Book Title: Karm Prakruti Ganitmala Author(s): Devshreeji, Hetshreeji Publisher: Vitthalji Hiralalji Lalan View full book textPage 6
________________ દિર્ઘદીક્ષિત ગુરૂમહારાજ શ્રીગુણશ્રીજી મહારાજનું ટૂંક જીવન વૃત્તાંત. તેમને જન્મ હાલાર દેશમાં આવેલ જામનગર શહેરમાં વીશા ઓશવાલ જ્ઞાતિના પારેખ કુટુંબમાં થયો હતો, તેમના પિતાશ્રીનું નામ ચાંપશી મોનજી તથા માતુશ્રીનું નામ મીઠીબાઈ અને તેમનું નામ સંસારીપણામાં ગોમતીબાઈ હતું. તેમના માતા પિતાને આ એકજ સંતાન હતું. તેમના લગ્ન ઝવેરી હીરાચંદ લખમસી સાથે થયા હતા. પરંતુ દૈવ ઇચ્છા બળવાન હોવાથી લગ્ન થયા બાદ ફકત એકજ માસમાં તેમના પતિ હીરાચંદભાઈને સ્વર્ગવાસ થયો, આથી ગમતીબાઈ નાની ઉમરમાંજ વિધવા થયાં. બાદ તેમનું મન ધર્મધ્યાન કરવામાંજ તત્પર થયું, અને ધાર્મિક અભ્યાસ કરતા હતા. સાથે સાથે જામનગરમાં તથા કચ્છમાં રહી શ્રાવિકાઓને કર્મગ્રંથ સંધયણ તથા ક્ષેત્રસમાસ વિગેરેનો અભ્યાસ કરાવતા. અનુક્રમે આ માયાવી સંસારને અસાર જાણ વૈરાગ્યથી દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા થતાં માતા-પિતાની આજ્ઞા માંગી, પણ તુરતમાં રજા ન મળવાથી ૬૦ વર્ષની વૃદ્ધ અવસ્થાએ તેમણે સાં. ૧૯૫૧ના માગસરા શુદ ૨ મહાન તપસ્વી ખાંતિવિજ્યજી (દાદા) મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી, અને સાધ્વીજી શ્રી ધીરશ્રીજીના શિષ્યા ગુણશ્રીજી નામે થયા. તે જ વખતે એશવાલ જ્ઞાતિમાંથી દેવકરબાઈ તે દેવશ્રીજી, માણેકબાઈ તે સ્વ. માણેકશ્રીજી તથા નાથીબાઈ તે નિધાનશ્રીજી, એ ત્રણેએ સાથેજ દીક્ષા અંગીકાર કરી ગુણશ્રીજીના શિષ્યા તરીકે થયા. બાદ ઉજમબાઈ તે હેતથીજી મહારાજ (જેમણે આ ગણિતમાલા છપાવવા માટે પ્રયાસ કર્યો છેતે પણ ગુણશ્રીજી મહારાજના શિષ્યા થયા. એવી રીતે પરિવાર સહિત ગુણશ્રીજી મહારાજે જામનગર, રાજકોટ, મોરબી, વાંકાનેર, માંડલ, પાલીતાણા, પાટણ, મહુવા વિગેરે સ્થળે ચતુર્માસ રહી પોતે ધાર્મિક અભ્યાસ કરતા તથા શિષ્યાઓને અને વિદ્યાર્થીઓનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218