Page #1
--------------------------------------------------------------------------
________________
હૉટલોમાં, થિયેટરોમાં ભટકતા રહીને ધનનો દુરુપયોગ કરી રહેલ માણસ, ગાળો બોલતા રહીને, નિંદા-કૂથલી કરતા રહીને વચનનો દુરુપયોગ કરી રહેલ માણસ, ભોગસુખોમાં આળોટતો રહીને તનનો દુરુપયોગ કરી રહેલ માણસ, દુર્ભાવ-દુર્ગાનમાં ગ્રસ્ત રહીને મનનો દુરુપયોગ કરી રહેલ માણસ જ્યારે ભિખારીને પૈસા આપવાની વાત આવે છે ત્યારે ભિખારી એ પૈસાનો દુરુપયોગ તો નહીં કરે ને?' એ પાકું કરવા જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
એક કરોડના ફલેટમાં રહેતો, વરસે-દહાડે બે-પાંચ કરોડનો ધંધો કરતો, પાંચ-દસ લાખની ગાડીમાં ફરતો, બે-પાંચ મોબાઇલ રાખતો, શરીર પર બે-પાંચ હજારનાં વસ્ત્રો પરિધાન કરતો અને હાલતાં ને ચાલતાં મોજશોખમાં પાંચ-પંદર હજાર ખરચી નાખતો માણસ જ્યારે રિક્ષાવાળા સાથે, મજૂર સાથે કે શાકભાજીવાળા સાથે પાંચ-પંદર રૂપિયા ખાતર તડાફડી કરતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
પોતાની જાતને સંસ્કારી માનતો, પ્રભુભક્ત અને ગુરુભક્ત માનતો, ધર્મી અને ઉદાર માનતો અને છતાં અવારનવાર થિયેટરોની મુલાકાત લેતો રહેતો માણસ, કોક દિવસ થિયેટરમાં પોતાની બાજુની જ સીટ પર સંસ્કારહીન ભિખારીને બેઠેલો જોઈને એને ‘તું ભીખ માગતો ભિખારી અહીં થિયેટરમાં ? અને એ ય બાલ્કનીમાં ?' આવું જ્યારે આક્રોશમાં સંભળાવી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
મન વિના પણ કોકના લગ્નમાં જતો, પત્નીને સાડીઓ લાવી આપતો, દીકરાને મોબાઇલ લાવી આપતો, બજારમાં ધંધો કરવા નીકળી પડતો અને સંસારના સંખ્યાબંધ વ્યવહારો સાચવતો રહેતો માણસ
જ્યારે એમ બોલતો ફરે છે કે “મન વિનાના ધર્મની કોઈ કિંમત નથી. ધર્મ કરવાની ના નથી પણ મન વિના? બિલકુલ નહીં !' ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
અધ્યાત્મની એ જ વાતો સાંભળવાની કે જે તાત્ત્વિક હોય અને ઊંચી હોય, અધ્યાત્મને લગતું એ જ સાહિત્ય વાંચવાનું કે જે માર્મિક હોય અને તાત્ત્વિક હોય, એવા જ માણસના સંગમાં રહેવાનું કે જે માણસ અધ્યાત્મનો રસિયો હોય, આવા અધ્યાત્મના જ શ્રવણ-વાંચન અને સંગના આગ્રહી માણસને જ્યારે હલકું જીવન જીવતો, હલકા શબ્દો બોલતો અને હલકું વિચારતો જોવાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
WW
જલસા જેટલા પણ છે એ બધા પાપીઓ જ કરે છે, બાકી ધર્મીઓ તો બધા દુઃખી જ છે’ આવા અત્રતત્ર-સર્વત્ર લવારા કરતો રહેતો માણસ જ્યારે પોતાના પરિવારના સભ્યોને પાપના રસ્તે જતાં અટકાવતો રહે છે અને ધર્મના રસ્તે કદમ માંડવા આગ્રહ કરતો રહે છે ત્યારે એના આ વિસંવાદી મનોવલણને જોઈને, એના આ વિરોધભાસી આગ્રહને જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુંડાઓને હું ઘરમાં પ્રવેશવા દેતો નથી કારણ કે ઘર મારું છે. ઑફિસમાં બેકાર માણસોને હું ઘૂસવા દેતો નથી કારણ કે ઑફિસ મારી છે. ગોડાઉનમાં હું સડેલા માલને પ્રવેશવા દેતો નથી કારણ કે ગોડાઉન મારું છે' આવો દાવો કરી રહેલ માણસ જ્યારે ‘મારા મનમાં હું નથી ઇચ્છતો તો પણ હલકા વિચારો પ્રવેશી જ જાય છે’ એવા રોદણાં રડતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
કૂકર, ઘરઘંટી, હીટર, ગીઝર, વૉશિંગ મશીન, મોબાઈલ વગેરે સંખ્યાબંધ સાધનોને ઘરમાં-ઑફિસમાં અને જીવનમાં પ્રવેશ આપી દઈને સમય બચાવવામાં સફળ બની ગયેલ માણસ જ્યારે એ બચેલા સમયને ટી.વી., ઈન્ટરનેટ, વેબસાઈટ, કમ્યુટર, વિડીયો, હૉટલ, થિયેટર વગેરે શેતાનના ચરણે કોઈ પણ જાતના હિચકિચાટ વિના ધરી દે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
રાતના ઊંઘમાં પણ શ્વાસ કેવી રીતે ચાલે છે એનો જવાબ ન આપી શકતો માણસ, શરીરમાં લોહી ફરતું શી રીતે રહે છે એનો જવાબ ન આપી શકતો માણસ, રાતના સૂઈ ગયા પછી સવારના આપણને ઉઠાડે છે કોણ, એનો જવાબ ન આપી શકતો માણસ, જ્યારે પ્રભુ જેવી કોઈ ચીજ હોય તો મને તર્કથી સિદ્ધ કરી આપો’ એવી વાહિયાત દલીલ કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
/ /
Page #4
--------------------------------------------------------------------------
________________
સડેલા શાકને શાકવાળાને ત્યાં જ રહેવા દઈને સારા શાક ખરીદી લાવતો માણસ, સડેલા ઘઉંને દુકાનમાં જ રહેવા દઈને સારા ઘઉં ખરીદી લાવતો માણસ, નબળાં ફર્નિચરને ત્યાં જ રહેવા દઈને સારું ફર્નિચર ખરીદી લાવતો માણસ, જ્યારે સામી વ્યક્તિના જીવનમાં રહેલા સગુણો પ્રત્યે આંખમીંચામણાં કરતો રહીને એનામાં રહેલા દોષો જ જોતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
વધુમાં વધુ અપરાધો કોણ આચરી રહ્યા છે? સાક્ષરો! જગતમાં વધુ ને વધુ પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે? સાક્ષરો ! નિરક્ષરોને વધુ ને વધુ કોણ છેતરી રહ્યું છે? સાક્ષરો ! કરોડોના ગોટાળાઓ કોણ કરી રહ્યું છે? સાક્ષરો! બૉમ્બ કોણ સર્જી રહ્યું છે? સાક્ષરો ! હાથ-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા હોવા છતાં ય જ્યારે સાક્ષરતા અભિયાનો ચલાવવા પર ચારે ય બાજુથી જોર લગાવાઈ રહ્યાના સમાચાર કાને આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
અહિંસા એ ધર્મ છે, નમ્રતા અને પરોપકાર એ ધર્મ છે. સદાચાર અને પવિત્રતા એ ધર્મ છે. નિખાલસતા અને સરળતા એ ધર્મ છે અને આજના રાજનેતાઓ એમ કહી રહ્યા છે કે ‘રાજકારણમાં ધર્મનો હસ્તક્ષેપ ન જ થવો જોઈએ’ અનેક લોકોનાં મુખે અનેકવાર જ્યારે આવું સાંભળવા મળે છે પણ ‘રાજકારણમાં અધર્મનો હસ્તક્ષેપ ન જ થવો જોઈએ’ એવું સાંભળવા નથી મળતું ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
નારી દેહને ખુલ્લો કરવાની એક પણ તકને જતી ન કરનારા, નારી દેહને મેગેઝીનોમાં અને માસિકોમાં, વર્તમાનપત્રોમાં અને જાહેરાતોમાં પ્રદર્શિત કરતા રહીને હજારો-લાખો-કરોડો રૂપિયા કમાનારા, સ્ત્રીશરીરને બજારુ બનાવી દેવાના એક માત્ર મિશનને લઈને બેઠેલા બુદ્ધિના વ્યભિચારીઓ જ્યારે “સ્ત્રી-સ્વાતંત્ર્ય' અંગે સેમિનારો યોજે છે, લેખો લખે છે હજારોની સભાઓ ગજવે છે અને રેલીઓ કાઢે છે ત્યારે એ બધું જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
જીવનમાં સંખ્યાબંધ પાપો, અને અપરાધો કરવા છતાં એની સજા હજી સુધી મને કેમ નથી મળી એ બદલ આશ્ચર્ય વ્યક્ત કરવાને બદલે માણસ જ્યારે જીવનમાં મામૂલી ધર્મનું સેવન કર્યું હોવા છતાં, આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ સત્કાર્યો કર્યા હોવા છતાં એ ધર્મનું અને સત્કાર્યોનું ફળ મને મળતું કેમ નથી, હજી સુધી મને મળ્યું કેમ નથી, એવી ફરિયાદો કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
મિત્રનું મકાન સળગી ગયું અને એ આશ્વાસન આપવા દોડી ગયો. મિત્રને ધંધામાં જબરદસ્ત ફટકો પડ્યો અને એ હૂંફ આપવા પહોંચી ગયો. મિત્રનું કોકે અપમાન કર્યું અને એ એના બચાવમાં ઊભો રહી ગયો પણ મિત્રે નવું મકાન બનાવ્યું, ધંધામાં જબરદસ્ત નફો કર્યો, કોક સંસ્થાએ એનું સન્માન કર્યું, એ અભિનંદન આપવા ન ગયો તે ન જ ગયો. દુ:ખમાં આશ્વાસન પણ સુખમાં અભિનંદન નહીં. આ વૃત્તિ જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
વધી રહેલ નખને કાપી નાખવા જ જોઈએ, આવું માનનાર માણસ; વધી ગયેલ વાળને ઓછા છે કરી જ નાખવા જોઈએ, આવું માનનાર માણસ, વકરી ગયેલ રોગને શરીરમાંથી રવાના કરી જ દેવો જોઈએ આવું માનનાર માણસ જ્યારે એમ કહેતો ફરે છે કે સંપત્તિ તો વધતી જ રહેવી જોઈએ, ખ્યાતિ તો વધતી જ રહેવી જોઈએ, પ્રતિષ્ઠા તો વધતી જ રહેવી જોઈએ ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ઘરની બારી પશ્ચિમ દિશાની જ, સૂર્યોદય નિહાળવા ન મળે એમાં આશ્ચર્ય શું ? ઘર ગટરની જ બાજુમાં, સુવાસ અનુભવવા ન મળે એમાં નવાઈ શું ? ચોવીસે ય કલાક કુપથ્યનું જ સેવન, તંદુરસ્તી અનુભવવા ન મળે એમાં વિસ્મય શું? પણ સતત નકારાત્મક અભિગમ જ લઈને બેઠેલો માણસ ‘જીવનમાં પ્રસન્નતા અનુભવવા નથી મળતી’ની જ્યારે ફરિયાદ કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૧
?
