Book Title: Kavyanushasanam Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 3
________________ + વ્યપ્રવાશ, સાહિત્યર્વન, રસTધર જેવા આકર ગ્રંથોમાં કાવ્યનાં તમામ પાસાની છણાવટ થઈ છે. ધ્વનિસંપ્રદાયના સ્વીકારરૂપે આ ગ્રંથોમાં શબ્દ શક્તિવિચાર કરવામાં આવે છે. દાર્શનિક કક્ષાની આ દુરૂહ ચર્ચા નવ્યશૈલી ગણાય છે. વાભટ્ટનાં કાવ્યાનુશાસનમાં પ્રોવીન શૈતી હોવાનો મતલબ કેવળ એટલો જ છે કે એમાં શબ્દશક્તિની ચર્ચાને સ્થાન મળ્યું નથી. બાકી કાવ્યતત્ત્વનું સર્વાગીણ વિશ્લેષણ આમાં છે. બનારસની લોકપ્રિય બનેલી વ્યિાના સિરીઝમાં તેત્તાળીસમા ક્રમાંકે આ કાવ્યાનુશાસનની બીજી આવૃત્તિ છપાઈ હતી. તેનું પુનઃસંપાદન કરીને આ ગ્રંથને નવેસરથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. પુનઃસંપાદનમાં જે નવા ઉમેરા છે તે આ મુજબ. (૧) જૂની આવૃત્તિમાં આ ગ્રંથ ૬૮ પાનામાં પૂરો થઈ ગયો હતો. આ આવૃત્તિમાં ૧૬૪ પાનાં આ જ ગ્રંથે રોક્યા છે. આવું શી રીતે બન્યું ? (૨) જૂની આવૃત્તિમાં હસ્તલિખિત પ્રતની જેમ ગ્રંથ અને ઉદ્ધરણ સતત ચાલ્યાં કરતાં હતાં. આ આવૃત્તિમાં ઉદ્ધરણોને સ્વતંત્ર પેરેગ્રાફ મળ્યા છે. (૩) જૂની આવૃત્તિમાં ગ્રંથ અને ઉદ્ધરણના ટાઇપ એક સરખા હતા. આ આવૃત્તિમાં ઉદ્ધરણોને Bold ટાઇપમાં છાપ્યાં (૬) Page ૧૦૮થી ૧૧૯ પર શબ્દચિત્રની આકૃતિઓ મૂકી છે તે જૂની આવૃત્તિમાં સદંતર નથી. (૭) Page ૧૬૫થી ૧૭૪ સુધી ઉદ્ધરણોનો અકારાદિક્રમ છે જે જૂની આવૃત્તિમાં નથી. આ પુનઃસંપાદનમાં હજી આટલું ખૂટે છે. (૧) દરેક ઉદ્ધરણોનાં મૂળસ્થાનો શોધીને તેની નોંધ કરવી. (૨) ઉદ્ધરણોમાં આવતું પાઠાંતરણ સુધારી લેવું. દા.ત. વવત્ પુન્થળે ઉનન નિન નિતિ પ્રતપત: | આમાં નિન-ની જગ્યાએ શિવ હોવું જોઈએ. ભર્તુહરિના શબ્દો છે. (૩) ક્વચિત્ અશુદ્ધિ જોવા મળે છે તે હસ્તલિખિત પ્રતો દ્વારા સુધારવી. સમયાભાવે તે થઈ શક્યું નથી. છતાં જેટલું કામ થયું છે તે પણ આ ગ્રંથને વાંચવામાં ઉપયોગી બનશે. એક ગૃહસ્થ વ્યક્તિ આવો સુંદર ગ્રંથ બનાવે છે તે કેટલી મોટી વાત છે ? કાવ્યનો રસાસ્વાદ અને કાવ્યની રચના કરવામાં આ ગ્રંથનો અભ્યાસ ખૂબ ઉપકારક નીવડશે તે નક્કી. ચૈત્ર સુદ ૧૩ પ્રશમરતિવિજય વિ. સં. ૨૦૬૨ વલસાડ (૪) જૂની આવૃત્તિમાં મૂળ સૂત્રો સાથે સંખ્યાંક હતા નહીં. આ આવૃત્તિમાં અધ્યાય દીઠ સંખ્યાંક મૂક્યા છે. (૫) જૂની આવૃત્તિની છપાઈ આંખો માટે આકર્ષક કે આરામદાયક નહોતી. આ આવૃત્તિમાં એ મુદે છપાઈને આધુનિક રૂપ મળ્યું છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 92