________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ પાંચ વધસ્થાનમાંથી કોઈ પણ એક વધસ્થાન જે ગચ્છમાં હોય તે ગચ્છને ત્રિવિધેન વોસિરાવીને બીજા સુવિહિત ગચ્છમાં સાધુ જાય. (ગચ્છા૦)
(૧૧૬) પંચસૂના ગૃહસ્થય, ચુલ્લી પેષણ્યુપસ્કર;
કંડની વારિકુંભમ્ચ, બધ્યતે યાસ્તુ વાહયન્ ........... ૧ ગૃહસ્થને ત્યાં (૧) ચુલો (૨) ઘંટી (૩) ખંડણી (૪) સાવરણી (૫) પાણીયારૂં આ પાંચ વધસ્થાન હોય છે, તેને ચલાવતાં જીવ કર્મથી બંધાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭) ખજુરીપત્તમંજેણ, જો પમજ્યું ઉવસયં;
નો દયા તસ્ય જીવેસુ, સમ્મે જાણાહિ ગોયમા! (ગચ્છા૦ ૭૬) ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! જે સાધુ-સાધ્વી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજો લે છે, તે સાધુ-સાધ્વીઓને જીવો ઉપર દયા નથી એમ તું જાણ. (૧૧૮) માત્રાની કુંડી પૂજવા ઉનનીજ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટાની ચરવલી કડક હોવાથી જીવહિંસા થવાનો સંભવ છે.
માત્રાની કુંડી દરેકે જુદી રાખવી કારણ કે :- એક જ કુંડી હોય તો વારંવાર વપરાતી કુંડી સુકાતી ન હોવાથી સમુચ્છિમ જીવો ઉત્પન્ન થાય.
તેમ જ દરેકે જુદી કુંડી રાખેલી હોય તો પણ વર્ષાદ આદિના ટાઇમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતિ નથી. માટે તેમાં થોડી રેતી નાખી હલાવીને પછી જ મુકવી.
૧૧૫
For Private And Personal Use Only