જ
0
આ ભૂખ દસ રોટલીની હોય છે અને માણસ પાંચ રોટલી ખાય છે તો ય કમ સે કમ અડધી ભૂખ તો શમે જ છે. તરસ બે ગ્લાસ પાણીની હોય છે અને માણસ એક ગ્લાસ પાણી પીએ છે તો ય કમ સે કમ અડધી તરસ તો મટે જ છે; પરંતુ લોભની ભૂખ એક કરોડની હોય છે અને માણસને પચાસ લાખ મળી જાય છે ત્યારે ભૂખ બે કરોડની થઈ જાય છે. આ અનુભવ છતાં ય માણસ લોભની ભૂખ શમાવવા જ્યારે દોડતો જ રહે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
|
/
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નતા અનુભવવા માટે માણસે મકાન બદલ્યું, પ્રસન્નતા અનુભવવામાં અને સફળતા ન મળી. ગાડી બદલી, મિત્રો બદલ્યા, સ્થાન બદલ્યું, વસ્ત્રો બદલ્યા, ભોજન બદલ્યું, અરે, બેવકૂફીની હદ તો ત્યારે આવી ગઈ કે જ્યારે એણે પત્ની પણ બદલી નાખી. છતાં પ્રસન્નતા એની અનુભૂતિનો વિષય ન જ બની. આ કટુ અનુભવો પછી ય માણસ જ્યારે પોતાના મનનો અભિગમ બદલવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૧૯
જે તમાકુને ગધેડા જેવો ગધેડો પણ ખાવા તૈયાર થતો નથી, જે દારૂને કીડી જેવી કીડી પણ પીવા તૈયાર થતી નથી, માંસના જે ટુકડાને કબૂતર જેવું કબૂતર પણ ખાવા તૈયાર થતું નથી એ તમાકુનું આડેધડ સેવન કરી રહેલ માણસ જ્યારે જોવા મળે છે, એ દારૂને અને એ માંસને હોંશે હોંશે પોતાના પેટમાં પધરાવી રહેલ માણસ જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
એક જ નાનકડા ધર્મના ઉત્સાહપૂર્વકના સેવનમાં જિંદગીભર કરેલાં પાપોના ફળને ખતમ કરી નાખવાની પ્રચંડ તાકાત ધરબાયેલી છે આવું સાંભળીને રાજીનો રેડ થઈ જતો માણસ જ્યારે “એક જ વખતના રસપૂર્વકના પાપસેવનમાં જિંદગીભર સેવેલા ધર્મના ફળને ખતમ કરી નાખવાની પાશવી તાકાત ધરબાયેલી છે” આવું સાંભળતા વ્યથિત થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પિક્ચર આજે જ જોવા મળતું હોય તો કાલ પર મુલતવી રાખવાની શી જરૂર છે ? પૅમેન્ટ આજે જ મળી જતું હોય તો આવતી કાલની રાહ જોવાની શી જરૂર છે ? જલસા આજે જ થઈ શકતા હોય તો કાલ પર મુલતવી રાખવાની શી જરૂર છે ?’ આવી માન્યતા ધરાવતો માણસ જ્યારે આજે પણ થઈ શકતા ધર્મને આવતી કાલ પર મુલતવી રાખવા તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૨
આઠ વરસની વયના બાબાનું અઠ્ઠાવન કિલો વજન થઈ જતાં બાબાના પપ્પાને જે હદે ચિંતિત થઈ જતા જોયા એ જોઈને એમ લાગ્યું કે એમની આ ચિંતા વાજબી છે પરંતુ એ જ બાબાની આઠ વરસની વયે અઢાર વરસની બુદ્ધિ જોતાં બાબાના પપ્પાને જે હદે પાગલ બનતા જોયા એ જોતાં એમ લાગ્યું કે એમની આ પાગલના એમના માટે જોખમી જ બનવાની છે. આજના દરેક પપ્પાઓની આ જ માનસિકતા જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ઘરમાં આવેલા મહેમાન જવાનું નામ જ નથી લેતા, માણસ અકળાઈ જાય છે. શરીરમાં દાખલ થતો ખોરાક મળ વાટે બહાર નથી નીકળતો, માણસ ત્રાસી જાય છે. ભાડાના ધરમાં રહેતો ભાડુઆત, ધર ખાલી નથી કરતો, મકાનમાલિક અકળાઈ જાય છે; પરંતુ જે-જે પદાર્થોને અને વ્યક્તિઓને માણસે પોતાના મનમાં સ્થાન આપ્યું છે એ તમામને જીવનના અંત સમયે પણ માણસ જ્યારે મનમાંથી દૂર નથી કરી શકતો ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૪
Page #9
--------------------------------------------------------------------------
________________
માણસ ઘર એવું પસંદ કરે છે કે જ્યાં એક બારીમાંથી પવન આવતો હોય અને બીજી બારીમાંથી પવન રવાના થતો હોય, માણસ રસ્તો એવો પસંદ કરે છે કે જ્યાં એક બાજુથી પ્રવેશ થઈ શકતો હોય અને બીજી બાજુથી નીકળી શકાતું હોય, પરંતુ માણસ જ્યારે સંપત્તિની બાબતમાં સાવ વિપરીત અભિગમ જ - પૈસો આવવો જોઈએ, જવો તો ન જ જોઈએ - અપનાવી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૫
મને શ્રીમંત એવો જ ગમે કે જે ઉદાર હોય, મને શક્તિશાળી એવો જ ગમે કે જે નમ્ર હોય, મને બુદ્ધિશાળી એવો જ ગમે કે જે સરળ હોય, મને રૂપવાન એવો જ ગમે કે જે સદાચારી હોય, મને સામર્થ્યવાન એવો જ ગમે કે જે દયાળુ હોય. ટૂંકમાં, મને ગુણવાન હોય એવો જ પુણ્યવાન ગમે પણ મારા ખુદના જીવનને જ્યારે મેં તપાસ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને માત્ર પુણ્ય જ ગમે છે, ગુણો નથી જ ગમતા. મારી આવી વૃત્તિ જોવા મળે છે જ્યારે, ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
‘જે વાત તમે તમારા મિત્રને ખુલ્લા દિલે કરો છો એ જ વાત તમે તમારા દુશ્મનને પણ કરો કારણ કે આજનો દુશ્મન આવતી કાલે તમારો મિત્ર બની જાય એવી પૂરી શક્યતા છે’ પ્રવચનમાં આ વાત સાંભળીને હર્ષિત થઈ જતો માણસ જ્યારે પોતાના દુશ્મનને જે વાત નથી કરતો એ વાત પોતાના મિત્રને પણ - આવતી કાલે એ મારો દુશ્મન તો નહીં બની જાય ને ? - એ ભયે કરવાનું ટાળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય
Page #10
--------------------------------------------------------------------------
________________
ઘરઆંગણે ગાડી એક ને બદલે ત્રણ આવી ગઈ. એને ક્યાં રાખવી એની માણસને ચિંતા થઈ ગઈ. ઘરમાં ટી.વી. એકને બદલે ત્રણ આવી ગયા. સોફાસેટ બેના બદલે પાંચ આવી ગયા. કપડાં ચાર જોડીને * બદલે આઠ જોડી બની ગયા. આ બધાંયનો ઘરમાં સમાવેશ ક્યાં કરવો એની ચિંતામાં ગરકાવ બની જતાં માણસને જ્યારે આ જગતના તમામ પદાર્થો મેળવી લેવાના ધખારા સેવતો જોવામાં આવે છે ત્યારે સાચે જ કે * સ્તબ્ધ થઈ જવાય છે.
