Book Title: Jyare Tyare Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ સડેલા શાકને શાકવાળાને ત્યાં જ રહેવા દઈને સારા શાક ખરીદી લાવતો માણસ, સડેલા ઘઉંને દુકાનમાં જ રહેવા દઈને સારા ઘઉં ખરીદી લાવતો માણસ, નબળાં ફર્નિચરને ત્યાં જ રહેવા દઈને સારું ફર્નિચર ખરીદી લાવતો માણસ, જ્યારે સામી વ્યક્તિના જીવનમાં રહેલા સગુણો પ્રત્યે આંખમીંચામણાં કરતો રહીને એનામાં રહેલા દોષો જ જોતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. વધુમાં વધુ અપરાધો કોણ આચરી રહ્યા છે? સાક્ષરો! જગતમાં વધુ ને વધુ પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે? સાક્ષરો ! નિરક્ષરોને વધુ ને વધુ કોણ છેતરી રહ્યું છે? સાક્ષરો ! કરોડોના ગોટાળાઓ કોણ કરી રહ્યું છે? સાક્ષરો! બૉમ્બ કોણ સર્જી રહ્યું છે? સાક્ષરો ! હાથ-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા હોવા છતાં ય જ્યારે સાક્ષરતા અભિયાનો ચલાવવા પર ચારે ય બાજુથી જોર લગાવાઈ રહ્યાના સમાચાર કાને આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. અહિંસા એ ધર્મ છે, નમ્રતા અને પરોપકાર એ ધર્મ છે. સદાચાર અને પવિત્રતા એ ધર્મ છે. નિખાલસતા અને સરળતા એ ધર્મ છે અને આજના રાજનેતાઓ એમ કહી રહ્યા છે કે ‘રાજકારણમાં ધર્મનો હસ્તક્ષેપ ન જ થવો જોઈએ’ અનેક લોકોનાં મુખે અનેકવાર જ્યારે આવું સાંભળવા મળે છે પણ ‘રાજકારણમાં અધર્મનો હસ્તક્ષેપ ન જ થવો જોઈએ’ એવું સાંભળવા નથી મળતું ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34