________________
૨૩૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું માટે મક્ષ ઉપાયને, કેઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩
માટે જીવ કઈ રીતે કર્મને કર્તા થઈ શકતો નથી, અને મોક્ષને ઉપાય કરવાને કઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી અને જે કર્તાપણું હોય તે કઈ રીતે તે તેને સ્વભાવ મટવા ગ્ય નથી. ૭૩
સમાધાન-સદ્ગુરુ ઉવાચ [કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે,
હોય ને ચેતન પ્રેરણા, કેણુ ગ્રહે તે કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણું, જુઓ વિચારી ધર્મ. ૭૪
ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તે કર્મને કેણ ગ્રહણ કરે? જડને સ્વભાવ પ્રેરણું નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. ૭૪ - જે ચેતનની પ્રેરણા ન હોય, તે કર્મ કેણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડને છે જ નહીં અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણક્ત હોવા જોઈએ, પણ તે અનુભવ તે કેઈ ને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે, અને તે માટે કર્મને કર્તા કહીએ છીએ. અર્થાત એમ છવ કર્મને ર્તા છે.
કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ?” તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી
૧. પાઠાંતર :–જુઓ વિચારી મમ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org