________________
તટ પર ઉભેલા શિષ્યને પ્રભુ કહે છે વત્સ ! આટલો મોટો સમુદ્ર તો તારો પાર થઇ ગયો તેમ છતાં રેતીનાં તટ પર તું શા માટે ઉભો છે? અભિતુર હવે ઝડપથી આ પાર કરી લે. એમા ક્ષણ માત્રનો પણ વિલંબ નહીં કર.
ગ:
મઃ
૫:
“પ” પવિત્રતાનો સૂચક છે તે કહે છે પવિત્ર બની ને પરમનો સંદેશ સ્વીકાર કર. આવો મોકો ક્યારે મળશે ? અહીં પણ જો તું સાવચેત નહીં બને તો પાછું પરિભ્રમણ કરવું પડશે. આત્મા સાથે પરમ સ્વરૂપનું જોડાઇ જવું પરમાત્મા છે. પવિત્રતાજપરમતત્વ પરમાત્મા સાથે આપણને જોડે છે. “પરમાત્મા સાથે જોડાઇને સ્વયંનાં સ્વરૂપને સમજી લેવું એ ધર્મ છે”. સ્વ એટલ સ્વરૂપમાં આવવું નિજરૂપમાં આવવું. પર સાથેનાં સબંધોથી મુકત થવું એ છે. આ પ્રયત્ન રૂપે તું સદગુરુનાં આદેશ, ઉપદેશ અને અનુગ્રહને મેળવી સન્માર્ગે ચાલવાનાં ધર્મનો સ્વીકાર કર.
નિઃ- “નિ” સ્વર નિર્વાણનું પ્રતીક છે. ધર્મનું કામ નિર્વાણ પ્રગ્રંટ કરવાનું છે. નિર્વાણનિ:શ્રેયસ છે. નિરાગી, નિરોગી અને વિતરાગ સ્વરૂપની પ્રાપ્તિની અનુભુતિ ધર્મ છે, અને અભિવ્યક્તિ નિર્વાણ છે.
ધઃ
રેતી ઉપર સાવચેતીનાં શબ્દો સાંભળતા જ ઉંચે નજર નાખી તો ગગન દેખાણું. ગગન મંડળની સાથે સાથે જોડાયેલા ગ્રહ, નક્ષત્ર અને તારા વાળી આકાશ ગંગામાં વિચરણ કરવાનું મન થાય છે. પરમ પવિત્ર સ્વરૂપને યાદ કરી અને કહીએ કે હવે અમારો પંથ પ્રકાશમય બનાવો, અમને માર્ગદર્શન આપો. પરમાત્માને કરેલી પ્રાર્થના સફળ કરીએ છીએ. ગણધર અને પરમાત્મા જીવન યાત્રાનો સંદેશ રજુ કરે છે. ગ થી જોડાય છે ગગન અને ગણધર જેને સામાન્ય વ્યવહારમાં ગણેશ કહેવામાં આવે છે. ગણ ને ધારણ કરવાથી ગણધર અને ગણોના ઇશ (ભગવાન) હોવાને કારણે સ્વામી ગણેશ છે. એ સંદેશ આપે છે. જીવનનું માર્ગદર્શન આપે છે. ગુરુ ગૌતમસ્વામી કહે છે, મનુષ્ય હોવા છતાં તું લાચાર કે પામર કેમ છો? બહું જ મુશ્કેલીથી તને આ જન્મ મળ્યો છે, એને નકામો ન વેડફ, મમત્વમાં તો કેટલાયે જન્મો વ્યતીત કર્યા, હવે સમ્યક્ત્વનો સ્વીકાર કર. સ્વભાવમાં
આવી જા, “મ” મનુષ્ય જન્મનો સ્વીકાર છે. સત્કાર છે. “મ” મમત્વમાંથી છુટકારો અને મનુષ્ય ભવની સાર્થકતાની નિશાની છે. “મ”મહાવીરનું વીરત્વપ્રગટ કરે છે.
211
સપ્ત સ્વર પછી એક અંતિમ સર્વોચ્ચ સ્વર પાછો “સા” આવે છે. સાગરનાં “સા” થી શરૂઆત કરી નિર્વાણ સુધી પહોંચવાના પ્રયાસનો સાક્ષાત્કાર કર. જે નથી દેખાતું એને જોવું તે સાક્ષાત્કાર છે. જે હોવા છતાં પ્રત્યક્ષ નથી
[50]