાણી સાથે સીધો સંબંધ છે. આપણા શરીરમાં પાણી છે. પણ પેટમાં સમુદ્રની જેમ ભરતી ઓટ છે. કયારેક કોઇકનાં પેટ ઉપર બરાબર નાભિ ઉપર કાન રાખીને સાંભળવામાં આવે તો બરાબર ભરતી ઓટનો અવાજ સાંભળવા મળશે. મગજ સંબંધી રોગો કે પાગલપણું પણ પુનમ અમાસ પ્રમાણે ઓછું વધારે જોવા મળશે. સૂર્ય હદયનું પ્રતીક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહનાં દુષિત થવાને કારણે હૃદયના રોગ થાય છે. વધારે ખરાબ થવાથી બાપાસ સર્જરીની પરિસ્થિતિ સર્જાય છે. લોગસ્સની આ ગાથાના જાપથી બાપાસ સર્જરી થતી અટકી ગઇ હોય તેવા મારી પાસે અનેક લોકોનાં અનુભવ છે. જેમને હદયની તકલીફ હોવાને કારણે સર્જરી નહોતી કરાવવી. તેઓએ કહ્યું કે કોઇ ઉપાય બતાવો, એમને આ ગાથાનાં જાપ આપવાથી વગર ઓપરેશને તેઓ સ્વસ્થ થઇ ગયા.
હદયને વિશાળ રાખો, ઉદાર રાખો. હદયનો એક ખૂણો જે ખાલી છે એમાં પરમાત્મા સિવાય કોઇની પ્રતીક્ષા ન કરો. ન કોઇ બીજા સાથે પ્રેમ કરો. હૃદય તો અખંડ દીપક છે . એમાં પ્રભુની જ્યોત જલવા દો. બસ એમનો પ્રેમ વહેવા દો. જગતના બધાં જ સંબંધો નશ્વર છે. અન્ય પ્રેમ સંબંધો કાચનાં વાસણ છે. થોડાક ભટકાતા જ ચૂરેચૂરા થઇ જશે. પ્રભુ પ્રેમ શાશ્વત છે. એમાં આપણું સ્વરૂપ પણ નિત્ય છે. શાશ્વત છે. આપણે સ્વયં ફકત પર્યાય જ છીએ એવું માનીને ચાલીએ છીએ, પરંતુ આ પર્યાયની અંદર એક શાશ્વત શુધ્ધ ચિસ્વરૂપ છે તેની અનુભૂતિ થવી એજ આપણા જીવનની સાર્થકતા છે.
આ સ્પષ્ટતા માટે આવો આચિત્ર જોઇએ. પ્રસ્તુત ચિત્ર આપણી વિચારધારા, આચારધારા અને ઉચ્ચતમ ભાવધારાની સમાધિદશાનું ચિત્ર છે. વિજ્ઞાન તો આખરે યંત્ર પ્રયોગ છે. એ આપણી સંપૂર્ણ નિરાવરણ આત્મ દશાનું ચિત્રણ તો નથી કરી.
[134]