Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉંઘવું, ડાબા પડખે ઉંધતાં વડીલો સામે પુંઠ ન થાય તે ખાસ ધ્યાનમાં રાખવું, તેમ જ કુકડીની જેમ ડુંટીયું વાળીને પગ રાખવા, પરંતુ તેવી રીતે પગ રાખવાને સમર્થ ન હોય તો ભૂમિનું પ્રમાર્જન કરીને પગ લાંબા કરે (ઓo નિo) (૧૪૦) સંકોએ સંડાસ ઉવ્પદંતે ય કાયપડિલેહા; Acharya Shri Kailassagarsuri Gyanmandir દવાઇ ઉવઓગં ણિસ્સાસ નિરુંભણાલોયં (૨૦૭) પગ સંકોચવા કે પહોળા કરવા હોય તથા પડખું ફેરવવું હોય ત્યારે સાંધાઓ, શરીર તથા ભૂમિનું પ્રમાર્જન કરે, અને જાગ્રત થાય ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે યથા-દ્રવ્યથી દીક્ષિત કે ગૃહસ્થ, ક્ષેત્રથી મેડા ઉપર કે ભોંયતળીએ, કાળથી રાત્રિ કે દિવસ, ભાવથી માત્રાદિથી પીડિત કે નહિ, એમ વિચાર કરવા છતાં ઊંઘ ન ઉડે તો શ્વાસને રોકવા નાસિકા દૃઢ પકડે, ત્યાર બાદ નિદ્રા ગયે છતે દ્વારનું નિરીક્ષણ કરે (ઓo નિo) (૧૪૧) રાત્રે દીવો રાખવાથી ત્રસ તથા સ્થાવર જીવોનો કચ્ચરઘાણ નીકળે છે, માટે ડંડાસણ રૂપી દીવાનો ઉપયોગ કરી ધીમે ધીમે ચાલવામાં આવે તો દીવાની જરૂ૨ પડે નહિ, અંધ માણસો વગર દીવે વગર આંખે ગામમાં ફરે છે, તે કેવી રીતે ફરતા હશે? આપણને પણ ચારિત્ર પ્રત્યે સાચો પ્રેમ જાગે તો દીવા વિના પણ કામ ચલાવી શકાય. અથવા સંથારાની જગ્યા બદલી નાખવી (સંથારો દ્વાર પાસે રાખવો) જેથી થાંભલા આડા આવે નહિ, અને દરવાજો શોધવા માટે ફાંફા પણ મારવાં પડે નહિ. ૧૨૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144