________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ach
છતાં રડે નહિ તેવી સ્ત્રી પાસેથી આહાર લેતાં દોષ નહિ) જિનકલ્પિ તો ગર્ભાધાનથી જ તથા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લે નહિ. (૭) ઉન્મિશ્ન-દેવા લાયક જે વસ્તુ હોય, તેને સચિત્ત-વિ.માં મિશ્ર કરી આપવું. (૮) અપરિણત-અચિત્ત થયા વિનાનું (૯) લિપ્ત-વાસણ તથા હાથ ખરડીને આપે. (૧૦) છર્દિત-છાંટા પડે તેવી રીતે વહોરવું.
માંડલીના પદોષ ગ્રામૈષણાના (આહાર વાપરતી વખતના) પાંચ દોષ આ પ્રમાણે (૧) સંયોજના-રસની લાલસાથી પુડલા-વિ. ને ઘીખાંડ વિ. થી ઝબોળવા. (૨) પ્રમાણાતિરિક્તતા-ધીરજ-બળસંયમ તથા મન-વચન-કાયાના યોગને બાધ આવે, તેટલો આહાર કરવો. (૩) અંગાર-અન્નને કે તેના દેનારને વખાણતો ભોજન કરે, તો રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનના કાષ્ટોને બાળીને કોલસા રૂપ કરી નાખે છે. (૪) ધૂષ-અન્નની કે તેના દેનારની નિંદા કરતો ભોજન કરે, તો ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે. (૫) કારણાભાવ-છ-કારણ (સાધુચર્યા-૭૬) વિના ભોજન કરવું. પિં. નિ.)
ગોથી આલોવવાનો વિધિ ઉપર જણાવેલા ૪૨ દોષ ટાળી ગોચરી લઇ આવી, નિસાહિ નિસહિ નિસાહિ નમો ખમાસમણાણે ગોયમાણે મહામુણી' કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરી ગુરૂ સન્મુખ આવી નમો ખમાસમણાણે મયૂએણ વંદામિ' કહે, પછી પગ
૫૬
For Private And Personal Use Only