૨૮
છૂટાછેડા માટે કોર્ટમાં હાજર રહેલા પતિને ન્યાયાધીશે છૂટાછેડા માટેનું કારણ પૂછ્યું, ‘મારી પત્નીને બધી જ વાતો યાદ રહે છે” પતિએ જવાબ આપ્યો. ન્યાયાધીશે પત્નીને કારણ પૂછ્યું, ‘મારા પતિને કોઈ વાત યાદ રહેતી નથી’ પત્નીએ જવાબ આપ્યો. માણસના મનને સમજવાનું અને સુધારવાનું એક માત્ર કાર્ય આ જીવનમાં કરવા જેવું હોવા છતાં માણસ એના પ્રત્યે સર્વયા ઉદાસીન જ જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૯
ન જોઈતા બાળકને તમે પેટમાં જ પતાવી દો. કાયદો તમારી તરફેણમાં જ રહેશે. ન ગમતી પત્નીને તમે છૂટાછેડા આપી દો. કાયદો તમારી તરફેણમાં જ રહેશે. ઘરમાં ‘વધારા’ના લાગતાં માબાપને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી આપો. કાયદો તમારી તરફેણમાં જ રહેશે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ની ઉક્તિની, પત્નીને “ધર્મપત્ની'ના મળેલ ગૌરવની અને માતા-પિતાને મળેલા 'વડલા'ના વિશેષજ્ઞની જ્યારે આ મશ્કરી થતી જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૩૦
Page #11
--------------------------------------------------------------------------
________________
‘દારૂડિયાના હાથમાં ગાડી ન સોંપાય’ ‘નાનકડા બાબાના હાથમાં છરી ન સોંપાય’ ‘જુગારીને ધંધો ન સોંપાય’ ‘વ્યભિચારીને અજાણી સ્ત્રી ને સોપાય’ ‘લબાડ નોકરના હાથમાં તિજોરીની ચાવી ન સોંપાય’ રખડેલ દીકરાના હાથમાં ધંધાનો વહીવટ ન સોંપાય’ ‘વ્યસનીના હાથમાં દીકરી ન સોંપાય’ આ તમામ બાબતની જાણકારી ધરાવતા આ દેશના પ્રજાજનો જ્યારે ‘સત્તા’ ગમે તેના હાથમાં સોંપી દેવા તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
વસંત ઋતુમાં વૃક્ષો ફળ આપવામાં કોઈ જ કૃપણતા દાખવતા નથી. ઉપરવાસમાં વરસાદ હોય છે ત્યારે નદી બે કાંઠે વહેતી રહીને પાણી આપવામાં કોઈ કંજૂસાઈ દાખવતી નથી. આકાશ નિરભ્ર હોય છે ત્યારે સૂર્ય પ્રકાશ આપવામાં કોઈ કૃપણતા દાખવતો નથી પણ વિપુલ સંપત્તિ હાથમાં હોવા છતાં ય માણસને દાન દેતા હાથ ટૂંકો કરતો જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
H
/
પાણીને ઢાળ આપીને એને ગટર તરફ ધકેલી દેવાની બેવકૂફી ડાહ્યો માણસ કરતો નથી. શરદીના દર્દીને દહીં આપીને એને હૉસ્પિટલ તરફ કદમ માંડવા કોઈ સજ્જન માણસ મજબૂર કરતો નથી. કમજોર શ્રીમંતને ગુંડાની ગલી તરફ જવા દઈને એને લૂંટાઈ જવા મજબૂર કોઈ ડાહ્યો માણસ કરતો નથી; પરંત નિમિત્તવાસી જીવોને સંખ્યાબંધ નબળાં નિમિત્તો આપીને એમને પાપી બનાવવા મીડિયાવાળા જ્યારે મજબુરા કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
કેરીના વૃક્ષ પાસેથી જમરૂખની અપેક્ષા નહીં રાખતો માણસ, નદી પાસેથી દૂધની અપેક્ષા નહીં રાખતો માણસ, કાપડની દુકાનમાં ઘરેણાંની અપેક્ષા નહીં રાખતો માણસ, વાસણ બજારમાં ઘઉં-ચોખાની અપેક્ષા નહીં રાખતો માણસ અને ગાય પાસેથી દહીં મળી જવાની અપેક્ષા નહીં રાખતો માણસ જ્યારે એક જ વ્યક્તિમાં નમ્રતા-સરળતા-પરોપકાર-તપ-ત્યાગ વગેરે તમામ ગુણોની અપેક્ષા રાખે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૩૪
વાતાવરણમાં વાવાઝોડું ફૂંકાયું હોય છે અને એના કારણે ધૂળની ડમરીઓ ચડી હોય છે ત્યારે ડાહ્યો માણસ પોતાના ઘરને ધૂળથી વ્યાપ્ત થતું બચાવી લેવા વાવાઝોડાને ગાળ દેવા નથી લાગતો પણ પોતાના ઘરનાં બારી-બારણાં જ બંધ કરી દઈને ઘરમાં થતાં ધૂળ પ્રવેશને અટકાવી દે છે. ચારે ય બાજુ ફેલાયેલ વિલાસના વાયરાની અસરથી મુક્ત રહેવા જાત પર નિયંત્રણો મૂકી દેવાને બદલે માણસ જ્યારે વિલાસી વાયરાને જ ગાળો દેતો ફરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
માણસ બદામ ખાય અને છતાં એનાં મોઢા પર ચમક ન આવે એ બનતું હોય છે તો ય એમાં કાંઈ નવાઈ નથી લાગતી. ભિખારી કરોડપતિ બની જાય અને છતાં એની રહેણી-કરણીમાં કોઈ ફરક જોવા નથી મળતો તો એમાંય મનમાં કોઈ આશ્ચર્યનો ભાવ પેદા નથી થતો; પરંતુ વરસોથી જેના જીવનમાં ધર્મારાધનાઓ પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે એના સ્વભાવમાં કે વ્યવહારમાં કોઈ સમ્યક્ પરિવર્તન જોવા જ્યારે નથી મળતું ત્યારે તો સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
-
Page #13
--------------------------------------------------------------------------
________________
ઘોડાને ખબર હોય છે કે જો હું ઘાસ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી ખાઉં શું? ગૃહિણીને ખબર હોય છે કે જો હું ગૅસ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી રસોઈ બનાવી શકું જ શી રીતે ? વિદ્યાર્થીને ખબર હોય છે કે જો હું આરામ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી ભણી શકું જ શી રીતે ? પણ, જો હું પૈસા સાથે જ દોસ્તી કરી લઉં તો પછી દાનધર્મ કરીને મારા પરલોકને સદ્ધર કરી શકું જ શી રીતે ? આવું વિચારવા ય શ્રીમંત કપણ તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
રામાયણનું યુદ્ધ શરૂ થતાં પહેલાં રાવણ પાસે બિભીષણ પહોંચી જ ગયો હતો ને? મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન પાસે કૃષ્ણ પહોંચી જ ગયા હતા ને? પણ રાવણે બીભિષણની સલાહ ન સ્વીકારી, દુર્યોધને કૃષ્ણની સલાહ ન સ્વીકારી અને રામાયણ-મહાભારતના યુદ્ધો સર્જાઈ ગયા ! કોઈ પણ પ્રકારનું પાપ કરતા પહેલાં અંતઃકરણ માણસ પાસે આવે જ છે પણ માણસ એની જ્યારે અવગણના જ કરતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
હું કરું શું ? મારે પવિત્ર રહેવું તો છે જ પરંતુ ચારે ય બાજુ વાતાવરણમાં વિલાસ છે” “ધંધામાં મારે નીતિમત્તાનું ધોરણ જાળવી રાખવું તો છે જ પરંતુ બજારમાં વાતાવરણ જ અનીતિનું છે.” “મારે જીભ પર સંયમ રાખવો તો છે જ પણ એ અંગેનું કોઈ વાતાવરણ જ નથી” જાતની નબળાઈને છુપાવવા જાતજાતનાં બહાનાં કાઢતો માણસ જ્યારે પ્રભુભક્તિના સુંદર માહોલમાં ય પવિત્રતા ટકાવી રાખવામાં નિષ્ફળ જતો દેખાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૩૯
Page #14
--------------------------------------------------------------------------
________________
વેપારીએ અપમાન કરી દીધું હોવા છતાં વેપારી પાસે ઉઘરાણી માટે વારંવાર જતો માણસ, ઘરમાં પત્ની અપમાન કરતી હોવા છતાં પત્ની સાથે મીઠો સંબંધ જાળવી રાખવા મથતો માણસ, ઘરાકની ગાળો સાંભળવા છતાં ઘરાક સાથે મીઠી વાતો કરતો માણસ, ધર્મસ્થાનમાં એનું અપમાન, અગવણના કે તિરસ્કાર થતાવેંત જ્યારે ધર્મસ્થાનમાં આવવાનું બંધ કરી દે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
