Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 397
________________ તીર્થસ્થાપન બાદ 1 અ - - - - - સહજ પૂર્વભવને ઢેલ હેવાથી તે માનતે કે આ બધું કામ શ્રેણિકની આજ્ઞાથીજ ચેલણ કરે છે. સમય જતાં કેણિકના પદમાવતી નામે રાજપુત્રી સાથે લગ્ન થયાં. ચંડાલ પાસે શ્રેણિકનું વિદ્યા ગ્રહણુ-કુશંકથી અંતાપુર બાળવાની આજ્ઞા. ચેલ્લા ઉપર શ્રેણિકને ખૂબ પ્રેમ હતું, તેથી તેણે તેને માટે એક સ્તંભવાળ સુદર મહેલ બનાવરાવ્યું હતું. તે મહેલમાં સર્વ વાતુના ફળ કુલ આપનારો બગીચે પણ કરાવ્યું. રાજગૃહ નગરમાં એક વિદ્યાસિદ્ધ માતંગ રહેતું હતું. તેની સ્ત્રીને કેરીને દેહદ થયો. માતંગે કેરી મેળવવા ઘણા ફાંફાં માર્યા પણ ચેલણાના બગીચા સિવાય કયાય કેરી ન દેખાઈ તેણે અવનાભિની વિદ્યાથી ડાળે નમાવી કેરીઓ લીધી અને સ્ત્રીનો દેહદ પૂરે કર્યો. સવારે બગીચો ફળ રહિત દેખાયો. કેરીઓના ચોરનારને પકડવાનું કામ અલયકુમારને પાયુ અવાયકુમારે બુદ્ધિબળથી ચંડાળને પકડી રાજા આગળ હાજર કર્યો. રાજાએ કહ્યું “તે કઈ રીતે કેરીઓ ચોરી?” ચોરે કહ્યું “વિદ્યાબળથી અભયકુમાર તરફ ફરી રાજાએ કહ્યું “આ ચોરને પુરેપુરી શિક્ષા કરવી જોઈએ.” અભયકુમારે કહ્યું શિક્ષા કરતાં પહેલા તેની વિદ્યા શીખી લેવી જરૂરી છે.” રાજા સિંહાસન ઉપર બેસી વિદ્યા શિખવા લાગ્યો. પણ કેમે કરી વિદ્યા ન આવડી. અભયકુમારે કહ્યું “પિતાજી ! વિનય વિના વિદ્યા ન આવે.” રાજાએ માતંગને સિંહાસન ઉપર બેસાડયો અને પોતે સામે ઉભા રહી વિદ્યા શીખવા માંડી કે તુત આવડી. આ પછી અભયકુમારે કહ્યું પિતાજી! માતંગ તમારે વિદ્યાગુરૂ બન્યો. હવે તેને શિક્ષા ન થાય.” રાજાએ ચોરી નહિ કરવાનું જણાવી માતંગને છેડી મૂક્યો. એક વખત મધ્યરાત્રિએ ઉઘમાં ઝબકી ચેલણા બેલી “અત્યારે તેને કેમ હશે ? શ્રેણિકને ચેલણાના આ શબ્દો સાંભળી તેના શિયળ ઉપર શંકા આવી. મનમાં આ રેષ રાખી સવારે અભયકુમારને બેલાવી કહ્યું “મારા અંતઃપુરમાં બગાડ પડે છે. હું બહાર જાઉં કે તુર્ત તું સમગ્ર અંતાપુરને સળગાવી દે જે'શ્રેણિક ભગવાનની દેશના સાંભળવા ગયો. દેશનાબાદ તેણે ભગવંતને પૂછ્યું “ભગવાન ! ચેલસતી છે કે અસતી? અને સતી છે તે ઉંઘમાં તે તેને કેમ હશે? ” એમ કેમ બોલી ?” ભગવાને કહ્યું ચલણ સતી શિરોમણિ છે. તમે બન્નેએ ગઈ કાલે ખુલ્લા શરીરે કાયોત્સર્ગ સ્થિત મુનિને વાંધ્યા હતા. તે મુનિનુ આ ટાઢમાં શું થતું હશે? તે ભક્તિથી ચેલાએ કહ્યું કે તેને કેમ હશે?” શ્રેણિક પદામાથી ઉો અને નગરમાં આવતાં અભયકુમારને પૂછયું તે અંતઃપુર બાળ્યું કે કેમ?” તેણે કહ્યુ “આપની આજ્ઞા પ્રમાણ કરી છે. શ્રેણિક મૂચ્છ ખાઈ જમીન ઉપર પડયો. અને બોલ્યો “અવિચારી એવા મને ધિક્કાર હો અને વગર વિચાર્યું કાર્ય કરનાર તને પણ ધિક્કાર છે. અભયકુમારે કહ્યું “પિતાજી! મેં વગર વિચાર્યું કર્યું નથી. અતપુર સલામત છે. આ તે જીણું પર્ણકુટિ સળગે છે? શ્રેણિક આનંદ પામ્યો. ચેલ્લણને મળ્યો અને તેની સાથે સુખ મગ્ન બન્યો. ૨૬

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434