Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ | યુવકનું નામ ‘અર્જન’ હોય અને કૂતરાના ભસવાનો અવાજ સાંભળવા માત્રથી ભાગી જતો હોય તો એમાં કાંઈ નવાઈ જેવું લાગતું નથી. ભાઈને લોકો ‘ભીમભાઈ’ કહીને બોલાવતા હોય અને નાનકડી અમથી પ્રતિકૂળતામાં એ પોક મૂકીને રડતા હોય તો એમાં ય કાંઈ આશ્ચર્ય જેવું લાગતું નથી; પરંતુ જેમાં નીતિ' જેવું કાંઈ જ ન હોય એ વ્યવસ્થાને જ્યારે “રાજનીતિ'નું નામ આપવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.. વાદળ પાણીથી લબાલબ થઈ જાય છે અને વરસીને હળવાં થઈ જાય છે. વૃક્ષ ફળોથી લચી પડે છે અને ફળોને ધરતી પર રવાના કરી દઈને હળવું ફૂલ બની જાય છે. પેટમાં મળ ભરાઈ જાય છે અને માણસ સંડાસમાં જઈને મળનો નિકાલ કરી દઈને હળવો ફૂલ થઈ જાય છે; પરંતુ વિપુલ સંપત્તિનો માલિક બન્યા પછી પણ માણસ જ્યારે સંપત્તિને ઘટાડવાને બદલે વધારતા રહેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૮૯ માણસ ઇચ્છે છે કે પેટમાં મળનો ભરાવો ન થવો જોઈએ. ગૃહિણી ઇચ્છે છે કે ઘરમાં કચરાનો ભરાવો ન થવો જોઈએ. વડીલ ઇચ્છે છે કે ઑફિસમાં ફાઈલોનો ભરાવો ન થવો જોઈએ. ડૉક્ટર ઇચ્છે છે. કે દવાખાનામાં ખાલી બાટલીઓનો ભરાવો ન થવો જોઈએ. રાજનેતાઓ ઇચ્છે છે કે દેશમાં ભ્રષ્ટાચારનો વધારો ન થવો જોઈએ; પરંતુ મનમાં દુનિયાભરના કચરાઓ ભરાતા હોવા છતાં માણસ એમાં વધારો કરતો જ રહે છે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34