Book Title: Kavyanushasanam Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 2
________________ પ્રકાશકીય પુનઃસંપાદન શ્રીમહોદયસૂરિજી ગ્રંથમાળાનું સોળમું પુષ્પ આપના હાથમાં છે. કાવ્યાનુશાસનમ્. કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ રચેલું કાવ્યાનુશાસનમ્ અલગ છે અને તેનું પ્રકાશન અમો આ પૂર્વે કરી ચૂક્યા છે. આ કાવ્યાનુશાસનમૂ-ના કર્તા છે શ્રીવાભટ્ટ, જ્ઞાનભંડારનાં લીસ્ટમાં આ પુસ્તક હોતું નથી તો કબાટોમાં હોય જ ક્યાંથી ? વરસો પહેલાં છપાયેલું. જૂનાં ભંડારોમાં સચવાયું હોય તો મળી આવે. એ વળી હાથમાં લો તો પાનાં બટકી જાય તેનું જૂનું. આ તેનું પુનઃપ્રકાશન છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના વિદ્વાનુ શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા સંપાદિત સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોને ચોમેરથી અઢળક આવકાર મળે છે તેનો અમોને આનંદ છે. પૂ. સાધ્વીજીશ્રી પ્રશમનિધિશ્રીજી મ. એ આ ગ્રંથનાં પ્રૂફચેકીંગમાં ખૂબ સહાય કરી છે. પરમ શ્રદ્ધય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મહારાજ જૈન શ્વે. મૂ. સંઘ, પારસનાથ લેન, નાસિક સંઘે આ ગ્રંથનાં પ્રકાશનનો લાભ લીધો છે. પ્રાચીન ગ્રંથ નવેસરથી સંઘસમક્ષ મૂકવાનો આનંદ અને ગૌરવની અનુભૂતિ આપે છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન શ્રી દુર્ગાપ્રસાદ દ્વિવેદીએ જૈન સાહિત્ય ગ્રંથોની નોંધ આ રીતે લીધી છે : जैनस्य आचार्यहमचन्द्रस्य स्वोपज्ञालङ्कारचूडामणिवृत्तिसहितं काव्यानुशासनम् । जैनस्य वाग्भटस्य काव्यानुशासनम् । जैनस्य वाग्भटस्य वाग्भटाતદ્દીર: 1 આમાં વાભટ્ટનાં કાવ્યાનુશાસન માટે તેઓ લખે છે કે વાપટીયું काव्यानुशासनं प्राचीनशैलीकम् । સામાન્ય રીતે કાવ્યની સમજણ આપતા ગ્રંથો બધા એક સરખા જ હોવાનું માનીને, જે હાથમાં આવે તે ગ્રંથ વાંચી લેવાનો અભિગમ રહેતો હોય છે. કાવ્યની સમજણ આપનારા ગ્રંથોની પરંપરા પણ છે અને તેના સંપ્રદાયો પણ છે. + મુખ્યત્વે અલંકારોની સમજણ આપતા ગ્રંથોની પરંપરા ભામહના काव्यालंकार थी २३ थाय छे ते काव्यादर्श, चन्द्रालोक, कुवलयानन्द જેવા અનેક ગ્રંથો દ્વારા ચાલતી રહી છે. + ધ્વન્યાતો, વોf% નીરવત, વિવિવાર જેવા ગ્રંથોએ પોતપોતાના સંપ્રદાય પ્રવર્તાવ્યા. આનંદવર્ધનનો ધ્વનિસંપ્રદાય સૌથી વધુ પ્રસિદ્ધ બન્યો છે. + નાટ્યશાસ્ત્ર, નાટ્યક્ર્ષણ જેવા ગ્રંથોએ દેશ્યકાવ્યરૂપ નાટકની સંપૂર્ણ ચર્ચા કરી છે. - પ્રવચન પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 92