________________
રૂપિયા મારી પાસે કેટલા છે, એ વિચારું ત્યાં સુધી તો બરાબર છે. ઘરમાં ફર્નિચર કેટલું છે, કબાટમાં કપડાં કેટલા છે, લૉકરમાં ઘરેણાં કેટલા છે, જીવનમાં મિત્રો કેટલા છે, બંગલામાં ઓરડા કેટલા છે એ બધું વિચારું ત્યાં સુધી ય બરાબર છે પણ જ્યારે હું મારા મનમાં આવતા વિચારો કેટલા છે એ જ તપાસ્યા કરું છું પણ કેવા વિચારો આવી રહ્યા છે એ તપાસવાની દરકાર પણ નથી કરતો ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૪
Ll
એ દારૂનું સેવન કરતો થઈ ગયો કારણ કે એના મિત્રો બધા દારૂડિયા જ હતા. જુગારી મિત્રોના સંગમાં એ ય જુગારી બની ગયો. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લુખાઓની સાથે રહેતા રહેતા એ ય ગાળો બોલતો થઈ ગયો અને રોગીની દોસ્તીમાં એ ય રોગનો શિકાર બની ગયો પણ વરસોથી પ્રભુની ભક્તિ કરવા છતાં અને ગુરુભગવંતનાં પ્રવચનો સાંભળવા છતાં મારા વ્યવહારમાં કે સ્વભાવમાં કશું જ સમ્યક્ પરિવર્તન જોવા નથી મળતું ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ગાળ સંભળાવનારને માણસ ગાળ સંભળાવી દેવામાં વિલંબ કરતો નથી. પોતાની સાથે કટુ વ્યવહાર આચરનાર પ્રત્યે કટુ વ્યવહાર દાખવતા માણસ પળભરનો ય વિચાર કરતો નથી. પોતાને કોકે દાઢમાં રાખ્યો છે એની જાણ થયા પછી માણસ એને ય દાઢમાં રાખી દીધા વિના રહેતો નથી. કારણ પૂછતાં માણસ જવાબ આપી દે છે કે ‘થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ’ પણ આ જ માણસને દાનેશ્વરી-પ્રભુભક્તક્ષમાશીલ વચ્ચે રહેવા છતાં એના જેવો બની જતો જોવા નથી મળતો ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
४८