Book Title: Jyare Tyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 1
________________ હૉટલોમાં, થિયેટરોમાં ભટકતા રહીને ધનનો દુરુપયોગ કરી રહેલ માણસ, ગાળો બોલતા રહીને, નિંદા-કૂથલી કરતા રહીને વચનનો દુરુપયોગ કરી રહેલ માણસ, ભોગસુખોમાં આળોટતો રહીને તનનો દુરુપયોગ કરી રહેલ માણસ, દુર્ભાવ-દુર્ગાનમાં ગ્રસ્ત રહીને મનનો દુરુપયોગ કરી રહેલ માણસ જ્યારે ભિખારીને પૈસા આપવાની વાત આવે છે ત્યારે ભિખારી એ પૈસાનો દુરુપયોગ તો નહીં કરે ને?' એ પાકું કરવા જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. એક કરોડના ફલેટમાં રહેતો, વરસે-દહાડે બે-પાંચ કરોડનો ધંધો કરતો, પાંચ-દસ લાખની ગાડીમાં ફરતો, બે-પાંચ મોબાઇલ રાખતો, શરીર પર બે-પાંચ હજારનાં વસ્ત્રો પરિધાન કરતો અને હાલતાં ને ચાલતાં મોજશોખમાં પાંચ-પંદર હજાર ખરચી નાખતો માણસ જ્યારે રિક્ષાવાળા સાથે, મજૂર સાથે કે શાકભાજીવાળા સાથે પાંચ-પંદર રૂપિયા ખાતર તડાફડી કરતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. પોતાની જાતને સંસ્કારી માનતો, પ્રભુભક્ત અને ગુરુભક્ત માનતો, ધર્મી અને ઉદાર માનતો અને છતાં અવારનવાર થિયેટરોની મુલાકાત લેતો રહેતો માણસ, કોક દિવસ થિયેટરમાં પોતાની બાજુની જ સીટ પર સંસ્કારહીન ભિખારીને બેઠેલો જોઈને એને ‘તું ભીખ માગતો ભિખારી અહીં થિયેટરમાં ? અને એ ય બાલ્કનીમાં ?' આવું જ્યારે આક્રોશમાં સંભળાવી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 34