Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah
View full book text
________________
તીર્થસ્થાપન બાદ ]
૨૨૫ સાદ વરસશે. પશુ પંખી અને વનસ્પતિઓનો નાશ થશે. પૃથ્વી અંગારાની માફક ધગધગશે. માણસો સ્વાર્થી, નિર્લજજ, કપટી, બેડોળ અને સત્વહીન થશે. ધર્મભ્રષ્ટતા વ્યાપશે. વિષય વાસનાઓ વધશે. જીવે માંસાહારી બનશે. ગામો મસાન તત્ય અને નગરે ખેતલોક સરખાં થશે. રાજાઓ લોભી થશે. મનુષ્યોની તૃષ્ણ કોઈ દિવસ ઓલવાશે નહિ. જાડાં તેલ-માન-માયાના વ્યવહાર ચાલશે. આમ પાંચમા આરાના અંતે દુસહ આચાર્ય, ફગુશ્રી સાધ્વી, નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા એ ચારને ચતુર્વિધ સંઘ રહેશે. છેલ્લો રાજા વિમલવાહન અને છેલ્લે અમાત્ય સુમુખ થશે. આ પછી છઠ્ઠા આરાની શરૂઆતમાં લોકવ્યવસ્થા નાશ પામશે. ચારિત્ર ધર્મ જશે. રાજધર્મ જશે. માતા પુત્રાદિને યવહાર શરૂ થશે. પશુઓ અને મનુષ્ય માંસ ખાઈ ગુફામાં રહી જીવન પસાર કરશે. આમ એકવીશ હજાર વર્ષને પાંચમે આરો અને એક વીશ હજાર વર્ષને છોઆરે થશે. આ પછી ઉત્સર્પિણીની શરૂઆત થશે. તેમાં છઠ્ઠા આરા સરખો પહેલે આરો અને પાંચમા આરા સરખો બીજે આરે થશે. ત્યાર પછી ઉત્તરોત્તર રસકસ વધશે. આબાદીની વૃદ્ધિ થશે.
આમ ઉત્સર્પિણીના બે આરા પછી ત્રીજે આર બેસશે. તેના નેવ્યાશી પખવાડીયાં ગયા બાદ શતદ્વારનામના નગરમાં સંકુચિનામના સાતમાં કુલકરની રાણી ભદ્રાની કુક્ષિમાં શ્રેણિકને જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. અને તે ૧૫મનાભ નામે પ્રથમ તીર્થ કર થશે. પછી ૨ સુરદેવ, ૩ સુપાર્શ્વ, ૪ સ્વયંપ્રભ, ૫ સર્વાનુભૂતિ, ૬ દેવકૃત, છ ઉદય, ૮ પિઢાલ, ૯ પિટિલ, ૧૦ શતકીર્તિ, ૧૧ સુત્રત, ૧૨ અમમ, ૧૩ અકષાય, ૧૪ નિષ્ણુલાક, ૧૫ નિર્મમ, ૧૬ ચિત્રગુપ્ત, ૧૭ સમાધિ, ૧૮ સંવર, ૧૯ યશોધર, ૨૦ વિજય, ૨૧ મહુ, ૨૨ દેવ, ૨૩ અનંત, ૨૪ ભદ્રકૃત, નામે વીશ તીર્થંકર થશે. તથા આ અવસર્પિણી પડે તે ઉત્સર્પિણમાં બાર ચકવતિ, નવબલદેવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ મળી સડ શલાકા પુરુષ થશે.
આમ ભગવાને છેલ્લા વર્ષમાં નિન્ય પ્રવચનને ખૂબ ખૂબ પ્રચાર કર્યો. માસાના દિવસે પસાર થતાં છેવટે આસો વદ અમાવાસ્યા આવી. ભગવાને ગૌતમસ્વામીને નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા, અને ભગવાને અંતિમ ઉપદેશ આર. આ ઉપદેશમાં પૂણ્યફળ વિપાકના પંચાવન અધ્યયન, પાપફળ વિપાકનાં પંચાવન અધ્યયન અને કેઈના પુછયા વિના કહેવા ચોગ્ય બાબતેને જણાવનાર અપ્રશ્વવ્યાકરણરૂપ છત્રીસ અધ્યયન કહી છેલ્લે પ્રધાન અધ્યયન કહેવા માંડયું. આ વખતે અમાવાસ્યાની પાછલી રાત થઈ દેવાના આસન કંપ્યાં. ઇદ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. શકેન્દ્ર પ્રભુને પ્રણામ કરી કહ્યું “હે ભગવંત! આપ થોડુંક આયુષ્ય વધારે, કારણકે ભસ્મગ્રહ તમારા જન્મ નક્ષત્રમાં સંક્રમે તે તમારી દ્રષ્ટિથી તે નિષ્ફળ જાય અને એમ જ નહિ બને તે આપના તીર્થને બાધા થશે. દિવસે દિવસે સાધુઓનો સત્કાર ઓછો થશે.”

Page Navigation
1 ... 429 430 431 432 433 434