________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યૂન માસખમણ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, પછી ૩૪ ભક્ત કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, પછી બે બે ભક્ત ઓછા કરતાં ચાર ભક્ત કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, પછી આયંબિલ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે નીવિ-એકાસણું-બેઆસણું-અવડુઢ- પુરીમડૂઢસાડૂઢપોરિસિ-પોરિસિ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, છેવટે નવકારસી કરીશ? શક્તિ છે-પરિણામ છે, કહી કાઉસ્સગ્ન પારે.
પોતે પૂર્વે કોઈ વખત પણ જ્યાં સુધી તપ કર્યો ન હોય ત્યાં સુધી શક્તિ નથી એમ ચિત્તવવું અને વધારેમાં વધારે જે તપ કર્યો હોય ત્યાંથી શક્તિ છે એમ ચિત્તવવું, તથા જ્યાં સુધી તપ કરવો ન હોય ત્યાં સુધી પરિણામ નથી એમ ચિત્તવવું અને જે તપ કરવો હોય ત્યાં પરિણામ છે એમ ચિન્તવીને કાઉસ્સગ્ન પારે.
અવાધ્યાય અને સુતક (૧) માનસિક સ્વાધ્યાયનો નિષેધ કોઈપણ જગ્યાએ કર્યો નથી, તેથી અંતરાય-સુવાવડ આદિમાં પણ મનમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ સ્વાધ્યાય અને પ્રભુનું ધ્યાન આદિ કરી શકાય. અનુપ્રેક્ષા તુ ન કદાચનાપિ પ્રતિષિદ્ધયતે-ઇતિ. (vo ૧૪૭૦) (૨) અશુદ્ધિ વચ્ચે રાજમાર્ગ હોય તો સ્વાધ્યાય થઈ શકે. (૩) દરરોજ સવારે સૂર્યોદય પહેલા અને પછી ૨૪-૨૪મિનિટ, બપોરે મધ્યાહ્ન પહેલા અને પછી ૨૪-૨૪- મિનિટ,
૭૯
For Private And Personal Use Only