Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 426
________________ ૨૨૦ [[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ટv w wwwwwwwww V^ એકત્રીસમું વર્ષ. અંબેડ પરિવાજ અને સુલસા શ્રાવિકા, વાણિજ્યગ્રામના ચાતુર્માસ બાદ સાકેત, શ્રાવસ્તી આદિ નગરામાં ઉપદેશ આપી ભગવાન કાંખિલ્યનગરની બહાર સહસ્સામ્રવનમાં પધાર્યા. કપિલ્યપુરમાં સાતસે શિષ્યના પરિવારવાળે અંબડ પરિવ્રાજક રહેતે હતે. આ પરિવ્રાજક જૈનધર્મને ઉપાસક હતો. છતાં તેને વેષ પરિવ્રાજક હતા અને કેટલેક આચાર પણ પરિવ્રાજકને પાળતો હતે. ભગવાન કાંપત્યપુરમાં પધાર્યા ત્યારે અંબઇ ભગવાનને વાંદી સ્તુતિ કરી દેશના સાંભળવા બેઠા. ભગવાનની દેશના પૂર્ણ થયા બાદ અંબડ આકાશમાર્ગ ઉડી રાજગૃહી જવા તૈયાર થશે ત્યારે ભગવાને કહ્યું “ રાજગૃહીમાં સુલસા શ્રાવિકાને અમારા “ધર્મલાભ” કહેજો.” અંબડ રાજગૃહી પહોંચ્યો. તેને સુલસાની પરીક્ષા કરવાનું મન થયું. અંબડે તાપસવેછે તેને ત્યાં ભિક્ષા માગી. સુલસાએ ભિક્ષા ન આપી. આ પછી આંબડે રાજગહીની બહાર બ્રાનું રૂપ વિકુવ્યું. સમગ્ર લોક બ્રહ્મા આવ્યા છે એમ કહી દર્શને ઉલટટ્ય. સુલસા ન જ આવી. બીજે દિવસે શંખ, ચક્ર, ગદા અને ખગને ધારણ કરનાર સાક્ષાત્ વિષ્ણુનું રૂપ વિકવ્યું. સૌ કે “રાધેશ્યામ” કરતા ત્યાં દેડી આવ્યા. પણ સુલસા ન જ આવી. ત્રીજે દિવસે પશ્ચિમ દરવાજે વૃષભવાહન શંકરનું રૂપ વિકવ્યું. શંકરભક્તો અને જનતા દર્શ નાર્થે ઉલટી, અલસા અહિં પણ ન આવી. ચોથે દિવસે લેકેએ આવી સુલસાને કહ્યું “ઉત્તર દરવાજે “વિશ્વસ્વામિ ”નામના પચીસમા જિનેશ્વર પધાર્યા છે. દેએ સમવસરણ રચ્યું છે. બારે વર્ષદા એકઠી થઈ છે.” સુલસાએ લોકોને કહ્યું “પચીસમા તીર્થકર સંભવેજ નહિ કઈ પાખંડીએ પાખંડ આરંભ્ય લાગે છે. અંબડ સુલસાનું નિશ્ચળપણુ દેખી ચકિત બન્યું. તે સુલતાને ઘેર આવ્યું અને કહેવા લાગ્યું “સુલસા ! તું ભાગ્યશાળી અને ધન્ય છે. મહાવીર જેવા પરમતારક ભગ વને મારી દ્વારા તને ધર્મલાભ કહેવરાવ્યા. મને તારી શ્રદ્ધાની પરીક્ષા કરવાનું મન થયું. મેં બ્રહ્મા, વિષ્ણુ અને તીર્થકરના રૂપ વિકવ્ય પણ તું અડગ રહી.” અંબડ સુલતા મહાસતીને નમ્યું. અને તેની ક્ષમા માગી વિદાય થયો. આ પછી ભગવાન ફરતા ફરતા વૈશાલી આવ્યા અને ત્યાં એકવીસમું ચાતુર્માસ કર્યું, બત્રીસમું વર્ષ. ગાંગેયમુનિ. - વૈશાલીના ચાતુર્માસ બાદ વિહાર કરતા ભગવાન વાણિજ્યગ્રામના દૂતીપલાસ ચૈત્યમાં પધાર્યા. અહિં પાર્શ્વનાથ સંસાનીય ગાંગેયમુનિએ ભગવાનને નરક વિગેરેના અનેક પ્રશ્નો

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434