Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 399
________________ તીર્થસ્થાપન બાદ 1 ૧૯૧ બેઠે. ભગવાને “માનવ ભવ, ધર્મ શ્રવણ, સાચી શ્રદ્ધા અને સંયમમાં વીર્ય, આ ચાર મહા દુર્લભ છે તે યુકિતયુકત સમજાવ્યું. સંયમવીર્ય ઉપર વ્યાખ્યા કરતાં ભગવાને સાધુધર્મ અને શ્રાવક ધર્મને વિસ્તૃત રીતે સમજાવ્યો. આ દેશનાથી અભયકુમાર, સુલસા, શ્રેણિક વિગેરેએ શ્રાવક વ્રતને સ્વીકાર કર્યો. મેઘકુમાર, નંદિણ વિગેરે સાધુધર્મથી ભાવિત બન્યા. મેઘકમારે લોકોના વેરાયા બાદ ભગવાનને કહ્યું “હે ભગવતી આપને ઉપદેશ અને ખુબ ગમે છે. હું તે સ્વીકારવા તત્પર બન્યો છું પણ માતાપિતાની આજ્ઞા મેળવી આપને જીવન સમર્પવા ઈચ્છું છું.' ભગવાને કહ્યું “દેવાનુપ્રિયા તને સુખ થાય તેમ કર અને સારી ભાવનામાં વિલંબ ન કર ” મેઘકુમાર રથમાં બેસી રાજ્યભવને આવ્યું અને માતાપિતાને કહેવા લાગ્યો મને ભરાવાનને ઉપદેશ સરસ ગમ્યો છે. અને મારી ઈચ્છા હરહમેશ સત્યાગી તેમની પાસે રહેવાની થઈ છે. ધારિણી આ વચન સાભળનાં પૃથ્વી ઉપર મૂછિત થઈ ઢળી પડી. ડી વારે મૂછ વળતાં આંખમાં આંસુ સાથે તે બોલી “ હે પુત્ર! તું મારે એકને એક પુત્ર છે. તારે વિગ હું ક્ષણભર પણ સહન કરી શકતી નથી. તારા મુખ સામુનિરખી અને તારૂં સુખ નિહાળી હું મારું જીવન પસાર કરું છું. તારે દીક્ષાનો વિચાર હોય તે પરિ પફવ ઉંમરને થાય અને અમારા મૃત્યુ બાદ સુખેથી તું દીક્ષા લેજે. મેઘકુમારે કહ્યું “ માતા ! આ માનવદેહ પાણીના પરપોટા જેવું છે. તે ક્યારે ફુટી જશે તેની કેને ખબર છે? આપણે બધામાંથી પહેલું કેણ જશે તે મને કે તેને કશી ખબર નથી. મૃત્યુ વૃદ્ધને જ વરે છે એવું કોઈ નથી. તે યુવાન અને બાળકને પણ અચાનકભરખે છે માતા! આ સંસારના ભેગે નાશક ત અને અગ્નિથી ભરેલા છે, મારૂં ચિત નથી રાજ્યમાં, નથી સ્ત્રીમાં કે નથી સ્નેહી કે સગા સંબંધમાં. મારી ઈચ્છા માત્ર આ મળેલ માનવ ભવને શ્રમણ ભગવાન મહાવીરની આજીવન સેવા કરી સફળ કરવાની છે. માતાએ કહ્યું “પુત્ર! ભગવાન મહાવીરના સંયમને પાળવે તે સહેલ નથી, લોઢાના ચણા ચાવવા જે તે દુષ્કર માર્ગ છે. ખુલ્લે પગે રખડવું, ટાઢ તડકે ન ગણવે, ઘેર ઘેર ફરી ફરીને ભિક્ષા માગવી, આ બધુ તારૂ સુકોમળ શરીર શી રીતે સહન કરશે?” મેઘકુમારે કહ્યું “માતા ! આપ તેની પીકર ન કરે. હું સંસાથ્થી દાઝ છું, મારે પરલોક સુધારે છે. અને ભગવંતના શાસનમાં હું વિશ્વાસવાળો છું, આથી હું ગમે તેવા ઘર ઉપસર્ગોને પણ સહન કરીશ. ધારિણીએ કહ્યું પુત્ર ! બીજું કાંઈ નહિ તે તું એક વખત રાજા બન અને તારી રાજ્યલક્ષમી દેખાડી બીજે જ દિવસે ભલે દીક્ષા લેજે. મેઘકુમાર મૌન રહ્યો. રાજાએ મહત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો. અને કહ્યું “હે પુત્રી તારે વિજય થાવ અને તું ચિરકાળ રાજ્ય ભગવ.” મેઘકુમારે રાજ્યારૂઢ થઈ સેવકને સે પ્રથમ આજ્ઞા એ કરી કે મારે માટે પાત્રો અને રજેહરણ લઈ આ શ્રેણિક અને ધારિણીએ જોયુ કે “મેઘકુમારનું દિલ કઈ રીતે સંયમ માગથી અટકે તેમ નથી. આથી કચવાતે દીલે તેમણે તેને દીક્ષાની અનુમતિ આપી અને મેઘકુમારે ભગવત પાસે દીક્ષા લીધી.

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434