એક કરોડ રૂપિયા મારી પાસે થશે ત્યારે હું કેટલો બધો સુખી થઈ જઈશ ?' કરોડ રૂપિયા મારી પાસે ન હોવા છતાં કરોડની કલ્પનામાં હું સુખ અનુભવી રહ્યો હતો; પરંતુ સાચે જ જ્યારે મારી પાસે કરોડ રૂપિયા થઈ ગયા ત્યારે પેલી કલ્પનામાં અનુભવેલા સુખનું તો બાષ્પીભવન થઈ ગયું હતું. ‘કલ્પનામાં સુખ, અનુભવમાં દુઃખ’ જીવન દરમ્યાન વારંવાર અનુભવેલ આ વાસ્તવિકતા છતાં ય માણસ કલ્પનાના સુખથી જ્યારે પાછો ફરવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
કયૂટરમાં હું જે કાંઈ નાખું છું એની જ રિ-પ્રિન્ટ જ્યારે બહાર નીકળે છે ત્યારે એને સ્વીકારી લેવામાં હું કોઈ જ હિચકિચાટ કરતો નથી. જમીનમાં હું જેનું બીજ વાવું છું એ જ જ્યારે ઊગી નીકળે છે ત્યારે એને ય હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઉં છું પણ મેં જ પોતે ભૂતકાળમાં આચરેલાં ગલત કાર્યોના ફળસ્વરૂપે જીવનમાં દુ:ખો જ્યારે આવે છે ત્યારે એને સ્વીકારી લેવા મારું મન તૈયાર થતું જ નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
આંખે અંધાપો હોય અને સામે રહેલ મકાન જોઈ ન શકાય એ તો સમજાય છે. હાથે લકવા લાગી ગયો હોય અને ભોજન ન કરી શકાય એ ય સમજી શકાય છે; પરંતુ શીલ-સદાચાર પ્રેમીઓને આજે એવા કાળમાં જીવવાનું આવ્યું છે કે છતી આંખે અને છતે હાથે તેઓ ટી.વી. ચાલુ કરી શકતા નથી, છાપાંઓ વાંચી શકતા નથી અને રસ્તા પરના હોર્ડિંગો જોઈ શકતા નથી. સ્થિતિ આ હોવા છતાં જ્યારે સજ્જનોને એના પ્રત્યે નિષ્ક્રિય બેઠેલા જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૪૩
કેટલીક પેન્સિલો એવી હોય છે કે રબર એની પાછળ જ લાગેલું હોય છે જ્યારે કેટલીક પેન્સિલ અને કેટલાક રબર એવા હોય છે કે જે અલગ અલગ હોય છે. બીજાનાં જીવનના કાગળ પર પેન્સિલ બનીને સુખો લખી શકે એવી ક્ષમતા દરેક પાસે ન હોય એ સમજી શકાય છે પરંતુ રબર બનીને બીજાના જીવનના કાગળ પર લખાઈ ચૂકેલાં દુઃખોને ભૂસી નાખવાની ક્ષમતા હોવા છતાં માણસને એ ક્ષમતાનો ઉપયોગ ન કરતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
I
/
NI
TAવી,
મારી સફળ થયેલ ઇચ્છાઓએ મને સુખનો અનુભવ જેટલો કરાવ્યો છે એના કરતાં અનેકગણો તો દુઃખનો અનુભવ કરાવ્યો છે. મને મળેલ સંપત્તિએ મને નિર્ભય જેટલો બનાવ્યો છે એના કરતાં અનેકગણો તો ભયભીત બનાવ્યો છે. પ્રાપ્ત થયેલ પદાર્થોએ મને પ્રસન્નતા જેટલી બક્ષી છે એના કરતાં અનેકગણી તો ઉદ્વિગ્નતા બક્ષી છે અને એ પછી પણ મારું મન જ્યારે સફળતા, સંપત્તિ અને પદાર્થો માટે જ ઝાંવા નાખ્યા કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
રૂપિયા મારી પાસે કેટલા છે, એ વિચારું ત્યાં સુધી તો બરાબર છે. ઘરમાં ફર્નિચર કેટલું છે, કબાટમાં કપડાં કેટલા છે, લૉકરમાં ઘરેણાં કેટલા છે, જીવનમાં મિત્રો કેટલા છે, બંગલામાં ઓરડા કેટલા છે એ બધું વિચારું ત્યાં સુધી ય બરાબર છે પણ જ્યારે હું મારા મનમાં આવતા વિચારો કેટલા છે એ જ તપાસ્યા કરું છું પણ કેવા વિચારો આવી રહ્યા છે એ તપાસવાની દરકાર પણ નથી કરતો ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૪
Ll
એ દારૂનું સેવન કરતો થઈ ગયો કારણ કે એના મિત્રો બધા દારૂડિયા જ હતા. જુગારી મિત્રોના સંગમાં એ ય જુગારી બની ગયો. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લુખાઓની સાથે રહેતા રહેતા એ ય ગાળો બોલતો થઈ ગયો અને રોગીની દોસ્તીમાં એ ય રોગનો શિકાર બની ગયો પણ વરસોથી પ્રભુની ભક્તિ કરવા છતાં અને ગુરુભગવંતનાં પ્રવચનો સાંભળવા છતાં મારા વ્યવહારમાં કે સ્વભાવમાં કશું જ સમ્યક્ પરિવર્તન જોવા નથી મળતું ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ગાળ સંભળાવનારને માણસ ગાળ સંભળાવી દેવામાં વિલંબ કરતો નથી. પોતાની સાથે કટુ વ્યવહાર આચરનાર પ્રત્યે કટુ વ્યવહાર દાખવતા માણસ પળભરનો ય વિચાર કરતો નથી. પોતાને કોકે દાઢમાં રાખ્યો છે એની જાણ થયા પછી માણસ એને ય દાઢમાં રાખી દીધા વિના રહેતો નથી. કારણ પૂછતાં માણસ જવાબ આપી દે છે કે ‘થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ’ પણ આ જ માણસને દાનેશ્વરી-પ્રભુભક્તક્ષમાશીલ વચ્ચે રહેવા છતાં એના જેવો બની જતો જોવા નથી મળતો ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
४८
Page #17
--------------------------------------------------------------------------
________________
ધર્મ મોત પછી પરલોકમાં પણ સાથે આવે છે. જાગૃતિ રાખવામાં આવે છે તો ધર્મ મોત સુધી સાથે રહે જ છે અને જ્યાં સુધી હૃદયમાં ધર્મ રહે છે ત્યાં સુધી ચિત્તની પ્રસન્નતા અનુભવાય છે. આવું જાણવા છતાં ય મોત પછી સાથે ન આવતા, મોત સુધી સાથે ન રહેતા અને જ્યાં સુધી સાથે હોય છે ત્યાં સુધી પણ ચિત્ત પ્રસન્નતાની બાંહેધરી ન આપતા પૈસા પાછળ માણસને પાગલ બનીને ભટકતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
મુંબઈ જતી વખતે ય દિલ્લીવાસીના મુખ પરનું સ્મિત અકબંધ હોઈ શકે છે કારણ કે એને ખાતરી હોય છે કે મુંબઈનું કામ પતાવીને હું પાછો દિલ્હી પહોંચી જ જવાનો છું પરંતુ પોતાની આંખ સામે જ બધું ય છોડીને અને બધાયને છોડીને પરલોકમાં રવાના થઈ ગયેલા સંખ્યાબંધ માણસોને જોવા છતાં ય, પરલોકમાંથી કોઈને ય પાછા ફરેલા ન જોવા છતાં ય માણસ બધી જ જાતનાં પાપો આચરતો રહે છે એ જોઈ સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
પ0
એક હજાર રૂપિયા આપીને રમકડું ખરીદી લાવતા દીકરાને બાપ કદાચ લાફો લગાવી દે છે; પરંતુ પૈસા મેળવવાની, ટકાવવાની અને વધારવાની લ્હાયમાં એ જ બાપ જ્યારે A = એટેકને, B = બ્લડ પ્રેશરને, C = કૉલસ્ટ્રોલને અને D = ડાયાબીટિસને શરીરમાં ડેરા-તંબૂ નાખવાની પરવાની આપી દેતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
પત્ની ખૂબ ગમે છે, પતિ પોતાને ગમતી એવી વસ્તુઓ એને આપતો રહે છે. પુત્ર પર પપ્પાને પ્યાર છે, પપ્પા મનગમતી વસ્તુઓ લાવીને પુત્રને આપતા રહે છે. મિત્રને મિત્ર ગમતો હોય છે, પ્રિય વસ્તુઓ મિત્રને ભેટ ધરતો રહે છે પણ ગમતી એવી યુવાની પ્રભુને ન આપતા અણગમતો એવો બુઢાપો જ પ્રભુને આપવાનો નિર્ણય કરી ચૂકેલ માણસ જ્યારે ખુદને પ્રભુનો ભક્ત જાહેર કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
પર
