Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 416
________________ [ લઇ ત્રિષષ્ટિ શલાકા પુષ્પ water wwwwwwwwww w wwwww અને તેમ છતાં નહિ મળે તે બ્રહ્મચારી જીવનથી સંતોષ માનીશ.” પિતાએ આખરે તે કાર્યની સિદ્ધિ માટે ભિક્ષાદાન આપવા માટે તેને રેકી. બાર વર્ષ બાદ આદ્રકુમાર મુનિ એજ ઘરે ભિક્ષા લેવા આવી ચડયા. બાલિકાએ પગના ચિન્હથી તેમને ઓળખ્યા. મુનિ તે આહાર લઈ ચાલી નીકળ્યા પણ બાળા પરિવાર સાથે તેમની પાછળ ગઈ. આદ્રકુમારને દેવતાનાં વચન સાંભળ્યાં અને ચારિત્ર પરિણામધી તેઓ ભગ્ન થયા. શ્રેષ્ઠિપુત્રી સાથે લગ્ન કરી ગૃહવાસ સ્વીકાર્યો અને તેમને એક પુત્ર થયો. પુત્ર ચાર પાંચ વર્ષને થતાં તેમણે દીક્ષા લેવાને પિતાનો નિર્ણય જાહેર કર્યો. ચતુર સ્ત્રી રેટીઓ કાંતવા માંડી. માતાને કાંતતી દેખી પુત્રે રૂછયું કે આ શું કરે છે? માતાએ જવાબ આપ્યો કે “તારા પિતા આપણને છોડી ચાલ્યા જાય છે. તું કમાઈ શકે તેમ નથી આથી કાતી હું તારું અને મારું ભરણુ પિષણ કરીશ.” બાળકે માતાના કાંતેલા સૂતરના દોર લઈ પિતાની આસપાસ વીંટયા અને બેલી ઉઠયો કે “હવે શી રીતે જશે આદ્રકુમારે જોયું કે તેની આસપાસ બાળકે સૂતરના બાર આંટા કર્યા છે. આથી બાર વર્ષ રહેવાનો નિશ્ચય કર્યો. બાર વર્ષ પુરાં થતાં ફરી દીક્ષા ગ્રહણ કરી મહાવીર ભગવંતની વાત સાભળી તેમની પાસે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં ગોશાળક અને શાક્ય મુનિઓ મળ્યા, તેમની સાથે તેમણે વાદ કરી તેમને નિરૂત્તર કર્યો. વચ્ચે તાપસીને પ્રતિબોધ કરી શિષ્ય બનાવ્યા. માર્ગે જતાં શ્રેણિક રાજાના માણસેએ હાથીને પકડી બાહ્યો હતો, તે આદ્રકુમારને જોતાં તુર્ત બંધન તોડી નાસી છુટયો. રાજાએ આદ્રકુમારને આનું કારણ પૂછયું, ત્યારે તેમણે જવાબ આપો કે કાચા સુતરના તાતણાએ બંધાએલ મને છુટ થએલો જેઈ હાથીએ પરાક્રમ કરી શેખલા તોડી નાંખી. કારણકે નેહબંધન રૂપ કાચા તાતણ તોડવા જેટલા કઠિન છે. તેટલી આ ખલા તેડવી કઠિન નથી. - ક છેવટે આદ્રકુમાર ભગવાન પાસે આવ્યા તેમણે ભગવાન પાસે દીક્ષા લીધી. લગવાને તેમને દીક્ષા આપી. તેમજ આદ્રકુમારપ્રતિબોધિત તાપસોને દીક્ષા આપી તેમના શિષ્ય સ્થાપ્યા. આ પછી આદ્રકુમારે છેવટે કલ્યાણ સાધ્યું. અભયકુમારની દીક્ષા. અભયકુમારને શ્રેણિક જ કહે કે હવે તું રાજ્ય રવીકાર.” અક્ષયકુમારે કહ્યું થાય છે શી ઉતાવળ છે?” એક વખત અભયકુમારે ભગવાનને પૂછયુ * ભગવંત! છેલ્લો રાજર્ષિ કેશુ?” ભગવાને જવાબ આપ્યો “ વીતશય નગરને ઉદાયને રાજા. આ જવાબ સાંભળી અભયકુમાર વિચારમગ્ન બન્યા. તે એણિક પાસે આવ્યું અને કહેવા લાગે “મારે રાજ્ય ન જોઈએ. કારણકે હવે રાજા થનારના નશીબમાં દીક્ષા લખાઈ નથી. હું રાજા બની ભવ હારી જવા માગતા નથી. હું તે ભગવાન પાસે જઈ દીક્ષા લઈશ.” રાજયકુમારે રાજાની સંમતિ મેળવી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી અને મૃત્યુ પામી અનાર વિમાને ગયે. ભગવાને ઓગણીસમું મારું રાજગૃહીમાં જ પસાર કર્યું -

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434