________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે કુંડી મુકવાની જગ્યા પણ પત્થરવાળી હોય તો ત્યાં ઇંટ મુકી અથવા રેતીનો ઢગલો કરી તેના ઉપર કુંડી મુકવી, નહિ તો કીનારી ન સુકાવાથી તેમજ પત્થર ઉપર માત્રાનો છાંટો પડ્યો રહેવાથી જીવોની ઉત્પત્તિ થાય.
કુંડી નીચે વસ્ત્ર ન મુકવું, કારણ કે - વસ્ત્રની નીચે જીવો પેસી જાય, અને કુંડી મુકતાં મરી પણ જાય. (૧૧) બળખા, થુક, લેખ આદિના માટે ખેળીયું ખાસ રાખવું અને ખાસ ઉપયોગ કરવો, પરંતુ જ્યાં ત્યાં થુકવું નહિ, જો જ્યાં ત્યાં યુકવામાં આવે તો અંતર્મુહૂર્ત પછી સમુચ્છિમ મનુષ્યો અને બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને નાશનો પ્રસંગ આવે, અને મખિ વગેરે ચાંટીને મરી પણ જાય. (૧૨૦) ૪૮ મિનિટને મુહૂર્ત કહેવાય, અને બે સમયથી માંડીને ૪૮ મિનિટમાં એક સમય ઓછો હોય ત્યાં સુધી તેને અંતર્મુહૂર્ત કહેવાય. (૧૨૧) પગલુછણીયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિ, તેમ જ ચઢાઈનો પણ ઉપયોગ કરાય નહિ. (દo વેo) (૧૨૨) ખાંસી, છીંક, બગાસું, આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાય અને ત્રસકાય આદિ જીવોની વિરાધના થતી અટકી જાય. (૧૨૩) ચકલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણી અકથ્ય બનવાનો સંભવ છે, માટે ઠંડુ કરવામાં આવતા પાણી ઉપર વસ્ત્ર ઢાંકવું યોગ્ય છે.
૧૧૬
For Private And Personal Use Only