Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 403
________________ = તીર્થસ્થાપન બાદ ] ૧૯૫ એક વખત જમાલિ શ્રાવતી નગરીની બહાર ઉદ્યાનમાં ઉતર્યો. અને પ્રિયદર્શના કંકભારની શાળામાં ઉતરી. ટંકે પ્રિયદર્શનાને પ્રતિબોધ પમાડવા તેના વસ્ત્રમાં પ્રિયદર્શના ન જાણે તેવી રીતે તણખો નાખ્યો. વસ્ત્ર બળતાં પ્રિયદર્શના બોલી “બન્યુ ખર્યું કે કહ્યું “આર્યા! વસ્ત્ર તે સળગ્ય નથી. તમારે તે વસ્ત્ર બધુ બળી જાય પછી જ બલવું જોઈએ કે વસ્ત્ર બન્યુ. તમે બોલ્યાં તે તે ભગવાન મહાવીરનું વચન છે” પ્રિયદર્શનાની સાન ઠેકાણે આવી. તેણે જમાલિના મતને ત્યાગ કર્યો. તે ભગવાન પાસે ગઈ અને પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ ચારિત્ર પાળી દેવગતિએ ગઈ. જમાલિ છેવટ સુધી પિતાના મતમાં સ્થિર રહો. એટલું જ નહિ પણ તેણે તેને અનુસરનાર સારો વર્ગ જમાવ્યો. એક વખત ભગવાન મહાવીરને ગૌતમ સ્વામિએ પૂછયું “જમાલિ પંદર દિવસનું અણુસણું કરી મૃત્યુ પામ્યો છે. ભગવંત! માલિકઈ ગતિમાં ઉત્પન્ન થયો ? ભગવાને કહ્યું “ગૌતમ! જમાલિ કિલિબષિક દેવ થયો છે. અને ત્યાંથી કેટલાક ભવ કરી મુક્તિએ જશે. જે જીવ આચાર્યના કેવી હોય તે ગમે તેવા તપસ્વી કે ત્યાગી હોય તે પણ તેઓની ગતિ કિબિષિક દેવે કરતાં ઉંચી હોતી નથી. ભગવાને આ ચોમાસું વૈશાલીમાં કર્યું. જયંતી શ્રાવિકા અને મૃગાવતી પંદરમું વર્ષ. શ્રમણ ભગવાન મહાવીર કેવળજ્ઞાન થયા પહેલાં વત્સદેશમાં ગયા ત્યારે શતાનિક રાજા રાજય કરતો હતો. તે વાત આગળ પૃષ્ઠ ૧૭૪માં આવી ગઈ છે. કેવળજ્ઞાન બાદ ભગવાન વૈશાલીથી વિહાર કરતા કરતા કૌશામ્બી પધાર્યા ત્યારે શતાનિક મૃત્યુ પામ્યો હતો. અને તેને પુત્ર ઉદાયન બાલક હેતે સાકેતપુર નગરમાં સુરપ્રિય નામે યક્ષનું દેવમંદિર હતું આ ચક્ષ દર વર્ષે એક ચિત્રકારને ભાગ લેતે હતે. આથી રાજા દર વર્ષે એક ચિત્રકારને ચિઠ્ઠી મુજબ મોકલતે. એક વખત એક વૃદ્ધાના પુત્રને વારે આવ્યો. વૃદ્ધા ખુબ રડવા લાગી. રડતી વૃદ્ધાને તેને ત્યાં આવેલ એક મેમાન ચિત્રકારે તેના પુત્રને બદલે પોતે જવાનું કહી આશ્વાસન આપ્યું. મેમાન ચિત્રકાર યક્ષ મંદિરે ગયો તેણે વિધિપૂર્વક ચતું ચિત્ર દોર્યું. પણ પ્રસન્ન થયો અને તેણે વરદાનમાં ચિત્રકારોના અભયદાન ઉપરાંત તેને ઘરે લાગ જોઈને આખું ચિત્ર દોરવાનું વરદાન આપ્યું. • આ ચિત્રકારે મૃગાવતીને અંગુઠો દેખી આખું મૃગાવતીનું ચિત્ર દોર્યું. અને રાજા આગળ ધર્યું રાજાએ ચિત્રની પ્રશંસા કરી પણ સાથળ ઉપર ચિત્રમાં દોરેલ તલ * ભગવતી શતક ના, ઉ ૩૩

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434