________________
૧૧
[9] લઘુવયે તત્ત્વજ્ઞાની વિ॰ સં૰ ૧૯૪૫
“ સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.”
લઘુ વયથી અદ્દભુત થયા, તત્ત્વજ્ઞાનના એધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધ ? ૧
૧૩
લઘુવયે તત્ત્વજ્ઞાની
ઉદાસીનતા=ઉદ્+આસીનતા, ઉત્=above, ઉંચે, રાગદ્વેષ મેહ આદિ ભાવાથી અસ્પૃશ્ય, ઉચ્ચ આત્મસ્થિતિમાં ‘આસીનતા,’ બેસવાપણું એ જ અધ્યાત્મની જનની, માતા છે, અર્થાત્ ઉદાસીનતા વિના અધ્યાત્મના જન્મ સભવતા નથી. માટે એક ઉદાસીનતા, વૈરાગ્ય, અનાસક્તિભાવ એજ સુખને આપનાર પ્રિય મિત્ર છે, અથવા તે ઉદાસીનતા જ અધ્યાત્મરૂપ શુદ્ધઆત્મદશા પ્રગટાવનાર જનની સમાન અનન્ય કારણ છે. ૧. નાની વયમાં જ તત્ત્વજ્ઞાનના અદ્ભુત આધ થયા, અર્થાત્ જ્ઞાનદશારૂપ અદ્ભુત આંતરજાગૃતિ પ્રગટી, એજ એમ સૂચવે છે કે હવે ગતિ એટલે અન્ય ગતિમાં જવારૂપ ગમન અને આગતિ એટલે ખીજેથી આવીને જન્મવારૂપ આગમન એરૂપ જન્મમરણુયુક્ત સંસાર પરિભ્રમણ કરવાનું કે એરૂપ વિકલ્પ કરવાનું ક્યાં રહ્યું ? અર્થાત્ સ ંસાર સબંધી વિકલ્પને કે શંકાને સ્થાન રહ્યું નહિ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org