Book Title: Kailaspadma Swadhyayasagara Part 3
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 130
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૯) અપવાદ કારણે દેવસિ-પફખિ-ચોમાસિ અને સંવચ્છરી પ્રતિક્રમણ દિવસના બાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી થાય. (૧૩૦) સંવચ્છરીનો અઠમ, ચોમાસીનો છઠ, અને પકખિનો ચોથભક્ત (ઉપવાસ) કરવો જોઈએ, શક્તિ ન હોય તો આયંબિલ આદિ કરીને પણ આગળ અથવા પાછળ તપ પુરો કરી આપવો જોઈએ, નહિ તો આજ્ઞાભંગ દોષ લાગે (કલ્પ૦). (૧૩૧) સાયં સયં ગોસદ્ધ, તિન્નેવ સયા હવત્તિ પખન્ને; પંચસયા ચઉમાસે, અઠસહસ્તં ચ વરિસંમિ ..... ૧ પહેલા અને છેલ્લા તીર્થંકરના દરેક સાધુઓને આખા દિવસમાં દોષ લાગે કે ન લાગે તો પણ સાંજે પ્રતિક્રમણમાં ૧૦૦ શ્વાસોશ્વાસ (ચાર લોગસ્સ, ચંદે સુનિમાયરા સુધી)ના કાઉસ્સગ્નનું પ્રાયશ્ચિત્ત દરરોજ કરવાનું, તેવી રીતે દરરોજ રાત્રિના પ્રતિક્રમણમાં ૫૦ શ્વાસોશ્વાસ, દર પખવાડિયે પખિપ્રતિક્રમણમાં ૩૦૦ શ્વાસોશ્વાસ, દર ચોમાસિએ ચોમાસિ પ્રતિક્રમણમાં ૫૦૦ શ્વાસોશ્વાસ, અને દર વર્ષે સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોશ્વાસના કાઉસ્સગનું પ્રાયશ્ચિત્ત આવે. (૧૩૨) ચાલુ પ્રતિક્રમણમાં માત્રુ કરવા જનારે અતિચાર, પફખિસૂત્ર, સ્તવન વિ૦ જે કોઈ પણ સૂત્ર અધુરાં રહ્યાં હોય તે બધાય સૂત્રો મનમાં બોલી જવાં જોઈએ, ન બોલવામાં આવે તો પ્રતિક્રમણ અધુરૂં રહે. (૧૩૩) પ્રતિક્રમણ ઠાયા પછીથી ત્રણ સ્તુતિ (નમોસ્તુ, ૧૧૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144