Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 424
________________ ૨૧૮ [ લઘુ વિષ િશલાકા પુરુષ ગોશાળાના મૃત્યુબાદ શિષ્યવર્ગ મુંઝા. એક બાજુ ગુરૂની સાથે વચનથી બંધાએલ . હતા. બીજી બાજુ ગુરૂના કહ્યા પ્રમાણે કરવાથી પિતાની અને આજીવક મતની અપભ્રાજના હતી. તેમણે ઉપાય શોધી કાઢ્યો. ગોશાળાના મૃત્યુસ્થળવાળી કુંભારણની શાળાને શ્રાવસ્તી કપી. તેમાં શેરીઓ અને બજારો કલપ્યા. ગુરૂના કહ્યા મુજબની ઉઘોષણ બંધ બારણે કરી અને ત્યાર પછી ગોશાળાનું શબ ઉપાસકોને આપ્યું. તેમણે ત્રદ્ધિ સિદ્ધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો અને ઉચ્ચાર્યું કે “અમારે અંતિમ તીર્થંકર ગોશાળક નિર્વાણ પામ્યા છે.” ગૌશાળાના મૃત્યુ બાદ ભગવાન શ્રાવસ્તીથી વિહાર કરી મેંઢિચગ્રામની બહાર સાલિ કેક ચૈત્યમાં પધાર્યા. ગશાળે મુકેલ તેલેશ્યાની અસર તત્કાળ તે ન થઈ. પણ પછીથી ભગવાનને રકતઅતિસાર અને પિત્તજવર થવાથી તેમનું શરીર કૃશ થયું. લોકેમાં એ પ્રવાદ શરૂ થયો કે ગશાળ સાત દિવસે મૃત્યુ પામ્ય અને શ્રમણ ભગવાનને છ મહિના થતાં કેણું જાણે શું એ થશે? જુઓને તેમનું શરીર દિવસે દિવસે કૃશ થાય છે. ગોશાળાની વાણું સત્ય પહશે કે શું ? આ લોક પ્રવાદ તપશ્ચર્યા કરનાર સિંહ અણુગારને કાને પડશે. તે આ વાણી સાંભળી રડી પડયા. અને ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહેવા લાગ્યા “ ભગવાન! આનો શુ કોઈ પ્રતિકાર નહિ હોય?” ભગવાને કહ્યું “તું રેવતી શ્રાવિકાને ત્યાં જા. અને તેને ત્યાં મારા માટે પકાવેલ કહોળાપાક નહિ લાવતાં બીજેરા પાક લઈ આવ.” સિંહ અણગાર રેવતી શ્રાવિકાને ત્યાં ગયા અને બીજોરા પાક લઈ આવ્યા. આ બીજોરા પાકઔષધ આહારમિશ્રિત આગવાથી ભગવાનને રાગ ગયો. સિંહ અણુગાર, શમણુસંઘ ! અને સો સ્વસ્થ ચિત્તવાળા થયા. આ પછી મેંઢિયગામથી વિહાર કરી ભગવાન મિથિલા પધાર્યા અને સત્તાવીસમું ચમારું ત્યાં પૂર્ણ કર્યું. અઠયાવીસમું વર્ષ. કેશીગૌતમસંવાદ, શિવરાજર્ષિ વિગેરે. મિથિલામાં ચાતુર્માસ કર્યા બાદ ભગવાન પશ્ચિમ તરફના દેશોમાં વિચરતા વિચરતા શ્રાવસ્તી પધાર્યા. અહિં કશી અને ગૌતમ ગણધરની ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત, સલક અને અચેલક સંબંધી ચર્ચા થઈ. જે સંવાદ ઉત્તરાધ્યયનસૂત્રના તેવીસમા અધ્યયનમાં આપવામાં આવેલ છે. શ્રાવસ્તી પછી ભગવાન અહિ છત્રા અને ત્યારપછી હસ્તિનાપુરના સહસ્સામ્રવનમાં પધાર્યા. હસ્તિનાપુર નગરમાં શિવરાજા અને ધારિણી નામે રાણી હતાંતેમને શિવભદ્ર નામે પુત્ર હતું. શિવરાજાએ પુત્રને રાજય સેપી તાપસ દીક્ષા લીધી. તાપસપથામાં ઉગ્ર તપશ્ચર્યા કરવાથી સાત દ્વિીપ સમુદ્રનું અવધિજ્ઞાન થયું. અને તેથી શિવરાજર્ષિ સાત દ્વીપ સમુદ્ર છે તેમ કહેવા લાગ્યા. ભગવાન હસ્તિનાપુર પધાર્યા. ત્યારે શિવરાજર્ષિ

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434