Book Title: Lalit Vistara Author(s): Bhadrankarsuri, Vikramsenvijay Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra View full book textPage 6
________________ લિત-વિસ્તરા - છ હરિભદ્રસારિરચિત. A-૩) (5 પ્રકાશકીય..) પંડિતોની પીપાસા... તાર્કિકોની તૃષા.. દાર્શનિકોની દિવ્યાતુરતા... પરિપૂર્ણ કરતો ઘણા જ સમયથી જેની રાહ જોવાતી હતી એવા એક અપૂર્વ... અનુપમ. અમૂલ્ય ગ્રંથરત્નને પ્રકાશિત કરતાં ગૌરવતાની અનુભૂતિ કરીએ છીએ. આજે જ્યારે ગીર્વાણગીરાનું અધ્યયન-અધ્યાપન, પઠન-પાઠન દોહીલું નહીં, અતિદોહીલું બનતું જાય છે અને સામાન્ય સંસ્કૃત ભાષાના ચરિત્રો-ગ્રંથો પણ વાંચવા મુશ્કેલ થઈ રહ્યા છે. ત્યારે તાર્કિક-ન્યાયિક અને દાર્શનિક ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન તો કેટલું કષ્ટસાધ્ય બને છે. બાલજીવો ગ્રંથનો ભાવ સમજી શકે તે માટે જ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પૂજ્યશ્રી એ ૩૫ વર્ષ પહેલા પ્રકાશન કરેલ તે જ રીપ્રીન્ટ કરવા ઉત્સાહી બન્યા છે. ઘણા પૂ. સાધુ-સાધ્વી ભગવંતોની માંગને ધ્યાનમાં લઈ પૂ.સ્વ.આ.વીરસેનસૂરિની પ્રેરણા દ્વારા જ ગ્રંથ પ્રકાશન થઈ રહ્યો છે. કોક સર્જક પ્રતિભા જ આવું અનુપમ અને શકવર્તી સ્વર્ણિમ કાર્ય કરવા પ્રેરિત થાય છે. મનીષી મૂર્ધન્ય... વિપ્લવરેણ્ય... ગીર્વાણગીરામાં વિવરણકારરૂપે વિખ્યાતિને વરેલા... અલ્પાવધિમાં ચાર-ચાર દાર્શનિક-ન્યાયિક ગ્રંથરત્નો પર ટીકા રચી સંસ્કૃતના લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષર સ્વરૂપે સંસ્તવના સ્તરે છે. એવા પૂ. આ. શ્રી કર્ણાટકકેસરી ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. લલિતવિસ્તરા ગ્રંથ અને તેની પંજિકા ઉપર વિશદ-વિસ્તૃત ગુજરાતી અનુવાદ કર્યો છે. ગહન ગંભીર અને ગુઢાર્થોથી ભરેલી યાકિનીમહત્તરાસુનુ, કારુણ્યમંડિત પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. ચૈત્યવંદન સૂત્રોના રહસ્યને પ્રગટ કરનાર, યથાર્થ પરમેશ્વર્યની ઓળખાણ કરાવતી ન્યાય-તર્કથી ભરપૂર વ્યાખ્યાઓ વિરચિત કરી તેના પર ગીતાર્થશિરોમણી પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજીમ.સા. ગુઢાર્થને સ્પષ્ટ કરતી અતિસંક્ષિપ્ત પંજિકા રચી. (પંજિકા પદભંજિકા)પરંતુ કઠીણ, જટીલ વ્યાખ્યાઓ વાંચવી વિધ્વાન્ વર્ગને કષ્ટ સાધ્ય લાગ્યું. અનેક વિધ્વાનોની ઈચ્છા અને ભાવના હતી કે આવા ગંભીર ગ્રંથરત્નનો ગુજરાતી અનુવાદ કરવો. પરોપકારપરાયણ પૂજ્યશ્રીએ એકલે હાથે જ તાર્કિક ગ્રંથ લલિતવિસ્તરા મૂલ અને પંજિકા પર અદ્ભુતઅનુપમ સર્જન કર્યુ. અવશ્ય આ ગુજરાતી અનુવાદથી વિધ્વાન વર્ગને તથા બાલજીવોને એક સગ્રંથરત્નની પ્રાપ્તિ થશે, તથા અભ્યાસુવર્ગને એક રહસ્યોદ્ઘાટન ગ્રંથ ઉપલબ્ધ થશે. આવા ભવ્ય ગ્રંથરત્નનું સર્જન કરી વિધ્વાન જગતમાં એક અપૂર્વ સાહિત્યનિધિ પ્રદાન કરવા આપની પરોપકારિતાની પ્રશસ્તિ રચવા શબ્દો પણ વામણા લાગે છે. જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. ગાજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ ટા,Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 518