Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 389
________________ તીર્થસ્થાપન બાદ ] ૧૮૧ “જગતમાં જે કાંઈ છે તે પુરૂષ જ છે. બીજું કશું નથી. એવો કર્યો. અને આથી તમે એવા નિર્ણય પર આવ્યા કે “કમ છે જ નહિ.” પણ ઉંડા ઉતરશો તે સમજાશે કે આ વાક્ય આત્માની સ્તુતિ કરનારું છે, નહિં કે આત્મા સિવાય સર્વ વસ્તુને નિષેધ કરનાર છે. વેદમાં કેટલાંક વાકય વિધિને પ્રતિપાદન કરનારાં, કેટલાંક એકની એકજ વાતને ફરી જણાવનારાં અને કેટલાંક સ્તુતિ કરનારાં છે. રાજા વામના કૂવાત' આ વિધિને જણાવનારું વાકય છે કેમકે જેને સ્વર્ગની ઈચ્છા હોય તેણે અગ્નિહોત્ર કરે. “જ્ઞાશ માતા સંવર” આ વાક્ય સંવત્સર એટલે શું? તેને અનુવાદ કરનાર છે. તેમજ “ વિષ્ણુ રથ વિષ્ણુ વિજુ પર્વતમત” આ વાકય વિષણુની સ્તુતિ કરનાર છે તેમ પર એ વાકય આત્માની સ્તુતિ કરનાર છે નહિ કે કમનો નિષેધ કરનાર છે. આમ આ વેદ વાકયને ઘટાવવામાં આવશે તે શંકાનુ કારણ નહિ રહે આ જગતમાં એકી સાથે જોડલે જન્મનાર ભાઈઓ એકજ માતાપિતાને ત્યાં સરખી સામગ્રીમાં ઉછર્યા છતાં એક બુદ્ધિશાળી અને એક નિબુદ્ધિ, જગતમાં કઈ ધનવાન અને કઈ નિર્ધન, કેઈ સશક્ત તે કઈ અશક્ત. આમ વિવિધ ફેરફાર કર્યા સિવાય ચેડા જ ઘટે છે? બીજું આત્મા અરૂપી છે અને કર્મ રૂપી છે. માટે કર્મને અનુગ્રહ ઉપઘાત આત્માને ન થઈ શકે તેવી શંકા લાવવાનું પણ કારણ નથી કારણ કે મદિરા અને બ્રાહ્મી જેવા રૂપી પદાર્થો અરૂપી બુદ્ધિને અનુગ્રહ અને ઉપઘાત કરે જ છે.” અગ્નિભૂતિને સંશય નાશ પામ્યો અને તેમણે પાંચસો શિષ્યો સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી. તૃતીય ગણધર શ્રી વાયુભૂતિ. ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિની દીક્ષાના સમાચાર શહેરમાં પ્રસરતાં વાયુભૂતિ વિગેરેનો ગર્વ આપે આપ ઉતરી ગયે. તેઓએ માની લીધું કે “પ્રબળ શકિત સંપન્ન આ બે બાંધવે જેના શિષ્ય થયા તેના શિષ્ય અમારે પણ થવું અને શંકાનું સમાધાન મેળવી લેવું.' વાયુભૂતિ ભગવાન પાસે આવ્યા. અને ભગવાને કહ્યું કે “તમને વેદમાં વિજ્ઞાનન” અને “ ર ઝખ્ય ? આ પદથી એવી શકા થઈ કે “એક વેદપદ પાંચ મહાભૂત શરીરથી આત્મા જુદા નથી તેમ કહે છે અને જયારે બીજું વેદપદ સત્યથી આભા મળી શકે છે તેમ જણાવે છે આથી તમને આત્મા છે કે નહિ? આ જાતની શંકા થઈ છે. પણ તે વાયુભૂતિ! બરાબર વિચાર કરશે તે હુ સુખી, હું દુખી વિગેરેમાં હુ શબ્દથી સંબંધિત થનાર તે શરીર નહિ પણ આત્મા છે. તેમજ કીડી પશુ, પંખી સૌ કે સુખ ઝંખે છે અને દુખથી અટકે છે. આ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમા સંચાલિત રહેનાર તે આત્મા છે અને તે શરીરથી જુદો છે ” ભગવાનની યુકિત ચુકત વાણી સાંભળી વાયુભૂતિ સદેહ રહિત બન્યા અને પાંચસો શિષ્યો સાથે ભગવાનના શિષ્ય થયા. આ પછી તે એક પછી એક બ્રાહ્મણો આવતા ગયા અને શંકાનું સમાધાન મેળવી ભગવાનને ચરણે પોતાનું જીવન ધરી ભગવાનના શિષ્ય થયા. ૨૩


Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434