સંઘર્ષ થઈ જવાની શક્યતા ઊભી થઈ જવા છતાં માણસ પોતાનો કદાગ્રહ છોડવા તૈયાર નહોતો. કૅન્સર થઈ જવાની સંભાવના છતાં માણસ ગુટખા છોડવા તૈયાર નહોતો. સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જવાની સંભાવના છતાં માણસ ઉઘરાણી છોડવા તૈયાર નહોતો. ‘હું ત્યાગ-બાગમાં માનતો જ નથી’ આ એનો જવાબ હતો પણ આ જ માણસ સૂતી વખતે બધી જ વસ્તુઓ અને બધા જ વિચારો ત્યાગી દેવા જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૫૩
બાબો ખોટો હોય છે તો ય મમ્મીને ગમતો જ હોય છે કારણ કે મમ્મી એને ‘મારો’ માનતી હોય છે. બાબો ખરાબ હોય છે તો ય મમ્મીને એના પ્રત્યે પક્ષપાત જ હોય છે કારણ કે મમ્મીને એ 'મારો' લાગતો હોય છે પણ પ્રભુ એકદમ સાચા હોવા છતાં અને સંપૂર્ણપણે સારા હોવા છતાં ય ‘મારા’ ન લાગતા હોવાના કારણે એમના પ્રત્યે શુષ્ક હૈયું ધરાવતો માણસ જ્યારે પરિચયમાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૫૪
Page #19
--------------------------------------------------------------------------
________________
પચાસ પચાસ કાંટાઓ વચ્ચે રહેલા પુષ્પના સૌંદર્યની પ્રશંસા કરતા માણસ થાકતો નથી. ઉકરડા વચ્ચે પડેલ સોની નોટ ઉઠાવી લેતા માણસને કોઈ ઉચાટ થતો નથી. સો સડી ગયેલ કેરીઓ વચ્ચે રહેલ એક સરસ કરીને ખાવામાં માણસને કોઈ તકલીફ નથી; પરંતુ સંખ્યાબંધ ગુણો સંઘરીને બેઠેલ વ્યક્તિમાં એકાદ દોષ પણ જોવા મળતાં માણસ જ્યારે એ વ્યક્તિ પર તૂટી પડે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
પપ
બગીચામાં હસતાં હસતાં દાખલ થતો માણસ, બગીચામાંથી હસતાં હસતાં બહાર નીકળી શકે છે, થિયેટરમાં દાખલ થતી વખતે પ્રસન્ન દેખાતો માણસ, બહાર નીકળતી વખતે ય પ્રસન્નતા અનુભવી શકે છે, હૉટલમાં ખુશ થઈને દાખલ થતો માણસ ખુશ થઈને હૉટલમાંથી બહાર નીકળી શકે છે; પરંતુ ઘરમાંથી બહાર નીકળતી વખતે અને ઘરમાં પ્રવેશ કરતી વખતે દીવેલ પીધા જેવું મોટું ધરાવતો માણસ જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
મંદીના સમયમાં પાંચ લાખનો ઑર્ડર લાવનાર દલાલને વેપારી બે-પાંચ ટકા દલાલી હોંશે હોંશે આપે તો છે જ પરંતુ સાથે કહી પણ દે છે કે જો હજી વધુ ઑર્ડર લાવીશ તો દલાલીના ટકા વધારી આપીશ; પરંતુ પરિવારના સભ્યો પાસેથી સંખ્યાબંધ અનુકૂળતાઓ ભોગવ્યા પછી એકાદ બાબતમાં થોડીક પણ પ્રતિકૂળતા વેઠવાની આવે છે અને માણસ જ્યારે પરિવારના સભ્યો પર તૂટી પડે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
પ૭
Page #20
--------------------------------------------------------------------------
________________
મુસાફરી બળદગાડામાં નહીં, સાઈકલ કે સ્કૂટર પર નહીં, ગાડીમાં કે ટ્રેનમાં ય નહીં પણ વિમાનમાં જ કરવાની વાત અને પછી બધે કહેતા ફરવાનું કે ‘મને જમીન પર રહેલાં વૃક્ષો કે મકાનો દેખાતાં નથી” બાલિશતા જ લાગે ને? પણ પૈસા પાછળ રૉકેટની ગતિથી ભાગી રહેલ માણસ જ્યારે બધાને એમ કહેતો ફરે છે કે મને મારા દીકરા પાસે પણ બેસવાનો સમય મળતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
હૉસ્પિટલમાં દાખલ થઈને ઑપરેશન કરાવી ઘરે આવનાર માણસના ચહેરા પર આનંદ જરૂર હોય છે પણ એના મનમાં કાંઈ એવો અહંકાર નથી હોતો કે “આપણે હૉસ્પિટલમાં જઈને ઑપરેશન કરાવી આવ્યા !' પણ સાધના કરતા રહીને કર્મોનો, સંસ્કારોનો અને દોષોનો ખાત્મો બોલાવી રહેલા સાધકના ચહેરા પર આનંદ દેખાવાના બદલે એના મનમાં જ્યારે અહંકાર સળવળતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
તૃષા પાણીથી જ છિપાય છે, પેટ્રોલથી નહીં. મંજિલ ચાલવાથી જ આવે છે, બેસી રહેવાથી નહીં. ગળપણનો અનુભવ સાકરથી જ થાય છે, લીમડાથી નહીં. ઠંડક પવનથી જ અનુભવાય છે, અગ્નિથી નહીં. આ તમામ પ્રકારની જાણકારી ધરાવતો માણસ “સુખ ધર્મથી જ મળે છે, પાપથી નહીં' આ જાણકારી ધરાવવાના ક્ષેત્રે જ્યારે કંગાળ હોવાનું જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
|
૬૦
Page #21
--------------------------------------------------------------------------
________________
સાકરથી મીઠાશ જ અનુભવાય, કડવાશ નહીં. પેટ્રોલથી ગાડું જ ચાલે, બળદગાડું નહીં. પવનથી ઠંડક જ અનુભવાય, ઉકળાટ નહીં, ભોજનથી પેટ જ ભરાય, પેટી નહીં. આગથી સુવર્ણ જ શુદ્ધ થાય, કાગળિયા નહીં. પૈસાથી હીરા-માણેક વગેરે સામગ્રી જ ખરીદાય, કચરો નહીં. આવી તમામ પ્રકારની સમજણ ધરાવતો માણસ જ્યારે “ધર્મથી સુખ જ મળે, દુ:ખ નહીં' આવી સમજણ ધરાવતો જોવામાં નથી આવતો ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
‘રોગ આજે નહીતર કાલે પણ જશે જ’ આ શ્રદ્ધા સાથે માણસ દવા લેતો જ રહે છે. ‘ઉઘરાણી આજે નહીં તો કાલે પણ પતશે જ’ એ શ્રદ્ધા સાથે માણસ ઉઘરાણી કરતો જ રહે છે. ‘મૅચમાં આજે નહીં તો કાલે પણ વિજય મળશે જ’ આ શ્રદ્ધા સાથે ખેલાડી પોતાનો ઉત્સાહ ટકાવી જ રાખે છે; પરંતુ પ્રભુભક્તિના ફળ સ્વરૂપે પ્રભુ મને આજે નહીં તો કાલે મળશે જ’ આ શ્રદ્ધાનો પ્રભુભક્તમાં જ્યારે અભાવ જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
3
LI
માણસ સાબુના ઉપયોગ દ્વારા વસ્ત્રોને ઉજ્જવળ બનાવવામાં સફળ બને છે તો આનંદિત થાય છે, દવાના સેવન દ્વારા શરીરને રોગમુક્ત બનાવવામાં કામયાબ બને છે તો આનંદિત થાય છે, પૈસા ચૂકવવા દ્વારા દેવામુક્ત બને છે તો આનંદિત થાય છે પણ કેમોનો, કુસંસ્કારોનો, દોષોનો સફાયો કરવા સાધનાના માર્ગે જ્યારે આગળ ધપે છે ત્યારે આનંદિત બનવાને બદલે અહંકારી બની જતો જોવામાં આવે છે ત્યારે આ - સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. કે ન નિ રિકન
Page #22
--------------------------------------------------------------------------
________________
શાકમાં જે શાક સડેલું હોય છે એ શાક માણસ છોડી દે છે. કેરીમાં જે કેરી સડેલી હોય છે એ કેરી માણસ દુર રાખી દે છે. ફર્નિચરમાં જે ફર્નિચર બેકાર હોય છે એ ફર્નિચર માણસ એક બાજુ રાખી દે છે. અરે, રૂપિયાની નોટોમાં જે રૂપિયાની નોટ ખોટી હોય છે એને સ્વીકારવાની માણસ ના પાડી દે છે; પરંતુ પોતાની થતી પ્રશંસામાં કેટલાક શબ્દો ખોટા હોવાનું જાણવા છતાં એ શબ્દોને માણસ સ્વીકારી જ લે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
