________________
બધાં લોકો આશ્ચર્યની અનુભૂતિ કરવા લાગ્યાં. શબ્દોમાં ચેતના ભરવા લાગ્યાં. દેવયુગલે લોગસ્સ સૂત્રની ભેટ ચઢાવી સુધર્માસ્વામીને, જીનશાસનનાં અન્તર્યામી ને, પરમાત્મા મહાવીરનાં શાસનનાં સ્વામીને. આ લ્યો ભરત ક્ષેત્રનું આ અણમોલ નઝરાણું છે. પ્રભુ પ્રત્યેનાં પ્રેમનું ગીત છે. આ ગીત ગાવો અને પ્રભુનો પ્રેમ પામો. જેવું દેવ યુગલે સૂત્ર પ્રારંભ કર્યું સંપૂર્ણ વાતાવરણ આલોકમય બની ગયું. લોકમાં જ લોકાગ્રની અનુભૂતિ શરૂ થઇ. કર સંપુટની અંજલિ બની. ભાવાંજલિ સાથે અંજલિ ખૂલતી ગઇ. પ્રથમ ગાથા સંપન્ન થઇ. ગાથા બેની શરૂઆત થઇ. “ઉસંભ” શબ્દનાં ઉચ્ચાર સાથે જ દેવાંગનાની હથેળીમાંથી એક વિશેષ આકાર રેખા સ્વરૂપે વિશેષાકૃત બની આકાશ તરફપ્રસ્થિત બન્યો. બીજાનામોની સાથે પણ એવું જ બન્યું. સમજાય છે એ શું હતું.? એ હતું નામમંત્રથી ઉત્પન્ન અનાહત યંત્ર. અનાહત નાદમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે તે બ્રહ્માંડમાં પહોંચી એક વિશેષ આકાર લે છે. આ આકારમાં નામી પુરુષનાં પવિત્ર ચેતસિક પરમાણુઓનું આકર્ષણ હોય છે. આપણે એને એમ પણ કહી શકીએ કે પરમ પુરુષોની પવિત્રતાનું એકીકરણ, આકર્ષણ, સરંક્ષણ અને સમાયોજન જે પ્રવાહોમાં વહી એક ચોક્કસ આકારમાં સમાઇ જાય છે એને યંત્ર કહે છે. આ છે અનાહત યંત્ર. પરમાત્મા જ્યારે નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તેમની પ્રાણશકિત અહીં ધરતી પર રહી જાય છે પ્રભુના અધિષ્ઠાયક દેવ-દેવી આ પ્રાણઉર્જાનું આકલન કરે છે પ્રાણઉર્જા જ્યારે આકકિર્ષત થાય છે ત્યારે આકારમાં પરિણમે છે આ આકાર તે જ અનાહત યંત્ર. -~
ચોવીસ તીર્થકરો અનાહત યંત્રો જે આજે મળે છે એ આચાર્ય આનંદ8ષીજી મ.સા.નું અમૂલ્ય સંપાદન છે. આજે આપણ અપ્રાપ્ય થઇ રહ્યાં છે. પૂજ્ય શ્રીની છેલ્લી મુલાકાતમાં આની જીર્ણ પ્રતોને પોતાના હાથે જીર્ણોધ્ધાર માટે મને આપી અને એનું રહસ્ય બતાવ્યું. એને આજે આપણે સાધના સ્વરૂપે જોવાનું છે. એનું શું પરિણામ આવે છે? કે કેવો લાભ થાય છે? એ બધું નહીં પૂછતા. ક્ષુલ્લક ભૌતિક સુખ મેળવી લેવા માટે પોતાની બુધ્ધિ અનુસાર આનો દૂરુપયોગ ન કરવો એવું મારું આપ સહુને અગંત નમ્ર નિવેદન છે. પરિણામ હું શું તમને બતાવવાની? તમે જાતે જ તેનો અનુભવ કરશો. હવે આપણે આ સાધનાનાં રહસ્ય તરફ આગળ વધીએ છીએ. આ યંત્રો મંત્રો વાળા નથી પણ આ મહામંત્રમાં દુનિયાનાં બધાં જ મંત્ર-તંત્ર સમાવિષ્ટ થઇ જાય છે. બોલો તમને શું જોઇએ છે? હું હાજર છું. એવો ધ્વનિ એના રેખાંકનોમાંથી ઉભરતો આવે છે. પણ આ યંત્ર એમને બધું જ આપે છે જે સાધકને માટે આવશ્યક છે, પરંતુ એમને આ બધું મળે છે જેઓ એમ કહે છે કે મને કંઇજ નથી જોઇતું.
આપણે પહેલા સાડાત્રણ આવર્તનવાળી મંત્ર સાધનાને જોઇ ચૂક્યા છીએ. હવે આજે આપણે એજ નામ મંત્રોની જગ્યાએ એ અનાહતયંત્રોનું ધ્યાન કરવાનું છે. ”
(૧) સર્વપ્રથમ આપણે આ આકૃતિઓનો ગહન અભ્યાસ કરવો પડશે. આ અભ્યાસમાં ફક્ત આ રેખાચિત્રોને ઉર્જા દ્વારા વારંવાર મગજમાં અંકિત કરવાના છે.
[ 145]