Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 406
________________ ૧૯૮ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ રત્નકંબળ લઈ આવવા કહ્યું. સેવક શેઠાણી પાસે ગયો. ત્યારે શેઠાણીએ કહ્યું મેં તે તે કંબળોનાં પગ લુંછણીયાં કરાવી પુત્રવધૂઓને ઍપ્યા છે.” સેવકે રાજાને આ વાત કહી. સજા શાલિભદ્રને મળવા આતુર થયો. તે તેને ઘેર આવ્યો. ભદ્રાએ રાજાને થે માળે બેસાડી અતિ આતિથ્ય કર્યું. ભદ્રાએ ઉપરને માથે બિરાજતા શાલિભદ્રને દાસી દ્વારા કહેવરાવ્યું કે. “ રાજા તને મળવા આપણું ઘેર પધાર્યા છે.” શાલિભદ્રે કહ્યું “તેને જે આપવું હોય તે આપી વિદાય કરે.” ભદ્રા જાતે ઉપર ગઈ અને સમજાવ્યું કે “તે તે આપણા માલિક છે. આપણે તેની પ્રજા છીએ.” શાલિભદ્ર નીચે આવ્યો. રાજાને નમ્યો. અને તુર્ત ઉપર ચાલ્યો ગયો. પણ તેના મનમાંથી “રાજા આપણે માલિક છે. તે વાત ન ગઈ. આ અરસામાં ધમષ મુનિ રાજગૃહીમાં સમવસર્યાં તેમની દેશના સાંભળી શાલિભદ્રને પરાધિનતાને દુર કરવાનું દીક્ષા એ સાચો માર્ગ છે.” તે સમજાવ્યું. તેણે માતાની અનુજ્ઞા માગી. માતાએ ખુબ આનાકાની બાદ એક એક દિવસે થોડી થોડી વસ્તુઓના ત્યાગ અને એક એક સ્ત્રીના ત્યાગમાં અનુમતિ આપી. આજ નગરમાં ધન્ય નામે બુદ્ધિશાળી શાહકાર વસતો હતો. તેને શાલિભદ્રની બેન સુભદ્રા આપી હતી. સુભદ્રાએ ભાઈના ત્યાગના સમાચાર સાંભળ્યા. એટલે તે રૂદન કરવા લાગી. ધ મશ્કરીથી કહ્યું છે આમ તે કાંઈ સાધુ થવાય, સાધુ થવું હોય તે એકી સાથે બધું છોડવું જોઈએ એ ગુસ્સામાં કહ્યું બોલવું સહેલું છે. પણ કરવું મુશ્કેલ છે. ધન્ટે કહ્યું “એમ! તો આજથી બધાને ત્યાગ.” એમ કહી તુર્ત ધન્ય શાલિભદ્ર પાસે આવ્યો. અને કહેવા લાગે “ચાલો આપણે બન્ને દીક્ષા લઈએ. બન્ને જણાએ તે અરસામાં પધારેલ ભગવાન મહાવીર પાસે જઈ દીક્ષા લીધી. ખૂબ તપ કર્યું અને વૈભારગિરિ ઉપર અણુસણ કરી મૃત્યુ પામી દેવલેકે ગયા. રાજગૃહીમાં આ ઉપરાંત ઘણુએ ચારિત્ર અને શ્રાવકવ્રતને સ્વીકાર કર્યો. ભગવાને સોળમું ચોમાસું રાજગૃહીમાં કર્યું. સત્તરમું વર્ષ, મહચંદ્ર ભગવાન રાજગૃહથી ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં દત્તરાજા અને રકતવતી દેવીના પુત્ર મહચંદ્ર ભગવાનની વાણી સાંભળી ભગવાન પાસે દીક્ષા લીધી. ભગવાન મહાવીરને બીજો શ્રાવક કામદેવ. આ નગરીમાં કામદેવ નામે બુદ્ધિશાળી કુલપતિ રહેતું હતું. તેને ભદ્રા નામે ભાર્થી હતી. તેણે છ કટિ વ્યાજમાં, છ કોટિ નિધાનમા અને છ કેટિ વ્યાપારમાં ધન રેર્યુ હતું. તેની પાસે છ ગોકુળ હતાં. ભગવાનને ચંપામાં પધારેલ જાણે કામદેવ તેમની દેશના સાંભળવા ગયો. દેશના સાંભળી વિરાગ્ય વાસિત બન્યા અને ભગવાન પાસે તેણે બાર વ્રતને સ્વીકાર કર્યો. કામદેવ શ્રાવક શ્રાવક ધમને સુંદર રીતે આરાધી મૃત્યુ પામી સૌધર્મ દેવકમાં દેવ થઈ ત્યાંથી ચાવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ . નિર્વાણુમંદને પામશે.

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434