________________
પોતાની પરંપરામાં વૃદ્ધિ વૈશાખ માસ, મોટાઇમાટે જ્યેષ્ઠ માસ અને કલ્યાણની ઇચ્છામાં અષાઢ માસ માનવામાં આવે છે. આ રીતે આત્મભાવોની વધ ઘટમાં નિજલોકની આ ગણત્રી છે.
સમુદ્રની બે વિશેષતા છે. વિશાળતા અને ગંભીરતા. ઊડાઇ વિશાળ નથી હોતી કેન્દ્રિત હોય છે. કેન્દ્રમાં સ્થિર હોય છે. કેન્દ્ર બિન્દુ થી શરૂ થઇ ફેલાવું એ વિશેષતા છે. તમે કેટલીય વાર જોયું હશે કે શાંત પાણીમાં કાંકરી નાખવાથી વર્તુળાકારે વલયો ફેલાય છે. તરંગોનાં માધ્યમથી વિસ્તાર પામે છે. આ પ્રયોગ અન્ય. જળ સ્થાનોમાં થાય છે. સમુદ્રમાં સહજ રીતે મોજા ઉછળતા હોય છે અને તે ભરતી ઓટ સ્વરૂપે વિસ્તરતા રહે છે. એ કારણે પરમાત્માને અહીંયા સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. સાગરની વિશાળતાની વિશેષતા રજુ નથી કરી, પરંતુ ગંભીરતા રજુ કરી છે. સાગરની વિશેષતા સાગરની ગંભીરતા છે. આપણી ચેતનાને. કેન્દ્રથી ઉપર લઇ જનારો મંત્ર છે. ગંભીરતાનો સ્પર્શ કરવાનો છે. સામાન્ય રીતે બધાં વિશાળતાનો પ્રયાસ કરે છે. લોગસ્સ સૂત્ર કહે છે ગંભીરતા પ્રગટ કરો. વિશાળતા એની મેળે બની જશે.
તમે કેટલીયે વાર કહેવતમાં સાંભળ્યું હશે કેગાગર માં સાગર ભરેલો છે. જ્યારે કોઇક નાનકડા સૂત્ર અથવા વિચારમાં ગંભીર અર્ય રજુ થાય છે. ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. આજે આપણે આ કહેવતને સાર્થક કરવાની છે. સફળ પ્રયોગ દ્વારા એનો ઉપયોગ કરવાનો છે. મેં જોયું છે કે તમારી બધાની પાસે અત્યંત ખૂબસૂરત ગાગરો છે. ભરેલી છે પણ નકામી વસ્તુઓથી, આત્મ વિકાસમાં બાધક ચિત્ત વૃતિઓથી એને કારણે આટલી સુંદર ગાગર માત્ર કચરા ટોપલી બની ગઇ છે. ગાગર છે આપણું મસ્તક, આપણું માથું, નમાવી દો અને પ્રભુ ચરણોમાં. બધો કચરો ઠલવાઇ જશે પરંતુ સાથે એ પણ યાદ રાખજો કે ભરીને પાછું ઉપર ઉઠાવવાનું પણ છે. સાગરવર ગંભીરા ને જ ભરી દો. આ પ્રયોગની સાર્થકતા એ જ છે કે સંપૂર્ણ સાગર અમારી ગાગરમાં સમાઇ જાય. ગભરાતા નહીં. એ ભરાશે કે નહીં એની ચિંતા પણ નહીં કરતા.
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાની ૨૪ વર્ષની ઉંમરે થયેલા ભાગવતનાં અનુભવની સરસ વાર્તા કહી છે. ૨૦૧ વચનામૃતમાં એમણે કહ્યું છે કે અત્યંત ભકિતભાવથી ભરેલી ગોપીઓ જ્યારે માખણ વેચવા નીકળે છે. ત્યારે શ્રીકૃષ્ણ ઘેલી ગોપીઓ માખણને બદલે માધવ લ્યો એમ બોલે છે. કોઇ માધવ લ્યો..! હો જી ! કોઇ માધવ લ્યો..! આનું અર્થ ઘટન કરતાં એમણે બહુ જ સારી રીતે સમજાવ્યું છે કે માખણથી ભરેલી ગાગરો માટે મૂકી ગોપીઓ માખણને બદલે માધવને શ્રીકૃષ્ણને વેચી રહી હતી. એમા બહુ ઉંડો અર્થ સમાયેલો છે.
[ 127]