કચરામાં પડેલી સોની નોટ ઉઠાવી લેવામાં માણસને કોઈ જ જાતનો સંકોચ થતો નથી, ઉકરડે ઊગેલા ગુલાબના પુષ્પને હાથમાં લઈ લેવામાં માણસને કોઈ શરમ નડતી નથી, બગડી ચૂકેલ અનાજ વચ્ચે રહેલ સારા અનાજને ખરીદી લેતાં માણસને કોઈ જાતનો વાંધો આવતો નથી; પરંતુ પોતાની થઈ રહેલ ટીકામાં કે નિંદામાં કેટલીક વાતો સાચી હોવાનું જાણવા છતાં માણસ જ્યારે એનો સ્વીકાર કરવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૬૫
દવા લેવાની સાથે કાશ્મનો ત્યાગ કરવો જ જોઈએ એ સ્વીકારવા માણસ તૈયાર છે, સાર્થકની દિશામાં આગળ વધવું હોય તો વ્યર્થની દિશામાં કદમ માંડવાના બંધ કરવા જ જોઈએ એનીય માણસને સમજ છે, પૈસા બનાવવા હોય તો ગુંડાઓ સાથે હરવા-ફરવાનું બંધ કરવું જ જોઈએ એની ય માણસ પાસે અક્કલ છે; પરંતુ આત્મદ્રવ્યને જો શુદ્ધ બનાવવું છે તો ધર્મસેવનની સાથે પાપત્યાગ પણ કરવો જ જોઈએ એ સમજ માણસ પાસે જ્યારે જોવા નથી મળતી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
પેપરમાં જે કાંઈ છપાય છે માણસ, એને સાચું માની લેવા તૈયાર છે. મેગેઝીનોમાં જે કાંઈ છપાય છે એને ય સત્ય માની લેવા માણસ તૈયાર છે. ફરવા જવાના સ્થળે ત્યાંની દીવાલો પર જે કાંઈ લખાય છે એને સાચું માની લેવામાં ય માણસને કોઈ તકલીફ નથી. અરે, નનામી પત્રિકાના લખાણને ય સત્ય માનવા માણસ તૈયાર છે પણ શાસ્ત્રોમાં લખાયેલ પ્રભુવચનોને સત્ય માનવા જ્યારે એ તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૬૭
માણસ ઑફિસનું કે ફૅક્ટરીનું ઉદ્ઘાટન કરે છે ત્યારે આમંત્રિતોને જે કાર્ડ મોકલે છે એમાં લખે છે કે અમે નવી ઑફિસ ખોલી રહ્યા છીએ' દીકરાના લગ્નની પત્રિકા આમંત્રિતોને મોકલે છે ત્યારે એમાં છપાવે છે કે “અમારા સુપુત્ર રમેશના લગ્ન અમે નિરધાર્યા છે' પરંતુ ઘરમાં કોઈનું મોત થઈ જાય છે ત્યારે પરિચિતોને જે પત્ર મોકલે છે એમાં લખે છે કે ‘ભગવાનને જે ગમ્યું તે ખરું' જ્યારે આ વાંચવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ગણિતના દાખલામાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એવું વિદ્યાર્થી ઇચ્છે છે. રમતમાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એવું ખેલાડી ઇચ્છે છે. ધંધામાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એવું વેપારી ઇચ્છે છે. અધ્યાપનમાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એમ શિક્ષક ઇચ્છે છે પણ જીવનમાં ઠેર ઠેર અને વારંવાર થઈ જતી ભૂલો સામા માણસે ભૂલી જવી જોઈએ એવું ઇચ્છતો માણસ જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
રંગરોગાન કરેલ દીવાલ ન બગડી જાય એની તકેદારી માણસ રાખે છે. સ્વચ્છ વસ્ત્રો બગડી ન જાય એની સાવધગીરી રાખવા માણસ તૈયાર છે. રાતની ઊંઘ ન બગડે એ અંગે ય માણસ સાવધ રહે છે. રૂપિયાની નોટ પર ડાઘ ન લાગી જાય એની ય માણસ તકેદારી રાખે છે પરંતુ અનંતકાળે મળેલ આ માનવજીવન અને અતિ કીમતી એવું મન પાપોમાં કે દોષોમાં ન બગડી જવા જોઈએ એવું માણસ જ્યારે વિચારતો ય નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૦
માણસ પિશ્ચર જોવા જાય છે ત્યાં ટિકિટના ભાવ ઘટાડવાની માથાફોડ કરતો નથી. હૉટલમાં જાય છે ત્યાં ડિશના ભાવ ઘટાડવા રકઝક કરતો નથી. હૉસ્પિટલમાં દાખલ થાય છે ત્યાં ઑપરેશનના ભાવ ઘટાડવા પ્રયત્નશીલ બનતો નથી. ટ્રેનમાં કે વિમાનમાં મુસાફરી કરે છે ત્યાં ટિકિટના ભાવ ઘટાડવા પ્રયત્નો કરતો નથી પણ મજૂરને જ્યારે સામાન ઉપાડવા આપે છે કે શાક લેવા જાય છે ત્યારે ભાવ ઘટાડવા જે તડાફડી કરે છે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
થાળીમાં સફેદ ભાત આવી ગયા પછી માણસ ‘ભોજન-વિરામ’ કરી દે છે. યુદ્ધના મેદાનમાં સફેદ ધજા ફરકી જાય છે પછી સેનાધિપતિ “યુદ્ધ વિરામ' કરી દે છે. અંતરમાં શુક્લધ્યાન લાગી ગયા પછી સાધક ‘કષાય વિરામ' કરી દે છે પરંતુ માથા પર સફેદ વાળ આવી ગયા પછી ય માણસ ‘ક્લેશ-વિરામ’ કરી દેવાને બદલે સફેદવાળને ‘કાળા’ કરી દેવાની ઘેલછાનો શિકાર બનતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
માણસ પુષ્પની સુવાસને આંખના માધ્યમે પડકારવા નથી જતો. કેરીના સ્વાદને કાન દ્વારા અનુભવવા નથી જતો. સ્પર્શની અનુભૂતિ માટે નાકને કામે નથી લગાડતો. શબ્દશ્રવણ માટે જીભને આગળ નથી ધરતો પરંતુ ધર્મને અને સત્યને સમજવા કે અનુભવવા ડગલે ને પગલે જ્યારે તર્કને જ આગળ ધરતો રહે છે, પોતાની બુદ્ધિને જ કામે લગાડતો રહે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
હીટલરના અસ્તિત્વ અંગે માણસના મનમાં કોઈ જ શંકા નથી. ચંગીઝખાનની વિદ્યમાનતા અંગે પણ માણસનું મન કોઈ દ્વિઘામાં નથી. કંસ અને રાવણ થઈ ગયા જ હતા એ સ્વીકારી લેવામાં એને કોઈ જ હિચકિચાટ નથી. દુર્યોધનના હોવા અંગે પણ એને કોઈ વાંધો કે શંકા નથી પરંતુ ‘રામ'ની જ્યારે વાત આવે છે ત્યારે એનું મન પ્રશ્ન ઉઠાવવા લાગે છે કે ખરેખર રામ થઈ ગયા હશે ખરા?' માણસની આ મનોવૃત્તિ જોતાં સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૪
પૈસાની ભીખ માગતા માણસને “ભિખારી’ કહેવા મન તૈયાર થઈ જાય છે. રોટલાની ભીખ માગતા માણસને ‘ભિખારી’ માની લેવામાં મન પળભરની વાર લગાડતું નથી. મતની ભીખ માગતા રાજનેતાઓને ય “ભિખારી’ માની લેવા મન એક વાર તો તૈયાર થઈ જાય જ છે; પરંતુ સામી વ્યક્તિના અભિપ્રાયોની સતત ભીખ માગતું રહેતું મન જ્યારે ખુદને ભિખારી માનવાનો ઈન્કાર કરી બેસે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૫
Page #26
--------------------------------------------------------------------------
________________
‘કબૂલ, હું ખોટું સહન કરી શકતો નથી અને એટલે જ જ્યાં પણ ખોટું થતું જોવામાં આવે છે ત્યાં સામી વ્યક્તિને મોઢે મોઢ હું સંભળાવી દઉં છું પણ એક વાત નક્કી છે કે મારા મનમાં એ વ્યક્તિ માટે કોઈ જ દુર્ભાવ હોતો નથી’ આવું સર્વત્ર બોલતો રહેતો માણસ જ્યારે એને કોઈ મોઢે મોઢ સંભળાવી દે છે ત્યારે આવેશમાં આવીને ગાળાગાળી કરવા લાગે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
અજાણતાં ય માણસ અંગારો પકડી લે છે, પળવારમાં છોડી દે છે. અજાણતાં ય માણસ ગટર પાસે પહોચી જાય છે, પળવારમાં ત્યાંથી દૂર થઈ જાય છે. ખબર પડે છે. માણસને કે અહીં સર્પનું દર છે, એ જ પળે ત્યાંથી રવાના થઈ જાય છે. બાજુમાં બેઠેલ માણસ ગુંડો છે એવો ખ્યાલ આવી જતાં જ માણસ ત્યાંથી | ચાલતી પકડે છે પણ ક્રોધથી નુકસાન જ થયું હોવા છતાં માણસ જ્યારે ‘ક્રોધથી કેમ છૂટવું ?' એમ પૂછે છે, ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
.
