Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah
View full book text
________________
તીર્થં સ્થાપન માઇ]
૨૧૯
ભગવાન પાસે આવ્યા. ભગવાને અસખ્યદ્વીપસમુદ્રની વાત સમજાવી. શિવરાજષએ ભગવાન પાસે દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ર્ચર્યો કરી અંતે શિવગતિ મેળવી,
આ ઉપરાંત અહિં પાટ્ઠિલ નામના ધનિક પુત્રે ત્રીસ શ્રીઆના ત્યાગ કરી ભગવાન પાસે દીક્ષા લીધી. અને ઉગ્ર તપશ્ચર્યા ઠરી અનુત્તર દેવલેાકને મેળવ્યુ, આ પછી વૈશાલીનુ યુદ્ધ સમાપ્ત થએલું હાવાથી ભગવાન વાળુયગ્રામ પધાર્યાં અને અઢવાનીશમું ચાતુમાઁસ ત્યાં પૂર્ણ કર્યું.
ઓગણત્રીસમું વ
વાણિજ્ય ગામના ચાતુર્માસ ખાદ ભગવાન રાજગૃહ પધાર્યાં. અહિ આજીવક મતવાળા સાથે અનેક ચર્ચાઓ થઇ. અને આ વર્ષČમાં રાજગૃહની પાસે આવેલ વિપુલ પર્વત ઉપર અનેક શિષ્યાએ અણુસણુ કર્યું. ભગવાને એગણત્રીશમું ચાતુર્માસ રાજગૃ હમાં કર્યું. ત્રીસમું વર્ષ.
શાલ-મહાશાલ, દશાણુ ભદ્ર અને સામિલ વિગેરે.
રાજગૃહ પછી વિહાર કરતા કરતા ભગવાન પૃચ્પામાં પધાર્યા. અહિના રાજા શાલ હતા અને યુવરાજ તેના નાના ભાઈ મહાશાલ હતા. બન્નેએ ભગવાનની દેશના સાંભળી અને વૈરાગ્ય પામ્યા. શાલે મહાશાલને કહ્યું · તું રાજ્ય સ્વીકાર. હું દીક્ષા લઉં.' મહાશાલે કહ્યું. મારે રાજ્ય નથી જોઈતું.’ અન્નેએ પોતાના ભાણેજ ગાંગલીને રાજ્ય સાંપી ભગવાન પાસે દીક્ષા લીધી.
:
આ પછીથી ભગવાન તથાણું દેશમાં પધાર્યાં. આ દેશના રાજા દશાણુભા હતા. તેણે ભગવાનનું આગમન સાંભળી પેાતાની સર્વ ઋદ્ધિ સિદ્ધિથી સામૈયું કર્યું અને મનમાં મલકાવા લાગ્યા કે ‘આવી ઋદ્ધિ સિદ્ધિ પૂર્વક પ્રથમ કોઈએ ભગવાનનું સ્વાગત કર્યું” હશે ખરૂં ?' ઈન્દ્રને દશા ભદ્રના ગવ ઉત્તારવાનુ મન થયુ. તે દેવઋદ્ધિ વિષુવી ભગવાન પાસે આવ્યો. દશા ભદ્રના ગવ ઉતરી ગયા. તેને પેાતાની સપત્તિ તુચ્છ જણાવા લાગી. તેણે રાજ્ય છેાડી ભગવાન પાસે દીક્ષા લીધી. ઇન્દ્રે ભગવાનને વાંદી દશાણુંભદ્રને વાંદ્યા. અને ખેલ્યો ' મહાત્મા ! તમારી અને મારી સરસાઈ ન હાય તમે તે સાધુપણુ સ્વીકારી દેવદેવેન્દ્ર વદ્ય અન્યા છે.
આ પછી ભગવાન વાણિજ્ય ગ્રામમાં પધાર્યાં. અને ત્યાં પેાતાને વિદ્વાન માનતા સામિલ બ્રાહ્મણ ભગવાન પાસે આવ્યે. તેણે ભગવાનને ‘ સલિયા' ભક્ષ્ય કે અભક્ષ્ય છે ?' વિગેરે પ્રશ્નો પુછ્યા. ભગવાને તેના ચેાગ્ય ઉત્તર આપી પ્રસન્ન કર્યો. તેણે ભગવાન પાસે શ્રાપણુ ગ્રહણુ કર્યુ. ( આ અધિકાર જ્ઞાતા અને ભગવતીમાં આવે છે.) ત્રીસમું ચાતુર્માસ ભગવાને વાણિજ્ય ગ્રામમાં પસાર કર્યુ.

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434