________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) દેરાસરમાં ભમતી હોય તો ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી જ ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન કરતાં વચ્ચે કોઈને પચ્ચકખાણ આપવું નહિ અને પોતે પણ ચૈત્યવંદન કરતાં વચ્ચે પચ્ચખાણ લેવું નહિ. (૧૦૭) કોઈને આડ ન પડે તેવી રીતે આપણે સ્તુતિચૈત્યવંદન કરવું જોઈએ, પરંતુ આપણે સ્તુતિ-ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે બીજો કોઈ આપણને આડ પાડે તો આપણે કંઈ પણ બોલવું નહિ. અને મનથી જરા પણ દુર્ભાવ ન થવા દેવો, અને આડ પડે તે વખતે આંખો બંધ કરી હૃદયમાં ભગવાનને ધારણ કરી સ્તુતિ-ચૈત્યવંદનમાં લીન બની રહેવું-પણ ધ્યાન તોડવું નહિ. (૧૦૮) સાધુ અને સ્ત્રી વચ્ચે બે પુરૂષ હોય ત્યાં સુધી સંઘટ્ટાનો દોષ સાધુને લાગે, ત્રણ પુરુષથી સંઘદ્યાનો દોષ સાધુને લાગે નહિ. તેવી રીતે સાધ્વી અને પુરૂષ વચ્ચે બે સ્ત્રી હોય ત્યાં સુધી સંઘર્ટાનો દોષ સાધ્વીને લાગે, ત્રણ સ્ત્રીથી સંઘટ્ટાનો દોષ સાધ્વીને લાગે નહિ. (૧૦૯) દેરાસરમાં મેલ ઉતારાય નહિ, ખણાય નહિ, પરસેવો લુછાય નહિ, કપડાની ટાપટીપ થાય નહિ, આડુંઅવળું જોવાય નહિ, અને કાંબળીની ઘડી પણ કરાય નહિ. (૧૧૦) પૂજામાં વાજા સાથે સ્પેશીયલ બોલવું યોગ્ય નથી, વાયુકાય આદિની વિરાધના થતી હોવાથી. (૧૧૧) દેરાસરમાં ચૈત્યવંદન કરતાં જિનમુદ્રા યોગમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા આ ત્રણ મુદ્રાઓ સાચવવી જોઈએ, બીજી નવ ત્રિકો ચેo ભાવે માંથી જોઈ લેવી.
૧૧૨
For Private And Personal Use Only