Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 432
________________ ૨૨૬ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ભગવાને જવાબ આપ્યો “ઇંદ્ર! આયુષ્ય વધારવાને કોઈ સમર્થ નથી. આ પછી ભગવાન સાડા છ માસ ન્યૂન ત્રીસ વર્ષ કેવળજ્ઞાન પર્યાય પાળી બાદર શુકલ, દેથાનના થા પાયામાં વતી પાંચ હુQાક્ષર કાળમાં નિર્વાણ પામ્યા. ભગવાનના નિર્વાણ વખતે હસ્તતરા નક્ષત્ર ચંદ્રસવત્સર, પ્રીતિવર્ધન માસ,નંદિવર્ધન પક્ષ, અશિષ દિવસ અને દેવાનદારાત્રિ હતી. ભગવાનની છેલ્લી પર્ષદામાં કાશી કેશલના રાજા તથા અઢાર ગણુ રાજાઓ હતા. ભાવ ઉોત જતાં રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત કર્યો અને ત્યારથી દીપાલિયર્વ પ્રવર્લ્ડ: દેવેએ ભગવાનના દેહને ચંદન કાષ્ઠની ચિતા રચી અગ્નિસંસ્કાર કર્યો. ઈદ્રો ભગવાનના અવશે લઈ ગયા. લેક ચિતાની ભસ્મ લઈ ગયા. અને ભગવાનના અગ્નિસંસ્કારના સ્થાને મેટે ખાડે પડે. દેએ ત્યાં રત્નમય સ્તૂપ ર. આમ શ્રમણ ભગવાન મહાવીરે ત્રીસ વર્ષ ગૃહસ્થપણામાં અને બેંતાલીસ વર્ષ વ્રત પર્યાયમાં એમ કુલ ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં નિર્વાણ પછી અઢી વર્ષે મહાવીર ભગવાનનું નિર્વાણ થયું. ૧, આ તરફ ગૌતમસ્વામિ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી પાછા ફરે છે તેવામાં તેમણે ભગવાનના નિર્વાણુના સમાચાર સાંભળ્યા. તેમને સખ્ત આઘાત લાગ્યું. તે ધીર, ગંભીર અને વૃદ્ધ હોવા છતાં બાળકની પેઠે રડતાં રડતાં બોલ્યા “હે ભગવન! જાણતાં છતાં એક દિવસ માટે મને જુદે પાડ. હું શું તમારા મોક્ષ સુખમાં ભાગ માગત કે તમારી પાછળ છેડે પકડી આવત. હે ભગવન! હું હવે ભદન્ત કહી કેને પ્રશ્નો પુછીશ. અને મને ગૌતમ કહી કેણ બેલાવશે. હે ભગવન! આપ વિના પરતીર્થિઓથી જગત ઘેરાશે. ડીવારે વિચારે ૫ લીધે. મારે રાગ એક પક્ષી છે. હું રાગી અને ભગવાન વિસગી છે, તે તર્યા અને હું અહિં રહ્યો. રાગ સંસારનો હેતુ છે. આમ વિચારધારા શુદ્ધ માર્ગે વળી. અને ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી તેમણે કેવળજ્ઞાન ઉપાર્યું. કેવળજ્ઞાન બાદ બારવર્ષ જગતમાં વિચરી ગૌતમસ્વામિએ કેને પ્રતિબોધ આપે. અને અંતે એક માસનું અણુર્ણ કરી સિદ્ધિ પદ પામ્યા. ગૌતમસ્વામિના મેક્ષે ગયા બાદ શાસનને સુધમવામીએ સંભાળ્યું. અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી જંબુસ્વામી શાસનની સંભાળ લઈ ભવ્ય જીને પ્રતિબધી મુકિતપદને પામ્યા. છે દેવાધિદેવ શ્રી મહાવીર ચરિત્ર સંપૂર્ણ. છે. દસમું પર્વ સંપૂર્ણ ;

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434