________________
માનવ શરીરમાં ઇડા પીંગલા અને સુષુમ્ના દ્વારા આ વલયો બને છે અને ગતિ કરે છે. એમાં ભાવ પ્રમાણે આભાઓ નીકળે છે. આ આભાઓ પ્રગટ થઇને મંડળનું સ્વરૂપ લે છે. ત્યારે આપણે એને આભા મંડળ એટલે ઓરા કહીએ છીએ. વલયમાં રજુ થયેલા વર્તુળો નિરંતર ફરતા રહે છે. આપણા વિષય કષાય અનુસાર એમાં અલગ અલગ રંગ બને છે, જૈન દર્શનમાં આ રંગોને લેશ્યા ના નામે ઓળખવામાં આવે છે. શુક્લ ભાવોમાં શુધ્ધ દશામાં આ તરંગો રંગવિહિન બની જાય છે. જે પોતાનામાં શુક્લ હોવાને લીધે એને શુક્લ લેશ્યા નામ આપ્યું છે. વાસ્તવિક રૂપમાં વિષય કષાયો દ્વારા યોગ પ્રર્વતન થાય છે. ત્યારે તેમાં રંગો ઉપસી આવે છે. પ્રગટ થાય છે. આચારંગમાં એના માટે કહેવામાં આવ્યું છે.
જે ગુણે સે આવટ્ટે, જે આવટ્ટે સે ગુણે.
જે વિષય છે તે જ વલય છે. · વલય છે તેજ વિષય છે. જુઓ રજુ થયેલુ ચિત્ર વલયોથી ઘેરાયેલા વ્યક્તિને જુઓ. જોવાથી પાશ બંધન જેવું સ્પષ્ટ બને છે. આ આપણો મોહપાશ છે. જીવ પહેલા ભાવથી પછી કર્માણુ ભાવોથી બંધાતો રહે છે.
[130]