Book Title: Jyare Tyare Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ નારી દેહને ખુલ્લો કરવાની એક પણ તકને જતી ન કરનારા, નારી દેહને મેગેઝીનોમાં અને માસિકોમાં, વર્તમાનપત્રોમાં અને જાહેરાતોમાં પ્રદર્શિત કરતા રહીને હજારો-લાખો-કરોડો રૂપિયા કમાનારા, સ્ત્રીશરીરને બજારુ બનાવી દેવાના એક માત્ર મિશનને લઈને બેઠેલા બુદ્ધિના વ્યભિચારીઓ જ્યારે “સ્ત્રી-સ્વાતંત્ર્ય' અંગે સેમિનારો યોજે છે, લેખો લખે છે હજારોની સભાઓ ગજવે છે અને રેલીઓ કાઢે છે ત્યારે એ બધું જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. જીવનમાં સંખ્યાબંધ પાપો, અને અપરાધો કરવા છતાં એની સજા હજી સુધી મને કેમ નથી મળી એ બદલ આશ્ચર્ય વ્યક્ત કરવાને બદલે માણસ જ્યારે જીવનમાં મામૂલી ધર્મનું સેવન કર્યું હોવા છતાં, આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ સત્કાર્યો કર્યા હોવા છતાં એ ધર્મનું અને સત્કાર્યોનું ફળ મને મળતું કેમ નથી, હજી સુધી મને મળ્યું કેમ નથી, એવી ફરિયાદો કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. મિત્રનું મકાન સળગી ગયું અને એ આશ્વાસન આપવા દોડી ગયો. મિત્રને ધંધામાં જબરદસ્ત ફટકો પડ્યો અને એ હૂંફ આપવા પહોંચી ગયો. મિત્રનું કોકે અપમાન કર્યું અને એ એના બચાવમાં ઊભો રહી ગયો પણ મિત્રે નવું મકાન બનાવ્યું, ધંધામાં જબરદસ્ત નફો કર્યો, કોક સંસ્થાએ એનું સન્માન કર્યું, એ અભિનંદન આપવા ન ગયો તે ન જ ગયો. દુ:ખમાં આશ્વાસન પણ સુખમાં અભિનંદન નહીં. આ વૃત્તિ જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34