Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 131
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશાલલોચન) સુધી માત્ર કરવા ન જવું પડે તેનો ઉપયોગ રાખી માત્રાની શંકાનું નિવારણ પ્રથમથી જ કરી લેવું અથવા પાણી ઓછું પીવું. (૧૩૪) સાધુઓએ શ્રાવિકાઓને અને સાધ્વીઓએ શ્રાવકોને પ્રતિક્રમણ કરાવવું તે વ્યવહારનું ઉલ્લંઘન કરનાર છે, ભવિષ્યમાં અનર્થ કરનાર છે, આત્મગુણ ઘાતક છે, ઉન્માર્ગ પ્રવર્તક છે, માટે તેનાથી દૂર રહેવું. (૧૩૫) સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું. (૧૩) સૂર્યની ગેરહાજરી જ્યાં સુધી હોય ત્યાં સુધી તો અવશ્ય દંડાસણથી ભૂમિ બરોબર પૂજીને જ પગલાં મૂકવાં જોઈએ, સૂર્યની હાજરીમાં પણ જ્યાં સુધી અંધારું હોય ત્યાં સુધી દંડાસણથી ભૂમિ પૂજીને જ ચાલવું જોઈએ. (૧૩૭) દંડાસણની સોટી નરમ રાખવાથી કાજો લેતાં દંડાસણ વળી જાય, તેથી કાજો બરાબર લઈ શકાય નહિ, ચાલતાં પણ સારી રીતે ભૂમિ પૂજાય નહિ, માટે સોટી કડક રાખવી. (૧૩૮) છ ઘડી રાત્રિ ગયા બાદ સંથારા પોરિસિ ભણાવવી અને એક પહોર રાત્રિ ગયા પછી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી નિદ્રા લેવી. (૧૩૯) અણુજાણહ સંથાર, બાહુવહાણેણં વામપાસેણ; કુક્કડપાયપસારેણં, અતરંત પમજએ ભૂમિ (૨૦૫) હે ભગવંત! છ ઘડી રાત્રિ ગઈ છે, માટે સંથારો કરવાની આજ્ઞા આપો, વળી ડાબા હાથનું ઓશિકું અને ડાબા પડખે ૧૧૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144