૭૭
સર્પ દૂધ પીએ છે અને એનું રૂપાંતરણ ઝેરમાં કરે છે. ગાય ઘાસ ખાય છે અને એનું રૂપાંતરણ દૂધમાં કરે છે. પથ્થર શિલ્પીના હાથમાં આવી જાય છે અને એનું રૂપાંતરણ એ પ્રતિમામાં કરી દે છે. ગુંડાના હાથમાં પથ્થર આવી જાય છે અને એનાથી એ કોકનું માથું ફોડી નાખે છે. આ હકીકતની જાણ હોવા છતાં પોતાની પાત્રતા-અપાત્રતાને જોયા-જાણ્યા વિના માણસ જ્યારે જગતના બધા જ પદાર્થો મેળવવા ધમપછાડા કરતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૮
Page #27
--------------------------------------------------------------------------
________________
ધર્મ શું છે એની મને ખબર છે છતાં ધર્મ હું કરતો નથી (કરવા માગતો પણ નથી). પાપ શું છે એની મને ખબર છે છતાં પાપ હું છોડતો નથી (છોડવા માગતો પણ નથી) આ કથન તો દુષ્ટ એવા દુર્યોધનનું છે આવું બોલનાર માણસ ખુદ પણ પોતાની સમ્યક્ સમજના અનુસારે ધર્મસેવન માટે અને પાપત્યાગ માટે પ્રવૃત્ત થતો નથી અને એ વખતે એને કોઈ 'દુર્યોધન' કહી દેતા જ્યારે આવેશમાં આવી જતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૯
ડબ્બામાં મીઠાઈઓ હજી પડી છે અને છતાં માણસ મીઠાઈ ખાતા ખાતા ક્યાંક તો અટકી જ જાય છે. ડબ્બામાં સાકર હાજર છે છતાં માણસ દૂધમાં સાકર નાખતાં નાખતાં ક્યાંક તો અટકે જ છે. ગાડીમાં પેટ્રોલ ભરેલું જ છે છતાં માણસ ગાડીને ક્યાંક તો રોકી જ દે છે પણ પાંચ-સાત પેઢી સુધી ચાલી જાય એટલી જ સંપત્તિ હાજર હોવા છતાં સંપત્તિ ક્ષેત્રે માણસ ક્યાંય અટકવા તૈયાર નથી એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
વાંદરાને માણસ પાછળ ભાગતો જોવામાં આવે છે પણ માણસ વાંદરા પાછળ ભાગતો હોય એવું જોવામાં નથી આવતું. કૂતરો માણસને કરડવા દોડ્યો હોય એવું તો જોયું છે પણ માણસ કૂતરાને કરડવા દોડ્યો હોય એવું તો આજ સુધીમાં કયારેય જોયું નથી પરંતુ આજના કાળે પાન-ગુટખા-દારૂ-જુગાર-સિગરેટ વગેરે વ્યસનો પાછળ ભાગી રહેલ માણસ જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૮૧
Page #28
--------------------------------------------------------------------------
________________
‘હું સારો માણસ છું, નીતિના માર્ગે ચાલનારો છું, ધર્મના માર્ગ પર કદમ રાખનારો છું અને છતાં મને જેટલાં સુખો મળ્યા છે એના કરતાં વધુ સુખો મારા કરતાં ખરાબ માણસને મળ્યા છે. કુદરતના રાજ્યમાં અંધેર જ અંધેર છે’ આવી ફરિયાદ કરી રહેલ માણસ, પોતાના કરતાં વધુ સારા માણસ પાસે પોતાના કરતાં ઓછાં સુખો હોવાનું જાણવા છતાં એ અંગે જ્યારે સંપૂર્ણ માન જ રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
યજમાનની આંખમાં આવકાર ન દેખાયો, માણસે એના ઘરે મહેમાન બનીને જવાનું ટાળી દીધું. મિત્રના વર્તાવમાં પ્રેમનું પ્રતિબિંબ ન પડ્યું, માણસે એની સાથેની મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દીધું, 'મારા પ્રત્યે જેને પ્રેમ ન હોય એના પ્રત્યે હું પ્રેમ રાખતો નથી' આ દલીલ કરનાર માણસ પોતાના પ્રત્યે સર્વથા
ન
ઉદાસીન રહેતા પૈસા પાછળ જીવન ન્યોચ્છાવર કરી દેવા જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૮૩
99**
વીસ વરસની વયવાળા યુવકને ગળામાં કૅન્સર થઈ ગયું. લગ્નની ચોરીમાં જ વરરાજાને ઍટેક આવ્યો અને એ પરલોકમાં રવાના થઈ ગયો. જેની પેઢી ધમધમતી હતી એ વેપારીએ દેવાળું કાઢ્યું. સગા દીકરાએ બાપને લાફો મારી દીધો. પાંત્રીસ વરસની વયે એના પરિવારે એને ઘરની બહાર કાઢી મૂક્યો. આવા જાતજાતના સમાચાર કાને આવ્યા પછી ય માણસ પોતાની જાતને આ તમામમાં જ્યારે અપવાદ જ માને છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૮૪
Page #29
--------------------------------------------------------------------------
________________
વેપાર કરવામાં પૈસાની જરૂર પડે એ તો સમજાય છે. પૈસા ન હોય તો હૉટલમાં જઈ શકાતું નથી એ પણ સમજાય છે. ફર્નિચર ખરીદવા ખીસામાં પૈસા હોવા જરૂરી છે એ વાત પણ એટલી જ જરૂરી છે. બીમારી આવે ત્યારે ઈલાજ કરાવવા માટે પૈસા જોઈએ જ એ વાત પણ સમજાય છે; પરંતુ આજે સંબંધ બાંધતા પહેલાં લાગણી કે સ્નેહ નહીં પણ પૈસા જ જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૮પ
મર્સિડીસ વિના ચલાવી લેતા શ્રીમંતને જોઈને એટલું આશ્ચર્ય નથી થતું, બંગલા વિના ચલાવી લેતા શ્રીમંતને જોઈને ય એટલા સ્તબ્ધ નથી થઈ જવાતું. ભોજનમાં મિષ્ટાન્ન કે ફરસાણ વિના ચલાવી લેતા શ્રીમંતને જોઈને ય એટલું વિસ્મય નથી થતું. અપ-ટુ-ડેટ કપડાં વિના બહાર ફરી રહેલા શ્રીમંતને જોઈને ય એટલી નવાઈ નથી લાગતી પરંતુ સ્મિત વિના જીવન જીવી રહેલ શ્રીમંત જ્યારે જોવામાં આવે છે ત્યારે તો સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ક્રિકેટની રમતમાં અમ્પાયર તો હોવો જ જોઈએ એવું સ્વીકારવા માણસ તૈયાર છે. કુસ્તીની રમતમાં રેફરી હોવો જ જોઈએ એવું માણસ માનવા તૈયાર છે. હાઈકોર્ટમાં ન્યાયાધીશની ઉપસ્થિતિ હોવાનું પણ માણસ સ્વીકારે છે. સરકારમાં રાષ્ટ્રપતિના અસ્તિત્વને સ્વીકારવામાં પણ માણસને કોઈ જ તકલીફ નથી; પરંતુ ધંધાના ક્ષેત્રમાં જ્યારે માણસ કોઈ પણ પ્રકારના નીતિ-નિયમ કે શિષ્ટ પુરુષના અસ્તિત્વને સ્વીકારવાનો ઈનકાર કરી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
| યુવકનું નામ ‘અર્જન’ હોય અને કૂતરાના ભસવાનો અવાજ સાંભળવા માત્રથી ભાગી જતો હોય તો એમાં કાંઈ નવાઈ જેવું લાગતું નથી. ભાઈને લોકો ‘ભીમભાઈ’ કહીને બોલાવતા હોય અને નાનકડી અમથી પ્રતિકૂળતામાં એ પોક મૂકીને રડતા હોય તો એમાં ય કાંઈ આશ્ચર્ય જેવું લાગતું નથી; પરંતુ જેમાં નીતિ' જેવું કાંઈ જ ન હોય એ વ્યવસ્થાને જ્યારે “રાજનીતિ'નું નામ આપવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે..
