________________
સંભવનો જો સંભવ થાય તો આ સંસાર એની મેળે અસંભવ બની જાય. ગુરુ ગીતમાં સ્વામીએ સંભવ નામનું મંત્ર દાન કરી આપણી અધ્યાત્મ યાત્રાની સંભાવના પ્રગટ કરી છે. હે સંભવ નાથ ભગવાન! તમારી કૃપાથી મારી કર્મ મુક્તિ અને સિધ્ધ ગતિની સંભાવના સફળ થશે જ.
(૪) અભિનંદણ :- જેનો જન્મ થાય છે તેમને અભિનંદન મળે છે. અભિનંદન હૃદય થી થાય છે. હદય પાસેના આ ચક્રનું નામ અનાહત ચક્ર છે. અનાદિકાળથી નામ સ્મરણ ન કરવાને કારણે આપણે આહત થતા રહ્યાં છીએ. પીડિત થતાં રહ્યાં છીએ. હવે અનાહતમાં પરમતત્વનું અભિનંદન કરી અનંત આનંદને પ્રાપ્ત કરીએ. આત્મામાં અનંત જ્ઞાન દર્શન છે. આ ગુણો પરમાત્મામાં પ્રગટ થઇ ચૂક્યા હોય છે. આ ગુણો આપણામાં અપ્રગટ હોય છે. આજે આત્માનું પરમાત્મા સાથે અભિનંદન કરવાનું છે. આ અભિનંદન આપણા ગુણોનું અભિનંદન છે. હે પરમાત્મા! અભિનંદન કરવા યોગ્ય હૃદય સ્થાનમાં તમારું સ્વાગત કરીએ છીએ.મારી સમગ્રતા તમારું અભિનંદન કરે છે.
(૫) સુમધું :- પરમ તત્વનું અભિનંદન કરી યાત્રાની પ્રગતિ કરતા જ હૃદય થી કંઠ સુધી પહોંચીએ છીએ. નામ સ્મરણ થી સ્વર ઉત્થાનનું આ પ્રગટ સ્થાન છે. મતિ તો આપણે જન્મથી જ લેતા આવ્યાં છીએ પણ એમતિમાં સન્મતિ ક્યારે પ્રગટે? આપણને સુગતિ કયારે મળે? આ સ્થાનમાં જે ચક્ર છે તેનું નામ વિશુધ્ધિ ચક્ર છે. વિશુધ્ધિ ચક્રમાં મંત્રનું રટણ કરવાથી મતિ સન્મતિ બની જાય છે. મિથ્યાત્વથી ભરપુર ભ્રમણા યુકત મતિ વિશુધ્ધિ ચક્રમાં છે. આ મંત્ર સ્મરણથી મતિ વિશુધ્ધ થાય. છે અને મતિ સન્મતિ બને છે. હે પ્રભુ મને સન્મતિ આપ.
(૬) પઉમuહં:- આ મંત્રમાં પદ્મપ્રભ શબ્દ છે. પદ્મ અને પ્રભુ આ બે શબ્દોનું આમા સમીકરણ છે. પદ્મ અર્થાત્ કમળ અને પ્રભુ અર્થાત પ્રકાશ. પદ્મપ્રભુસ્વામી કમળની જેમ નિર્લેપ છે. હે પરમતત્વ!તમારું નામ સ્મરણ મારી કષાયથી અનુરંજિત કઠોરતા નો ક્ષય કરશે એવો મને વિશ્વાસ છે. કર્મ, મળ અને આસકિતથી લેપિતા મારામાં નિર્લેપભાવ પ્રગટ થશે. પ્રભુ! હું આ ભવજળ સંસારમાં અલિપ્ત રહી શકું એવો મારા પર અનુગ્રહ કરો. હું નિરંતર અંધકારમાં ભટકી રહ્યો છું. તમે મને પ્રભ અર્થાત પ્રકાશ આપો, ઉજાસ આપો.
આપણાં આજ્ઞા ચક્રમાં કમળ છે. પરમાત્મા પદ્મપ્રભુસ્વામીને પ્રણામ કરી આજે એમને આમંત્રિત કરીએ છીએ. અહીં પ્રતિષ્ઠિત કરીએ અને આજ્ઞાકિંત બનીને વિનંતિ કરીએ કે તમે મને મંગલમય જીવન જીવવા માટે આજ્ઞા આપો. અમારું આજ્ઞા કમળ તમને અર્પણ કરું છું, તમારી આજ્ઞા જ અમારી પ્રજ્ઞાનું ઉદ્ઘાટન કરશે. અમારા જીવન રૂપી પદ્મકમળમાં પ્રઘનાથની પ્રભા પ્રકાશ પાથરશે. (૭) સુપાસ:- પાર્થ અર્થાત બાજુ, વિભાગ. આજ્ઞા ચક્રથી સહસ્ત્રારની યાત્રા
[63].