________________
[ મો મા૬૭] અમૂલ્ય તત્વવિચાર
હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તોયે અરે ! ભવચકનો આંટો નહિ એકકે ટઃ સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણે ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહે? ૧
અમૂલ્ય તત્ત્વવિચાર ૧. ચારેય ગતિમાં ભ્રમણ કરતાં આ જીવને ઘણું પુણ્ય વધ્યાં ત્યારે મોક્ષપ્રાપ્તિ માટે સર્વોત્તમ એવા દુર્લભ માનવ દેહની પ્રાપ્તિ થઈ પરંતુ અરે! ખેદની વાત છે કે આ દુર્લભ વેગ મળ્યા છતાં, જન્મ મરણનાં પરિભ્રમણ જેમાં સદાય ચાલુ જ છે એવા આ ભવચકનો એકેય આંટો ટળે નહિ, અર્થાત્ એ ભવભ્રમણ ઓછાં થાય કે ક્ષય થાય તે કઈ પુરુષાર્થ કર્યો જ નહિ! સુખની પ્રાપ્તિ માટે નિરંતર પ્રવૃત્તિ કરતાં છતાં, અને તેથી કિંચિત્ સાંસારિક સુખની પ્રાપ્તિ થતી જણાતી છતાં, વાસ્તવિક સત્ સુખની પ્રાપ્તિ તે જરાય જ નથી. સદ્દવિચારણા જાગે તો સમજાય તેમ છે, કે એ ક્ષણિક સુખ મેળવવા જતાં આત્મિક અનંત સુખ પ્રાપ્ત કરવાનું રહી જાય છે. તેમજ તે પ્રાપ્ત સાંસારિક સુખ તો નિત્ય શાશ્વત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org