વાદળ પાણીથી લબાલબ થઈ જાય છે અને વરસીને હળવાં થઈ જાય છે. વૃક્ષ ફળોથી લચી પડે છે અને ફળોને ધરતી પર રવાના કરી દઈને હળવું ફૂલ બની જાય છે. પેટમાં મળ ભરાઈ જાય છે અને માણસ સંડાસમાં જઈને મળનો નિકાલ કરી દઈને હળવો ફૂલ થઈ જાય છે; પરંતુ વિપુલ સંપત્તિનો માલિક બન્યા પછી પણ માણસ જ્યારે સંપત્તિને ઘટાડવાને બદલે વધારતા રહેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૮૯
માણસ ઇચ્છે છે કે પેટમાં મળનો ભરાવો ન થવો જોઈએ. ગૃહિણી ઇચ્છે છે કે ઘરમાં કચરાનો ભરાવો ન થવો જોઈએ. વડીલ ઇચ્છે છે કે ઑફિસમાં ફાઈલોનો ભરાવો ન થવો જોઈએ. ડૉક્ટર ઇચ્છે છે. કે દવાખાનામાં ખાલી બાટલીઓનો ભરાવો ન થવો જોઈએ. રાજનેતાઓ ઇચ્છે છે કે દેશમાં ભ્રષ્ટાચારનો વધારો ન થવો જોઈએ; પરંતુ મનમાં દુનિયાભરના કચરાઓ ભરાતા હોવા છતાં માણસ એમાં વધારો કરતો જ રહે છે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
હિમાલયના શિખરે ચડવું કઠિન હોવા છતાં માણસ એ પડકાર ઝીલી લેવા તત્પર છે. આઈ.એ.એસ.ની પરીક્ષા કઠિન હોવા છતાં વિદ્યાર્થી એ પડકાર ઝીલી લેવા તૈયાર છે. મંદીમાં ધંધો કરવો કઠિન હોવા છતાં વેપારી એ જોખમ ઉઠાવવા તૈયાર છે. ઑલિમ્પિકમાં સુવર્ણચન્દ્રક મેળવવો કઠિન હોવા છતાં ખેલાડી એ પડકાર ઝીલી લેવા તૈયાર છે પણ ધર્મ કરવાની વાત જ્યારે પણ આવે છે ત્યારે માણસ સરળ રસ્તો પકડવા જ જાય છે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
વિરાટ વડલો લીમડાના વૃક્ષને નાનું ‘દેખાડી’ દે છે. વિરાટકાય બંગલો લેંટને નાનો ‘દેખાડી' દે છે. તડબૂચ બોરને નાનું ‘દેખાડી’ દે છે. સોની નોટ રૂપિયાની નોટને નાની ‘દેખાડી' દે છે. બાલદી તપેલીને નાની દેખાડી દે છે. સાગર નદીને નાની ‘દેખાડી” દે છે અને દરવાજો બારીને નાની ‘દેખાડી’ દે છે પરંતુ ક્રોધ તો પ્રેમને નાનો કરી જ દે છે અને એ છતાં માણસ જ્યારે ક્રોધથી પાછો ફરવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
માણસ ઘડિયાળ અને ફર્નિચર ઊંચા ઇચ્છે છે. કપડાં અને ઘરેણાં ઊંચા ઇચ્છે છે, શાકભાજી અને ફળો ઊંચા ઇચ્છે છે, પેન્સિલ અને પેન ઊંચા ઇચ્છે છે, મેગેઝીન અને માસિક ઊંચા ઇચ્છે છે, સાબૂ અને દંતમંજન ઊંચા ઇચ્છે છે, લેપટોપ અને મોબાઈલ ઊંચા ઇચ્છે છે. અરે, સંપૂર્ણ જીવનધોરણ ઊંચું ઇચ્છે છે પરંતુ મન અધમ અને હલકું, તુચ્છ અને દરિદ્ર હોવા છતાં ય એનાથી જ્યારે એ અકળામણ નથી અનુભવતો ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
વિષયુક્ત લાડવાથી ભૂખ શાંત થતી હોવા છતાં માણસ ભૂખ્યો રહેવા તૈયાર થઈ જાય છે પણ એ લાડવો પોતાના પેટમાં પધરાવવા તૈયાર થતો નથી કારણ ? એ લાડવાની આડઅસર એના ખ્યાલમાં હોય, છે. રોગને દૂર કરતી પણ ખરાબ આડઅસર ઊભી કરતી દવા લેવાથી ય માણસ બચતો રહે છે પરંતુ ક્રોધનું સેવન અસરકારક હોવા છતાં વિનાશક છે એ જાણવા-અનુભવવા છતાં ય માણસ જ્યારે ક્રોધનું સેવન કરતો જ જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
બુલબુલની અનુપસ્થિતિ છતાં કાગડો પોતાને જગતના ચોગાન વચ્ચે બુલબુલ તરીકે પ્રસ્થાપિત નથી જ કરતો. સિંહની ગેરહાજરી છતાં ગધેડો પોતાને જંગલના ચોગાનમાં સિંહ તરીકે પ્રસ્થાપિત નથી જ કરતો. આમ્રવૃક્ષના અભાવમાં લીમડો પોતાને ઉદ્યાનમાં લીમડા તરીકે જ પ્રસ્થાપિત કરે છે, આમ્રવૃક્ષ તરીકે નહીં જ પરંતુ સજ્જનની અનુપસ્થિતિમાં દુર્જન જ્યારે પોતાની જાતને સજ્જન માનીને જગતના ચોગાન વચ્ચે સર્જન તરીકે પ્રસ્થાપિત કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
માણસ ફૂલને ચૂંથીને લે છે, ફર્નિચર જોઈને ખરીદે છે, માટલું ટકોરો મારીને પસંદ કરે છે, કેરી ચાખીને પસંદ કરે છે, ડનલોપની ગાદી સ્પર્શીને લે છે, વીણા સાંભળીને ખરીદે છે, તબલું થપાટ મારીને પસંદ કરે છે, ફલૅટ આંખેથી બરાબર નિહાળીને પસંદ કરે છે; પરંતુ પૈસાની જ્યારે વાત આવે છે ત્યારે એ કશું જ જોયા-જાણ્યા-વિચાર્યા વિના એને પસંદ કરી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
મીઠાશ અનુભવવા માણસ સાકરના શરણે જવા તૈયાર છે. સંબંધો ટકાવવા માણસ વ્યવહાર સાચવવા તૈયાર છે. પાણી મેળવવા માણસ કોરી નદી પાસે જવા પણ તૈયાર છે. સામગ્રી ખરીદવા માણસ પોતાનું મહત્ત્વ સ્વીકારવા તૈયાર છે. સુધાને શમાવવા માણસ ભોજનના ચરણે બેસવા તૈયાર છે પણ હૃદયને શુભ ભાવોથી સભર રાખવા શુભ ક્રિયાઓને શરણે જવાની અનંતજ્ઞાનીઓની સલાહને માણસ જ્યારે અવગણી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
X
6-2
હાથમા લાકડું સળગતું પકડેલું છે અને માણસ ઊભો છે વડલાના વૃક્ષ નીચે, ઠંડક શેં અનુભવાય ? ફરવા માણસ માથેરાન જઈ ચડ્યો છે પણ સાથે ત્રણ ત્રણ મોબાઈલ ફોન લઈને ગયો છે, શાંતિ શે * અનુભવાય ? પેટમાં માણસ સાલમપાક પધરાવી રહ્યો છે પણ પેટ બગડેલું છે. સ્ફૂર્તિનો અનુભવ શું થાય ? પણ હૈયામાં સંકલેશ લઈને પ્રભુનાં દર્શન કરી રહેલ માણસ પ્રસન્નતા ન અનુભવવા બદલ જ્યારે પ્રભુ *મૂર્તિ' ને તાકાતહીન માનવા લાગે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૯૮
આગ ગરમ લાગે છે અને માણસ એનાથી દૂર ધઈ જાય છે, કારેલાં કડવા લાગે છે અને માણસ એનાથી દૂર હટી જાય છે. ગટર પાસે દુર્ગંધનો અનુભવ થાય છે અને માણસ ત્યાંથી દૂર થઈ જાય છે. સાગરનું પાણી ખારું લાગે છે અને માણસ એનાથી દૂર થઈ જાય છે પણ ક્રોધ ગરમ લાગવા છતાં, કડવો લાગવા છતાં, દુર્ગંધમય અને ખારો લાગવા છતાં માણસ એને ગળે વળગાડીને જ્યારે સર્વત્ર ફર્યા કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૯૯
Page #34
--------------------------------------------------------------------------
________________ માણસ આગને “બરફનું નામ નથી જ આપતો. મગફળીને ‘બદામ’નું નામ નથી જ આપતો. કાગળના ટુકડાને ‘રૂપિયાનું નામ નથી જ આપતો. ચળકતા એવા પિત્તળને “સોનાનું નામ નથી જ આપતો; પરંતુ ક્રોધને જ્યારે ‘કન્ટ્રોલિંગ પાવર’નું, અભિમાનને જ્યારે ‘સ્ટેટસ સિમ્બોલ’નું, માયાને જ્યારે ‘સેલ્સમૅનશિપ’નું અને લોભને જ્યારે “ઈન્વેસ્ટમેન્ટ’નું નામ આપી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. 1OO