________________
૧૪૭
જડ ચેતન વિવેક પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. ૭
रत्तो बंधदि कम्मं, मुञ्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो, तह्मा कम्मेसु मा रज्ज ॥
અર્થાત રાગી જીવ કર્મને બાંધે છે, અને રાગરહિત જીવ કર્મને છેડે છે એ જિનને ઉપદેશ છે, માટે કર્મોમાં રાગ કરે મા. તેલની ચીકાશથી આદ્ર પદાર્થો ઉપર ધૂળ આવીને જેમ વળગે છે, તેમ રાગરૂપ ચીકાશથી યુક્ત એવા જીવના પ્રદેશમાં જડ-પરમાણુરૂપ કર્મો આવીને બંધાય છે, અને ચીકાશ વગરને રેતીને ગોળ જેમ ભીંત ઉપર ચેટ નથી, તેમ રાગાદિ પરભાવમાં અનાસક્ત, ઉદાસીન એવા જીવને કર્મબંધ થતું નથી, એ બંધ-મેક્ષને સિદ્ધાંત જે જિન ભગવાને પ્રરૂપ્યો છે તે સૂફમજ્ઞાન ગમ્ય પણ અદ્ભુત છે. ૬ ૭. અનાદિથી પિતાના સ્વરૂપનું અભાન, અજ્ઞાન ચાલ્યું આવતું હોવાથી દેહ તે જ હું એમ માની, દેહને જ સર્વસ્વ ગણ, તેની જ સાર સંભાળ માટે બાહ્યદૃષ્ટિથી જ સર્વ પ્રવર્તન હતું. તેથી જ્યાં ત્યાં દેહદષ્ટિથી પિતાને દેહ તે પિતે, તેમ બીજાના દેહ તે બીજાના આત્મા એમ ગણી, માત્ર રૂપી એવું દશ્ય જગત્ તે જ સર્વસ્વ છે એમ જેવાને અભ્યાસ હતું, તે કેઈ પૂર્વના પ્રબળ ચોગાભ્યાસે અને ગુરુગમે આ દેહ અને સર્વ દૃશ્ય જગત્ અદશ્ય કરી, અદશ્ય એ અચિંત્ય ચિંતામણિ નિજ શુદ્ધ સહજ આત્મા જેવાની દિવ્ય દષ્ટિ પ્રાપ્ત થઈ તેથી હવે આત્મામાં દષ્ટિ સ્થિર થતાં, જ્યાં ત્યાં એક એ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org