Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ ‘હું સારો માણસ છું, નીતિના માર્ગે ચાલનારો છું, ધર્મના માર્ગ પર કદમ રાખનારો છું અને છતાં મને જેટલાં સુખો મળ્યા છે એના કરતાં વધુ સુખો મારા કરતાં ખરાબ માણસને મળ્યા છે. કુદરતના રાજ્યમાં અંધેર જ અંધેર છે’ આવી ફરિયાદ કરી રહેલ માણસ, પોતાના કરતાં વધુ સારા માણસ પાસે પોતાના કરતાં ઓછાં સુખો હોવાનું જાણવા છતાં એ અંગે જ્યારે સંપૂર્ણ માન જ રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. યજમાનની આંખમાં આવકાર ન દેખાયો, માણસે એના ઘરે મહેમાન બનીને જવાનું ટાળી દીધું. મિત્રના વર્તાવમાં પ્રેમનું પ્રતિબિંબ ન પડ્યું, માણસે એની સાથેની મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દીધું, 'મારા પ્રત્યે જેને પ્રેમ ન હોય એના પ્રત્યે હું પ્રેમ રાખતો નથી' આ દલીલ કરનાર માણસ પોતાના પ્રત્યે સર્વથા ન ઉદાસીન રહેતા પૈસા પાછળ જીવન ન્યોચ્છાવર કરી દેવા જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૮૩ 99** વીસ વરસની વયવાળા યુવકને ગળામાં કૅન્સર થઈ ગયું. લગ્નની ચોરીમાં જ વરરાજાને ઍટેક આવ્યો અને એ પરલોકમાં રવાના થઈ ગયો. જેની પેઢી ધમધમતી હતી એ વેપારીએ દેવાળું કાઢ્યું. સગા દીકરાએ બાપને લાફો મારી દીધો. પાંત્રીસ વરસની વયે એના પરિવારે એને ઘરની બહાર કાઢી મૂક્યો. આવા જાતજાતના સમાચાર કાને આવ્યા પછી ય માણસ પોતાની જાતને આ તમામમાં જ્યારે અપવાદ જ માને છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૮૪

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34