________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ ગયા પછી વિરતિનો લાભ મળે નહિ, અને મુસી સાથે લેતાં પચ્ચકખાણ ઉપરાંત ગમે તેટલો ટાઈમ થઈ જાય તો પણ વિરતિ (તપ)નો લાભ મળે. (૨૦) દરેક પચ્ચક્ખાણ પારતાં મુઠીવાળીને પચ્ચકખાણ પારવું જોઈએ, મુઠી વાળ્યા વિના સીધો હાથનો પંજો રાખી પચ્ચકખાણ પારવામાં આવે તો પચ્ચક્ખાણનો ભંગ થાય. (૨૭) અપવાદ કારણે રાજયપ્રતિક્રમણ રાત્રિના બાર વાગ્યાથી દિવસના બાર વાગ્યા સુધી થાય. (૨૮) સાંજનું પ્રતિક્રમણ જેવી રીતે ઊભા થઈને અને જેટલો ટાઈમ લગાડીને કરીએ છીએ, તેવી રીતે સવારનું પ્રતિક્રમણ પણ કરવું. (૨૯) ભૂયાંસો ભૂરિલોકસ્ય, ચમત્કારકરા નરા;
રંજયત્તિ સ્વચિતં યે, ભૂતલે તે તુ પંચષ ...(૧) જગતને દેખાડનારા ઘણા માણસો હોય છે, પરંતુ પોતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગણ્યા ગાંઠ્યા જ હોય છે. (૩૦) આયંબિલ છઠ-આઠમ-અટ્ટાઇ આદિ ઘણા તપો કર્યા પરંતુ લાલસા અને આધાકર્મી આદિ કેટલા દોષો છોડ્યા? ઉપદેશ ઘણો આપ્યો પણ પોતાના આત્માને કેટલો સમજાવ્યો? ભણ્યા ઘણું પણ જીવનમાં કેટલું ઊતાર્યું? ઉગ્રવિહારી બન્યા પણ ઇર્યાસમિતિનું પાલન કેટલું કર્યું? ધ્યાન કરતાં શિખ્યા પણ પ્રતિકૂલ સંયોગોમાં સમતા કેટલી રાખી?
८४
For Private And Personal Use Only