Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 410
________________ ૨૦૨ [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ સર્યો. અહિ" પેાલ નામે રિવ્રાજક રહેતા હતા. તે ખૂબ તપ કરતા હતા. તેથી તેને બ્રહ્મદેવ લાક સુધીનુ અવધિજ્ઞાન થયું હતું. આથી તે લેાકાને કહેતા કે લેક આટલેજ છે.’ ગૌતમસ્વામિએ ભગવાનને પુછ્યુ કે ' પાગલ બ્રહ્મદેવલેાક સુધી દેવલેક કહે છે તેનું શું કારણુ ?' ભગવાને કહ્યું બ્રહ્મદેવલેાકથી આગળ અનુત્તર વિમાન સુધી દેવલેક છે અને તેની સ્થિતિ તેત્રીસ સાગરાપમની છે. પણ પાગલને પ્રદેવલેાક સુધીનુ અધિજ્ઞાન થયુ હોવાથી તે બ્રહ્મદેવલાક સુધી દેવલેાક છે તેમ કહે છે.' પાગ્ગલ આ વાત કીપણું સાંભળી ભગવાન પાસે આવ્યે. ભગવાને તેની શકા ટાળી. ખરી વસ્તુસ્થિતિ સમજાવી. આથી તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આલલિકાના વસવાટ દરમિયાન ચૂલ્લશતક નામના ગૃહસ્થે ભગવાન પાસે ખારવ્રત સ્વીકાર્યો. ચુલ્લશતક પાસે અઢાર ક્રોડ સાનૈયા અને છ ગાકુળ હતાં. આભિકાથી વિહાર કરી ભગવાન રાજગૃહી પધાર્યાં, અહિં મકાતિ, ક્રિમ, અર્જુન અને કાશ્યપ વિગેરેએ દીક્ષા લીધી. ભગવાને અઢારમુ ચામાસુ રાજગૃહીમાં પસાર કર્યુ. ઓગણીસમું વર્ષ, શ્રેણિકના પુત્રો તથા સ્ત્રીઓની દીક્ષા. આ વર્ષમાં ભગવાને ઘણાને દીક્ષા અને ઘણાને શ્રાવક વ્રત આપી ધમ માં સ્થિર, કર્યો. શ્રેણિકને ભગવાન અને તેમના શાસન ઉપર ખૂખ રૂચિ થઈ હતી, તેથી કાઇ પણ દીક્ષા લે તેમાં શ્રેણિક મુદ્દલ અંતરાય ન્હોતા કરતા. એટલુજ નહિ પણ તેમાં મદદનીશ ખની સહાય કરતા. આથી આ વર્ષમાં ભગવાન પાસે જાલિ, મયાલિ, ઉવચાલિ, પુરૂષસેન, વારિ જેણુ, દીર્ઘ દન્ત, લષ્ટઇન્ત, વેહલ, વેહાસ, અભય, દીર્ઘ સેન, મહાસેન, ગૂઢદન્ત, શુદ્ધાન્ત, હેલ્લ, ક્રુમ, કુંમસેન, મહાકુમસેન, સિદ્ધ, સિંહસેન, માસિંહસેન અને પૂર્ણ સેન વિગેરે શ્રેણિક રાજાના તેવીસ પુત્રોએ અને નન્દા, નમતી, નદાત્તરા, નંદસેશિયા, મહા, સમતા, મહામરૂતા, મરૂદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમના, અને ભૂતૠત્તા નામની શ્રેણિકની તેરે રાણીએ દીક્ષા લીધી. હાલિક. ભગવાન છદ્મસ્થ અવસ્થામાં વહાણુમાં બેસી નદી ઉતરતા હતા ત્યારે સુબૂદેવે પ્રભુને ઉપસ કર્યો હતા તે સુદખ્ખદેવ ત્યાંથી ચ્યવી ખેડુત થયા. ભગવાન ક્રુરતા ફરતા તે ખેડૂતના ગામે પધાર્યા. ગૌતમને ખેડૂતને પ્રતિબાધવા સાકલ્યા, પ્રતિબાધ કરી ખેડૂત મુનિને લઇ ગૌતમસ્વામિ ભગવાન પાસે આવ્યા. ત્યાં ભગવાનને જોઈ ખેડૂત ખાલ્યા આ પાખડી કાણુ છે ” ગૌતમસ્વામિએ કહ્યુ એ મારા ધર્મોચાય છે.’ ખેડૂત એલ્યે ‘એ તમારા ધર્માચાય હાય તેા લ્યો આ તમારી વેષ પાશ.' તે તુરન્તેહરણ ફેંકી દઈ ખેતરમાં જઈ હળ ખેડવા લાગ્યા. ગૌતમે ભગવાનને પૂછ્યું પ્રભુ ! આમ કેમ ?” ભગવાને

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434